Love Horoscope 2018: કન્યા રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

કન્યા રાશિનો સ્વામી બુધ છે અને લગ્ન, પ્રેમનો કારક ગ્રહ ગુરુ છે જે તમારા જીવનમાં અનેક ખુશીઓ લઈને આવશે.

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2018 મુશ્કેલીભર્યો રહેશે. પરિણામે તે માટે તમે તૈયાર થઈ જાવ. જે મિત્રો કન્યા રાશિના છે તેમણે નવા વર્ષનું સ્વાગત સાચવીને કરવું. તમારી કુંડળી પ્રમાણે નવા વર્ષની શરૂઆત તમારા માટે ખતરનાક રહેવાની છે. તમારા જીવનમાં એટલી હલચલો થવાની છે કે તમે સમજી જ નહિં શકો કે કરવું તો શું. નવા વર્ષે તમારા લવ-વન સાથે વારંવાર વિના કારણના ઝગડા થયા કરશે.

શાંતિથી કામ લેવું

શાંતિથી કામ લેવું

કારણ ભલે નાનું હોય, પણ લડાઈઓ મોટી થશે. આવા સમયે ખૂબ જ સાચવીને ચાલવું પડશે. ઝગડો ટાળવા માટે તમારે જાત પર નિયંત્રણ મુકવું પડશે. જ્યારે તમારો પાર્ટનર ગુસ્સામાં હોય ત્યારે તમારે શાંતિથી કામ લેવું પડશે. આવનારો સમય તમારી વચ્ચે અનેક ગેરસમજો ઉત્પન્ન કરશે, જેથી તમારે સમજદારી દેખાવડી પડશે.

શંકા ન કરો

શંકા ન કરો

એકબીજા પર વિના કારણે શંકા કરશો નહિં. જો કે ફેબ્રુઆરી આવતા આવતા તમારી વચ્ચે મિત્રતા થઈ જશે પણ તમને સલાહ છે કે ઝગડા ટાળો અને વાતચીત દ્વારા સમાધાન કરવાનો પ્રયત્ન કરો. એપ્રિલ સુધી તમારા તમામ વિવાદ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે.

ઘરમાં સુખ-શાંતિ

ઘરમાં સુખ-શાંતિ

કન્યા રાશિના દંપતિ માટે સ્થિતિ સામાન્ય છે. તમારા જીવનમાં પ્રેમ થોડા સમય માટે ગાયબ થઈ જશે. જો કે એપ્રિલ સુધી તે પાછો આવી જશે. શરૂઆતના મહિનાઓમાં તમે ઘણા હેરાન થશો પણ આ સમયે ઘરમાં શાંતિ જાળવો. જબરજસ્તી કોઈ મુદ્દા છેડશો નહિં અને વાતને શાંતિથી પતાવવાનો પ્રયત્ન કરજો. આ સમયે તમારા જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે, તેમનું ધ્યાન રાખજો. મુશ્કેલીના સમયે હિંમત રાખજો, આ સમય જલ્દી જ વીતી જશે અને એપ્રિલ બાદ બધુ સામાન્ય થઈ જશે.

તમારા મનની વાત કહી દો

તમારા મનની વાત કહી દો

પ્રેમી સાથે પ્રેમનો એકરાર કરો. તમારા સિતારા જણાવી રહ્યા છે કે તમારુ પ્રપોઝલ જરૂર એકસેપ્ટ થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પ્રેમની વાતો કોઈની સાથે શેયર કરશો નહિં. બને કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી ગુપ્ત વાતોનો ગેરફાયદો ઉઠાવી શકે છે. જે તમારી વચ્ચે તિરાડનું કારણ બને. પરિણામે થોડી સમજદારીથી કામ લેજો.

વસંત ખીલવાનો ઈન્તેજાર

વસંત ખીલવાનો ઈન્તેજાર

જેઓ જીવનમાં વસંત ખીલવાની રાહ જોઈ રહ્યા છે તેઓએ હજુ થોડો સમય એકલા રહેવું પડશે. તમારી લવ લાઈફ આ વર્ષે શરૂ થતી જણાતી નથી. અત્યારે તો માત્ર મિત્રતા માટે હાથ વધારો, પ્રેમને ધીમે ધીમે તમારા જીવનમાં આવવા દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X