For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રી દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન અને મેળવો શુભફળ

નવરાત્રીને હવે ગણેલા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવરાત્રીના પૂજન અને વિધિમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાથી માં થઈ શકે છે નારાજ .તો આ ભૂલો થતી રોકવા માટે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

આ વર્ષે નવરાત્રી 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. દરેક ઘરોમાં તેના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આપણાથી ઘણી વાર અજાણતામાં એવી અનેક ભૂલો થઈ જાય છે. જેનો આપણને પણ ખ્યાલ રહેતો નથી. આવી ભૂલોના કારણે માતાની કૃપા આપણા ઉપરથી ઉઠી જાય છે અને માતા તમારાથી નારાજ થઈ જાય છે. પરિણામે નવરાત્રીમાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તો આજે અમે તેમને નવરાત્રીમાં ઘ્યાન રખવા જેવી અમુક બાબતો વિશે જણાવીશું..

ઘરમાં કરો કળશની સ્થાપના

ઘરમાં કરો કળશની સ્થાપના

નવરાત્રીમાં માતા અંબાને ખુશ કરવા માટે ઘરમાં કળશની સ્થાપના કરો અને માતા અંબાનું ચિત્ર લગાવો. નિયમિત નવ દિવસ સુધી વ્રત કરો અને ધ્યાન રાખજો કે માત્ર એક ટાણુ જ કરી શકો છો. નવરાત્રીના નવ દિવસ દરમિયાન સવારે અને સાંજે માતા અંબાની પૂજા કરવી જરૂરી છે. પણ ધ્યાન એ વાતનું રાખજો કે પૂજા કરતા પહેલા પૂજ્ય ભગવાન ગણેશને જરૂર યાદ કરો અથવા પૂજન કરો.

ઘંઉ અને જવ વાવો

ઘંઉ અને જવ વાવો

એવી માન્યતા છે કે, નવરાત્રી દરમિયાન ઘંઉ અને જવ વાવવા જોઈએ, કારણ કે જેમ જેમ આ જવારા અંકુરિત થશે તેમ તેમ તમારુ ભાગ્ય ચમકશે. આ ઉપરાંત ઘણી વાર લોકો સવાર-સાંજ માતાની પૂજા કરે છે પણ આરતી કરતા નથી. જો કે આમ કરવાથી માતા પ્રસન્ન થતી નથી. પરિણામે ધ્યાન રાખો કે પૂજા કર્યા બાદ આરતી જરૂર કરો.

માતાનું જપ

માતાનું જપ

નવરાત્રીના નવ દિવસ માતાના 108 નામોનો જાપ કરવા જોઈએ. એથી તમારુ દુર્ભાગ્ય દૂર જાય છે અને સુખ મળે છે. નવરાત્રીના નવ દિવસ માતા અંબાના નામનો અખંડ દિવો પ્રગટાવવાનું ક્યારેય ભૂલશો નહિં. જેમ દિવાનો પ્રકાશ માંના મંદિરને પ્રકાશિત કરે છે તેવી જ રીતે માં પણ તમારા ઘરમાં સુખ અને શાંતિને પ્રકાશિત કરશે.

પૂજા બાદ તરત ન જમો

પૂજા બાદ તરત ન જમો

હિંદુ ધર્મમાં કન્યાને એક ખાસ સ્થાન અપાયુ છે. પરિણામે 12 વર્ષથી નાની ઉંમરની કન્યાને રોજ પ્રસાદ આપવો જોઈએ અને બને તો તેમને ભોજન કરાવી કોઈ ઉપહાર આપવો જોઈએ.આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે. આ ઉપરાંત એક વાતનું ધ્યાન રાખો કે પૂજા કર્યા બાદ તરત જમવું અશુભ મનાય છે. પૂજા કર્યા બાદ થોડો સમય વિતી ગયા પછી જ જમો.

English summary
Mother Durga happy in Navaratri, establish a Kalash in the house and make a picture of Mother Durga. Continue for nine days regularly and keep in mind that food can be done only once.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X