For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે છે બુધાષ્ટમી, સર્વાર્થસિદ્ધિ અને બ્રહ્મા યોગ બની રહ્યા છે

આજે છે બુધાષ્ટમી, સર્વાર્થસિદ્ધિ અને બ્રહ્મા યોગ બની રહ્યા છે

By Staff
|
Google Oneindia Gujarati News

ગ્રહોમાં રાજકુમાર કહેવાતા બુધને પ્રસન્ન કરવા અને જન્મકુંડળીમાં બુધ સાથે જોડાયેલા સમસ્ત દોષો દૂર કરવા માટે બુધાષ્ટમી એક પ્રમુખ દિવસ હોય છે. આ બુધાષ્ટમી 9 ફેબ્રુઆરી એટલે કે આજે છે. જે દિવસે આઠમ તિથિના દિવસે બુધવાર આવે તે દિવસે બુધાષ્ટમી ઉજવાય છે. વર્ષ 2022માં બુધાષ્ટમી ત્રણ વખત આવશે. આ વખતે 9 ફેબ્રુઆરી, 8 જૂન અને 30 નવેમ્બરે બુધાષ્ટમી આવી રહી છે. બુધ સાથે જોડાયેલ સમસ્ત દોષ દૂર કરવા માટે આ દિવસ વિશેષ છે. આ દિવસે સુખ- સૌભાગ્યની કામનાથી માતા પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે.

buddhastami

આ દિવસે શું કરવું

  • બુધાષ્ટમીના દિવસે વ્રત રાખો. લીલા રંગના વસ્ત્રો પહેરી ऊं ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રની 17, 5 અથવા 3 માળા જપ કરો. દિવસભર વ્રત રાખો. એક સમય ભોજન કરો. ભોજનમાં નમકનું સેવન ના કરો. મગની બનેલી વસ્તુઓનું સેવન કરો. જેમ કે મગનો હલવો, મગની પંજીરી, મગના લાડૂ વગેરે ભોજન પહેલાં તુલસીના પત્તા ચરણામૃત અથવા ગંગાજળ સાથે ગ્રહણ કરો. આ વ્રત કરવાથી વિદ્યા, ધનનો લાભ થાય છે. વેપારમાં પ્રગતિ થાય છે તથા શરીર સ્વસ્થ રહે છે. આનાથી બુધ સાથે જોડાયેલા તમામ દોષ દૂર થાય છે.
  • કુંડલીમાં બુધ પાપ ગ્રહોની સાથે હોય, અશુભ ફળ આપી રહ્યો હોય તો આ દિવસે ગાયોને લીલો ચારો ખવડાવો
  • બુધ અત્યંત ખરાબ હોય તો બુધાષ્ટમીના દિવસે તાંબાના ટુકડામાં છીંડું કરી જળમાં પ્રવાહિત કરો
  • બુધને પ્રસન્ન કરવા માટે ચાંદી અથવા કાંસાનો ગોળ ટુકડો પર્સમાં રાખો
  • બુધાષ્ટમીના દિવસે ગણેશજીને મગના 21 લાગૂ અર્પિત કરવાથી બુધ અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે.
  • આ દિવસે નીલમણિ પહેરવાથી કુંડળીના બુધ સંબંધિત દોષો દૂર થાય છે.
English summary
what to do and what not to do on buddhasthami, know everything in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X