ભગવાન ગણેશને એકદંત શા માટે કહેવાય છે?

Posted By:
Subscribe to Oneindia News

ગણેશ ચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે. આપણી પૌરાણિક કથાઓમાં ભગવાન ગણેશના 108 અલગ-અલગ નામોથી બોલાવામાં આવે છે. આ દરેક નામોની પાછળ અનેક કથાઓ છે. જેમાં વિનાયક, ગણપતિ, હરિદ્રા, કપિલા, ગજાનંદ ઉપરાંત અનેક નામોનો સમાવેશ થાય છે. આમાંનું જ એક નામ છે એકદંત. જે જૂની સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યુ છે. જો તમને એમ કહીએ કે ભગવાન ગણેશ પાસે માત્ર એક જ દાંત છે તો તે બરાબર નથી, પણ શા માટે એક જ દાંત છે તે જાણવું મહત્વનું છે. મોટાભાગના લોકો આ વિશે અજાણ છે. તો અમે તમને જણાવીશું કે ભગવાન ગણેશને એકદંત શા માટે કહેવાય છે. 

એકદંતા ગણેશ

એકદંતા ગણેશ

અહીં એક મોટો પ્રશ્ન છે કે શું ભગવાન ગણેશને જન્મથી જ એક દાંત છે કે માતા પાર્વતીએ તેમને એક જ દાંત પ્રદાન કર્યો હતો. આ વિશે અનેક વાર્તાઓ છે, જે તમને તેની પાછળની વાસ્તવિક્તા જણાવશે . ભગવાન ગણેશના 32 રૂપોમાં એકદંત 22મું રૂપ છે, ગણેશે આ અવતાર મદાસુરાને મારવા માટે લીધો હતો.

દાંતને કલમ બનાવી લખ્યુ મહાભારત

દાંતને કલમ બનાવી લખ્યુ મહાભારત

એવું કહેવાય છે કે, દેવો દ્વારા ઋષિ વ્યાસથી મહાભારત નામનું મહાકાવ્ય લખવાનું કહેવામાં આવ્યુ હતુ. જેના માટે તેમને દુનિયામાં સૌથી જાણકાર વ્યક્તિની જરૂર હતી. ત્યારે ભગવાન બ્રહ્માએ ઋષિને ભગવાન શિવની પાસે જઈ આ સમસ્યાનું સમાધાન પુંછવાની સલાહ આપી. ભગવાન શિવે આ કામ માટે ગણપતિને લેવાનું જણાવ્યુ. તેથી બંને વચ્ચે એક કરાર થયો. જે પ્રમાણે ઋષિ વિના રોકાયે મહાન મહાકાવ્ય બોલશે, નહિંતર ગણપતિ આ કામ છોડી દેશે. ઋષિએ ભગવાન શિવની આ વાત માની. ભગવાન ગણેશ જ્ઞાન બાબતે એટલા આગળ હતા કે તેમણે બોલતા પહેલા લખવાની શરૂઆત કરી દીધી હતી, પણ તેમની કલમ તેમને સાથ આપતી નહોતી. જેને કારણે તેમણે પોતાનો એક દાંત કાઢી તેની કલમ બનાવી લખવાની શરૂઆત કરી.

પરશુરામે ગુસ્સામાં તોડ્યો હતો દાંત

પરશુરામે ગુસ્સામાં તોડ્યો હતો દાંત

એક વાર ભગવાન વિષ્ણુએ ક્ષત્રિયોના વિનાશ માટે પરશુરામનું રૂપ લીધુ હતુ. જે પોતાના ગુસ્સા અને અહંકાર માટે પ્રસિદ્ધ હતુ. માન્યતા છે કે ક્ષત્રિયોનો સંહાર કરવા માટે ભગવાન શિવે પોતાનો પરશુ પરશુરામને આપ્યો અને જ્યારે પરશુરામે તમામ ક્ષત્રિયોનો સંહાર કરી લીધો તો ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત પહોંચ્યા. પરશુરામ જ્યારે કૈલાશ પર્વત પહોંચ્યા ત્યારે શિવ ધ્યાન લગાવીને બેઠા હતા અને કોઈને અંદર ન આવવા દેવાની જવાબદારી ગણેશને અપાઈ હતી. પરશુરામને જ્યારે દરવાજે રોકી દેવામાં આવ્યા ત્યારે તેમણે ગુસ્સામાં આવી ગણેશ પર પ્રહાર કર્યો અને જેથી તેમનો એક દાંત તૂટી જમીન પર પડી ગયો.

શા માટે ગણેશ ચતુર્થીએ ચંદ્ર જોવાની મનાઈ છે?

શા માટે ગણેશ ચતુર્થીએ ચંદ્ર જોવાની મનાઈ છે?

પૌરાણિક કથાઓમાં લખાયું છે કે, ભગવાન ગણેશ વધુ ભોજન કરતા હતા. તેને લગતી એક કહેવત છે, કે જ્યારે એક વાર ગણેશ અને તેમની સવારી મુશક એક જગ્યાએ બહાર ખાઈને પાછા ફરી રહ્યા હતા. ત્યારે એક સાપે મુશકને કરડ્યો હતો અને મુશક દોડવા લાગ્યો હતો. જેથી ગણપતિ નીચે પડી ગયા હતા. જેથી તેમનું પેટ ફાટી ગયુ હતુ અને ભોજન બહાર આવી ગયુ હતુ. ભગવાન ગણેશે ફરી પોતાનું પેટ બાંધ્યુ અને ભોજનને અંદર કર્યુ. આ બધુ જોઈ ચંદ્ર જોરજોરથી હસવા લાગ્યો. ચંદ્રની આ હરકતથી ગુસ્સે થઈ ગણેશે તેને શ્રાપ આપ્યો કે, તે હવે ક્યારેય ચમકશે નહિં. આ શ્રાપથી દેવો ચિંતામાં આવી ગયા અને ગણેશને શ્રાપ પાછો લેવા માટે વિનંતી કરવા લાગ્યા કે માનવ જાતિના કલ્યાણ માટે આ શ્રાપ પાછો લઈ લેવામાં આવે. આ કારણથી જ ગણેશ ચતુર્થીએ ચાંદ જોવામાં આવતો નથી.

English summary
Parashuram attacked Ganesh, so that one of his teeth broke down and went to earth.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.