Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri 2019: નવરાત્રીના ચોથા દિવસે 'માં કૂષ્માંડા'ની પૂજા કરો

Navratri 2019: નવરાત્રીના ચોથા દિવસે 'માં કૂષ્માંડા'ની પૂજા કરો

નવરાત્રીમાં ચોથા દિવસે દેવીને કૂષ્માંડાના રૂપમાં પૂજવામાં આવે છે. માનું આ રૂપ અતિ શાંત, સૌમ્ય અને મોહક છે. જેમની આઠ ભુજાઓ છે, માટે તેમને અષ્ટભુજ કહેવાય છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ બાણ, કમળ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનાર જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે.

નવરાત્રીનો ચોથો દિવસ આ દેવીનો

નવરાત્રીનો ચોથો દિવસ આ દેવીનો

નવરાત્રીનો ચોથો દિવસ- માતા કૂષ્માન્ડાનો
રૂપ-સરળ, સૌમ્ય અને મોહક
ભુજા-આઠ
વાહન-સિંહ
પૂજા-સમસ્ત રોગોના નાશ માટે

સૂર્યલોકમાં રહેવાની શક્તિ

સૂર્યલોકમાં રહેવાની શક્તિ

આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર મા કૂષ્માંડામાં જ છે. માટે તેમના શરીરનિ કાંતિ અને પ્રભા સૂર્યની જેમ જ દૈદીપ્યમાન છે. આમના જ તેજથી દશેય દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં જ તેમનું તેજ વ્યાપ્ત છે. માં કૂષ્માંડાની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરવું જોઈએ.

આ શ્લોકનો જાપ કરો

આ શ્લોકનો જાપ કરો

या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।

કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે મા કૂષ્માંડા જ સૃષ્ટિના આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ય રોગ-શોક મટી જાય છે. જેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X