Taurus Yearly Horoscope 2019: વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2019
શનિ તમારા અષ્ટમભાવમાં રહેશે, જેથી તમારી તબિયતનું ધ્યાન રાખજો. કાર્યક્ષેત્રે મહેનત કરી સારુ પરિણામ મેળવી શકશો.
શનિ તમારા અષ્ટમભાવમાં રહેશે, જેથી તમારી તબિયતનું ધ્યાન રાખજો. કાર્યક્ષેત્રે મહેનત કરી સારુ પરિણામ મેળવી શકશો. 16 જુલાઈએ થનારું ચંદ્ર ગ્રહણ તમારા માટે લાભકારી રહેશે અને તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે. જ્યારે 26 ડિસેમ્બરે થનારુ સૂર્ય ગ્રહણ તમારા માટે સારુ નથી. તેનાથી તમારી માનસિક ચિંતામાં વધારો થશે. તમારા રાશિનો સ્વામી 16 એપ્રિલથી 10 મેના મધ્યમાં 11માં ભાવમાં ગોચર કરશે, જે તમારા માટે અનેક પ્રકારની સુખ-સુવિધામાં વધારો કરાવનારુ રહેશે. તમારા જીવનમાં પ્રેમ અને રોમાંસનો સંચાર થશે. 9 જુલાઈથી 19 સપ્ટેમ્બરના મધ્યે શુક્રના અસ્ત થતા તમારા આરોગ્યનું ધ્યાન રાખજો.
આ પણ વાંચો: Aries Yearly Horoscope 2019: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે. તમારી આવકમાં પણ વધારો થશે. આવકના નવા સ્ત્રોતોનું સર્જન કરી શકશો. એપ્રિલના મધ્ય સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જૂન સુધી તેમાં સુધારો થતો જશે. વેપારીઓએ કેટલીક કાનુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સ્ટોક માર્કેટ સાથે આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ધાર્મિક પ્રવૃતિઓમાં પણ ખર્ચા થશે. લાઈફ સ્ટાઈલમાં સુધારા સાથે આભૂષણનોની ખરીદી પાછળ ખર્ચા થશે. સંપતિ મામલે મુશ્કેલીનો સામનો કરશો.

આરોગ્ય
આ વર્ષે તમારુ આરોગ્ય થોડું નબળું રહેશે. જેથી વર્ષની શરૂઆતમાંથી જ તમે તેને ગંભીરતાથી લેજો. ખાન-પાનનું ખાસ ધ્યાન રાખજો. સ્વસ્થ ભોજન જ ગ્રહણ કરજો. ભવિષ્યકથન પ્રમાણે આ વર્ષે તમને કોઈ મોટો રોગ થઈ શકે છે. જૂની બિમારીથી પિડિત લોકોને રાહત જણાશે. છાતીનો દુઃખાવો રહેવાથી તમે હેરાન થશો. માતાના આરોગ્યને લઈ તમારી ચિંતા વધશે. એક નાનકડા વેકેશનથી તમારી સકારાત્મક ઉર્જા પાછી આવી શકે છે.

નોકરી અને વેપાર
આ વર્ષે કેરિયરમાં મુશ્કેલીનો સામનો કરશો. સારા પરિણામ માટે તમારે સખત મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. તમારો પ્રતિસ્પર્ધી તમારી નકારાત્મકતાનો લાભ લઈ શકે છે. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખજો. આવેગમાં આવી નિર્ણયો લેશો નહિં. તમારે કામનું દબાણ રહેશે. કામમાં પૂરતી પ્રમાણિકતા દર્શાવજો.

સંબંધો
આ સમયે તમે નકારાત્મક વિચારોનો ભોગ બનશો. તમે વેપારથી વધુ તમારા સંબંધોને પ્રાથમિકતા આપશો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કુટુંબ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. તમારા કામ અપેક્ષા અનુસાર થશે અને ફળ પણ સારુ મળશે. સંબંધોને જાળવી રાખવાથી સાર્વજનિક જીવનમાં તમારુ સન્માન થશે. જીવનસાથી તરફથી તમને લાભ થશે.

લવ લાઈફ
આ વર્ષે સારા સ્વાસ્થ્ય સાથે મિત્રો અને પરિજનોનો સહકાર મળી રહેતા તમે ખુશ રહેશો. નવા સંબંધોમાં જોડાતા પહેલા સાચવજો. લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા જાતકોને સફળતા મળશે. પ્રેમ સંબંધમાં અંતર ખતમ થશે અને લગ્નની યોજના બનશે. આ માટે ઓક્ટોબર માસ તમારા માટે અનુકૂળ રહેશે.

શિક્ષણ
મિત્રોને કારણે વિદ્યાર્થીઓ સરખી રીતે અભ્યાસ કરી શકશે નહિં. માર્ચમાં તમે કેરિયરને લગાત કેટલાક મહત્વના નિર્ણયો લેશો. આ માટે તમે કોઈ અનુભવીની સલાહ લેજો. આ વર્ષે બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે. તમારુ ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે. તમારી દરેક પ્રવૃતિથી માતા-પિતાને જાગૃત રાખજો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
