Aries Yearly Horoscope 2019: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2019
તમારી રાશિનો સ્વામી મંગળ 12 જુલાઈથી 22 ઓક્ટોબરના મધ્યમાં અસ્ત રહેશે. જેથી આ સમયે મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો.
તમારી રાશિનો સ્વામી મંગળ 12 જુલાઈથી 22 ઓક્ટોબરના મધ્યમાં અસ્ત રહેશે. જેથી આ સમયે મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. આવેગમાં આવી કોઈ કામ કરશો નહિં. ભાગ્ય સ્થાનનો સ્વામી ગુરુ 30 માર્ચથી 22 એપ્રિલ સુધી અને ત્યાર બાદ 5 નવેમ્બર સુધી તમારુ સમર્થન કરશે અને તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. 16 જુલાઈએ થનારુ ચંદ્ર ગ્રહણ અને 26મીએ થનારુ સૂર્ય ગ્રહણ તમારા માટે શુભ નથી. તમારા આરોગ્ય અને કેરિયર પર તેનો પ્રતિકૂળ પ્રભાવ રહેશે. પિતાના સલાહ માનજો.

આર્થિક
આ વર્ષે તમને પૂરતું ફાઈનાન્સ મળી રહેશે, પણ બધા પૈસા ક્યાં ગયા તે સમજી શકશો નહિં. જીવનસાથી કે બિઝનસ પાર્ટનર દ્વારા તમને લાભ થઈ શકે છે. રિયલ એસ્ટેટ મામલે લાભ થશે. સંબંધિઓ અને મિત્રો સાથે લેવડ-દેવડ દરમિયાન ગેરસમજ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમને લકઝુરીયસ લાઈફ જીવી શકશો. દિવસે ને દિવસે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ભાગ્ય મજબૂત રહેશે.

આરોગ્ય
જીવનસાથીનું આરોગ્ય તમારા વધુ ખર્ચા કરાવી શકે છે, જેથી આ વર્ષે હેલ્થ ઈન્સોયરન્સ કરાવવું લાભકારી રહેશે. આ વર્ષે તમને શ્વાસ કે ચામડીની સમસ્યા થઈ શકે છે. ધારેલી યોજનાઓના અમલ વિશે વિચારશો. પ્રવાસ અને વાહન ચાલવતી વખતે સાચવજો. વાગવાથી ખતરો રહેશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો. ડાયાબીટીસના રોગીઓ આ સમયે સાચવીને રહે. તબિયતનું ધ્યાન રાખજો. ખાનપાનની આદતોમાં સુધારો લાવજો. સારા આરોગ્ય માટે નિયમિત વ્યાયામ કરજો.

નોકરી અને વેપાર
વેપાર માટે કરેલા પ્રવાસમાં તમને સફળતા મળશે. ભાગીદારીમાં વેપાર કરનારા જાતકો સમાયોજન સાથે ચાલે. કામમાં લાભ થતો હોય તેવું જણાશે. નોકરીમાં પદોન્નતિની અનેક તકો મળી રહેશે, જેને હાથમાંથી જવા દેશો નહિં. કેરિયર અને વ્યકિતગત જીવનમાં સંતુલન જાળવી રાખજો. કામને કારણે તમે તનાવમાં રહેશો. નોકરીની શોધ કરનારા જાતકોને આ સમયે સફળતા મળશે.

સંબંધો
કૌટુંબિક સંઘર્ષ અને અશાંતિભર્યુ વાતાવરણ રહેશે. જેનાથી તમારા સંબંધોમાં કડવાશ વધશે. સમાધાનથી વાત પતે તેના બધા જ પ્રયત્નો તમારા તરફથી કરજો. તમારુ વર્તન બીજા માટે સારુ રાખજો. બાળકો સાથે સમય વિતાવી તમને આનંદ અનુભવાશે. વારસાતગત મિલકતને લઈ ચર્ચા થશે. આ વર્ષના મધ્ય બાદ કૌટુંબિક જીવનમાં શાંતિ રહેશે. સાર્વજનિક અને રાજકીય સંબંધો માટે આ વર્ષ સારુ નથી.

લવ લાઈફ
આ વર્ષે તમારા ઉતાવળા સ્વભાવને નિયંત્રણમાં રાખજો. બીજા માટે કડવા શબ્દોનો ઉપયોગ કરશો નહિં. તમે તમારી હોંશિયારીથી મોટામાં મોટી મુશ્કેલીમાંથી ઉગરી જશો. આ વર્ષે નવા નવા લોકો સાથે મુલાકાત થશે. તમે આઉટીંગ માટે બહાર જઈ શકો છો. આ વર્ષે તમારા નજીકના લોકોની કેયર કરજો જેથી તમારા સંબંધો મીઠા રહે.

શિક્ષણ
તમારો જીદ્દી સ્વભાવ તમારુ નુકશાન કરી શકે છે. સ્વભાવમાં વિનમ્રતા લાવો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અદ્રભૂત સાબિત થશે. કેરિયરની યોજના બનાવવા માટે આ વર્ષ શુભ છે. તમારી સફળતામાં કોઈ અડચણ પેદા કરી શકશે નહિં. બ્રાઈટ સ્ટુડન્ટને આ સમયે આર્થિક લાભ થવાની શક્યતા છે. ગુરુ તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકોને સફળતાનો યોગ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
