For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટિપ્સ જે કાર અને પર્યાવરણનું રાખે છે ધ્યાન

|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ક્લીન ટ્રાન્સપોર્ટ એટલે કે આઇસીસીટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં ભારતમાં વાહનોનની સંખ્યામાં અધધ વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. આ શોધમાં જણાવવામાં આવ્યું છેકે, વર્ષ 2003માં જ્યાં ભારતમાં વાહનોની સંખ્યા 50 મિલિયન એટલેકે 5 કરોડ હતી, ત્યાં જ 2013માં આ આંકડો વધીને 130 મિલિયન એટલે કે 13 કરોડની આસપાસ પહોંચી ગયો છે. વ્હીકલ પ્ટિક્યલટ મેટર એટલે કે પીએમ ઉત્સર્જન પણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જેના કારણે થનારી બીમારીઓના કારણે દેશમાં દર વર્ષે 40 હજાર લોકો સમય પહેલાં મોતને ભેટી રહ્યાં છે.

પર્યાવરણની દેખરેખ કરવી આદતોમાં સામેલ નથી અને હવે જ્યારે આપણે આપણી કાર ચલાવીએ છીએ તો આ પહેલુઓને લગભગ અનદેખા કરી દીધા છે. જોકે, આપણે એવી ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, જેના કારણે આપણે ઇકો ફ્રેન્ડલી રહી શકીએ અને આ ગ્રહને સુરક્ષિત રાખી શકીએ. આજે અમે તમારી સાથે કેટલીક એવી ટિપ્સ શેર કરી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા વાહનને પર્યાવરણ હિતેચ્છુ બનાવી શકશો અને ધરતીને સુરક્ષિત રાખવામાં તમારી ભૂમિકા અદા કરી શકશો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ટિપ્સ અંગે.

કાર અને પર્યાવરણનું ધ્યાન

કાર અને પર્યાવરણનું ધ્યાન

ટિપ્સ જાણવા માટે આગામી તસવીરો પર ક્લિક કરો.

તમારી કારને મેન્ટેન કરો

તમારી કારને મેન્ટેન કરો

કારને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રથમ નિયમ છે કે તમે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જે કારની નિયમિત સર્વિસ કરવામાં આવે છે અને તેનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે, તે કાર ઓછો ધૂમાડો કાઢે છે. જો તમે તમારી કારને સારી રીતે નહીં સાચવો તો તે વધુ ધૂમાડો કાઢશે, જેનાથી પર્યાવરણને નુક્સાન પહોંચી શકે છે. કારને ટ્યૂન કરાવવાથી તેની ક્ષમતામાં ચાર ટકાનો વધારો થાય છે. જામ એર ફિલ્ટરને બદલવાથી કારની ક્ષમતામાં 10 ટકાનો વધારો કરી શકાય છે. તમને કદાચ અંદાજો નહીં હોય પરંતુ એક ખરાબ એક્સિજન સેન્સરથી કારની એવરેજ 40 ટકા સુધી ઘટી જાય છે. તો તમારી કારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ટાયરોમાં હવાનું યોગ્ય દબાણ

ટાયરોમાં હવાનું યોગ્ય દબાણ

જો કારના ટાયર્સમાં હવાનું સરખું દબાણ ના હોય તો તે વધુ ચક્ર ફરે છે. જેથી એન્જીનને વધારે મારે પડે છે અને તેના કારણે ઇધણની ખપત વધે છે. જો કારમાં હવાનું દબાણ યોગ્ય હોય તો ટાયર લાંબા સમય સુધી કામ કરે છે. તેનાથી પર્યાવરણને ઓછું નુક્સાન પહોંચાડવું પડે છે અને તેનાથી તમારા પૈસાની પણ બચત થાય છે.

ડ્રાઇવિંગનો અંદાજ બદલો

ડ્રાઇવિંગનો અંદાજ બદલો

કારની ફ્યૂલ ઇકોનોમી મોટાભાગે કાર ચલાવવાના તમારા અંદાજ પર નિર્ભર કરે છે. કારને અચાનક રોકવી, ચલાવવી, ઝાટકા આપીને અથવા આક્રમક થઇને કાર ચલાવવાથી ઇધણની ખપત વધી જાય છે. તો કાર ચલાવતી વખતે એક્સીલેટર પર જરા હળવો પગ રાખો અને ગીયરને પણ આરામથી બદલો. જો તમારે ક્યાંક 30 સેકન્ડ કરતા વધારે સમય સુધી રોકાવું હોય તો તમારી કારના એન્જીનને બંધ કરી દો.

જેટલું વજન ઓછું તેટલું સારું

જેટલું વજન ઓછું તેટલું સારું

તમારી કાર જેટલી ભારે હશે તેને ખેંચવામાં વધારે અધિક ઇધણની જરૂર રહેશે. તો તમારી કારની ડિક્કી અને કેબિનમાં રાખેલા કામ વગરના સામાનને દૂર કરો. જો છત પર કેરિયરની જરૂર ના હોય તો તેને હટાવી દો. હળવી કાર ચલાવવી એ પણ તમારા પોકેટ પર સકારાત્મક અસર પાડે છે.

કારને ધોતી સમયને રાખો ધ્યાન

કારને ધોતી સમયને રાખો ધ્યાન

કારને ઘર પર ધોતી વખતે પણ અંદાજે 200 લીટર પાણીની જરૂર રહે છે. તો આ મામલામાં થોડુંક ધ્યાન રાખો. તમારી કારને સાફ કરવામાં ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરો. તમારી કારને જેટલું બની શકે તેટલું પહેલાં સૂકા કપડાંથી સાફ કરો અને પ્રયત્ન કરો કે તમે તમારી કારને ધોવામાં બાયોડિગ્રેબલ અને સીએફસી-ફ્રી ડિટર્જન્ટનો ઉપયોગ કરો. આજકાલ ઇકો ફ્રેન્ડલી ક્લીનર પણ છે. તો પર્યાવરણને સુધારવામાં તમે તમારી કારથી આ નાનું અમથું યોગદાન આપી શકો છો.

અને અંતમાં

અને અંતમાં

અમે તમને કેટલાક હળવા ઉપાયો જણાવ્યા છે, જેને અપનાવીને તમે તમારી કારની ક્ષમતાને વધારી શકો છો અને સાથે જ પર્યાવરણ પર પડતા ખરાબ પ્રભાવને ઓછો કરી શકો છો. હવે જવાબદારી આપણા માથે છેકે આપણે પર્યાવરણ હિતેચ્છુ ડ્રાઇવિંગને વધુ ગંભીરતાથી લઇએ અને આવનારા સમયને વધુ હર્યું ભર્યું બનાવવામાં આપણું યોગદાન આપીએ.

English summary
Read our tips to make your car eco-friendly and help save the environment. Celebrate World Environment Day with our tips for environment friendly motoring.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X