બીએમડબલ્યુની ‘Made In India’ 3 સીરીઝ કાર લોન્ચ
ભારતીય કાર બજારમાં બીએમડબલ્યુની સારી એવી પકડ છે. પોતાના વૈભવી કાર બજારને વધારવામાં લાગેલી કંપનીએ થ્રી સીરીઝ ગ્રેન ટૂરિસ્મો લોન્ચ કરી છે. આ કારનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ કારની કિંમત 42.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
બીએમડબલ્યુની આ કાર કંપનીના સિનગાપેરુમલ કોઇલના મહેન્દ્ર વર્લ્ડ સિટીના પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે. આ સ્થળ ચેન્નાઇ પાસે સ્થિત છે. બીએમડબલ્યુ થ્રી સીરીજ ગ્રેન ટૂરિસ્મોનું લોન્ચિંગ ચેન્નાઇના એક્સક્લૂસિવ ડીલરશીપ, કેયુએન પર કરવામાં આવ્યું.
બીએમડબલ્યુ થ્રી સીરીઝ ગ્રેન ટૂરિસ્મોની એક શો રૂમ કિંમત 42.75 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારમાં અનેક ખુબીઓ છે. તેમાં કૂપ સ્ટાઇલ રુફલાઇન અને ફ્રેમલૈસ વિન્ડો છે. એટલું જ નહીં, તેમા સામાન રાખવાની જગ્યા પણ વધારે છે. આ કારમાં એક ખાસ ઉપકરણ લાગેલું છે. જે કારની સ્પીડ 110 કિ.મી પ્રતિ કલાક અથવા તેનાથી વધું થતા તે પોતાની જાતે સક્રીય થઇ જાય છે અને જ્યારે કારની ગતિ તેનાથી ઓછી થાય તો તે જાતે જ શાંત થઇ જાય છે.

નવી થ્રી સીરીઝ ગ્રેન ટૂરિસ્મો
બીએમડબલ્યુ ગ્રુપના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ, ફિલિપ વોન સાહરનું કહેવું છે કે નવી થ્રી સીરીઝ ગ્રેન ટૂરિસ્મો સ્પોર્ટી અને બ્યૂટિફૂલ છે. કારનું ઇન્ટિરિયર શાનદાર છે. તે એકસાથે અનેક કામ કરવાની આઝાદી આપે છે.

કારનું એન્જીન
આ કારમાં 2.0 લીટરનું ટ્વિન ટર્બો, ચાર સિલેન્ડર યુક્ત કોમન રેલ ઇંજેક્શનવાળું ડીઝલ એન્જીન છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કારની ટોપ સ્પીડ 226 કિ.મી પ્રતિ કલાક છે અને તે 7.9 સેકન્ડમાં જ 100 કિ.મીની ઝડપ પકડી શકે છે.

કાર્સની કિંમતમાં ઘટાડો થવાની આશા
બીએમડબલ્યના ગ્રાહકો માટે સારા સમાચાર સાબિત થઇ શકે છે જો આ દિગ્ગજ જર્મન કાર કંપની અન્ય કાર્સને પણ સ્થાનિક રીતે એસેમ્બલ કરે. તેનાથી કાર્સની કિંમતમાં ઘટાડો થવાની આશા છે.

બીએમડબલ્યુ લક્ઝરી કાર
હવે જોવાનું એ રહેશે કે શું પોતાની થ્રી સીરીઝ જીટીનું ભારતમાં નિર્માણ બાદ બીએમડબલ્યુ લક્ઝરી કાર બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે કે નહીં.












Click it and Unblock the Notifications
