બૉડી પેઇન્ટનો શાનદાર નમૂનો, માનવીના દેહ પર દર્શાવ્યું કાર ક્રેશ
બૉડી પેઇન્ટનું ચલણ હાલના સમયે ઝડપ પકડી રહ્યું છે. બૉડી પેંટ કરી નવી અને અનોખી કલાકૃતિઓ બનાવી લોકોને સહેલાયથી પોતાની તરફ આકર્ષિત કરી શકાય છે. આ વખતે અમે તમને બૉડી પેઇન્ટના માધ્યમથી એક કાર ક્રેશની જીવંત તસવીર દર્શાવવા જઇ રહ્યાં છે.
તમે નીચે સ્લાઇડ પર બનાવેલી તસવીરને જોઇ શકો છો કે, આ કાર ક્રેશ થઇ ચૂકી છે, પરંતુ તેમા સૌથી ખાસ વાત એ છે કે, તેને કોઇ કેનવાસ પર પેઇન્ટના માધ્યમથી નહીં પરંતુ માનવીના દેહ પર પેઇન્ટ કરી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મહિલા અને પુરુષ બન્ને જ સામેલ છે. આ ઉપરાંત કારના ફ્રન્ટ ગ્રીલને ટૂટુ જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, આ શાનદાર કલાકૃતિ કેવી રીતે તૈયાર કરવામાં આવી અને કોણે તૈયાર કરી છે.

અનોખી કલાકૃતિ બનાવવામાં આવી
આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ કે આખરે કેવી રીતે આ અનોકી કલાકૃતિ બનાવવામાં આવી છે.

એમ્મા હૈકે આ કલાકૃતિ તૈયાર કરી
ઓસ્ટ્રેલિયાની આ જાણીતું બૉડી પેઇન્ટ કલાકાર એમ્મા હૈકે તૈયાર કર્યું છે.

માનવ દેહનો બ્લેંક કેનવાસની જેમ પ્રયોગ
એમ્મા માનવ દેહના એક બ્લેંક કેનવાસની જેમ પ્રયોગ કરે છે અને પોતાના હુનરથી શાનદાર રંગોને ભેળવીને એક શાનદાર આકાર આપે છે.

લોકો માર્ગ દુર્ઘટનાઓ પ્રત્યે સજાગ રહે
ઓસ્ટ્રેલિયામાં મોટર એક્સિડેન્ટ કમિશનના તત્વાઘાનમાં બનાવવામાં આવ્યું હતું. આ કલાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું ધ્યાન રોડ એક્સિડેન્ટની તરફ ખેંચવાનું હતું, જેથી લોકો માર્ગ દુર્ઘટનાઓ પ્રત્યે સજાગ રહી શકે.

17 મોડેલનો પ્રયોગ કરવામાં આવ્યો
અમે તેમને જણાવી દઇએ કે, આ શાનદાર કલાને તૈયાર કરવા માટે એમ્માએ કુલ 7 મોડેલનો પ્રયોગ કર્યો છે, જેમાં મહિલા અને પુરુષ બન્ને જ મોડેલ સામેલ હતા.

સૌથી રસપ્રદ વાત
સૌથી રસપ્રદ વાત એછે કે, આ તમામ મોડેલ નિર્વસ્ત્ર હતા અને તેમના શરીર પર પેઇન્ટ કરવામાં આવ્યું હતું.

એક કાર જેવા દેખાય તે રીતે બેસાડાયા
તમામ મોડેલ્સને એ રીતે જમીન પર બેસાડવામાં આવ્યા અને સુવડાવવામાં આવ્યા હતા કે, દેખાવે આ તમામ લોકો એક કારની જેમ દેખાઇ રહ્યાં હતા.

શક્તિશાળી અને સ્ટેમિનાવાળા મોડેલ્સ
આ બૉડી પેઇન્ટને તૈયાર કરવા માટે એમ્માને એવા મોડેલ્સને જરૂરિયાત હતી કે જે દેખાવે માત્ર આકર્ષક જ ના હોય પરંતુ બૉડી બિલ્ડર ઉપરાંત તેમની સ્ટેમિના પણ શાનદાર હોવો જોઇએ. જેથી તે મોડેક સુધી મુદ્રામાં બેસી અથવા ઉંઘી શકે.

કાર્ય માટે ઘણા જ ધીરજની જરૂર
આ કાર્ય માટે ઘણા જ ધીરજની જરૂર હતી અને આ પેંટિંગ દરમિયાના અનેકવાર કલાકારોની બૉડી પર પેઇન્ટ કરવું પડ્યું અને તેમને ઘણા લાંબા સમય સુધી મુખ્ય કલાકૃતિની રાહ જોવી પડી હતી.

18 કલાક એક જ અવસ્થામાં રહેવાનું હતું
આ પેઇન્ટિંગમાં સામેલ લોકોની સ્ટેમિના અને ધેર્યનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે, તેમણે 18 કલાક એક જ અવસ્થામાં રહેવાનું હતું, તેથી તેને એક કારનો લૂક આપી શકાય.

મોડેલને એક વ્યક્તિગત નંબરથી અંકિત કરવામાં આવ્યા
એમ્માએ સૌથી પહેલા એક પેપર પર આ ડિઝાઇન કરી હતી, જેમાં દરેક મોડેલને એક વ્યક્તિગત નંબરથી અંકિત કરવામાં આવ્યા હતા. જેતી ફર્શ પર બેસતી વખતે ક્રમાનુસાર તેમને સજાવી શકાય.

કલાકો સુધી અથાગ પ્રયાસ
કલાકો સુધી અથાગ પ્રયાસ બાદ એમ્માએ એ કરી દર્શાવ્યુ જે એક મિસાલ સાબિત થયુ હતું. જી હાં, આખરે એમ્માએ એક ક્રેશ કારની પેઇન્ટિંગ બનાવવામાં સફળતા મેળવી હતી.












Click it and Unblock the Notifications
