For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયના છાણ દ્વારા લીપી નાખી લાખો રૂપિયાની કાર, કારણ જાણી આશ્ચર્ય પામશો!

મે મહિનો અડધો પસાર થઈ ગયો છે અને સાથે સાથે ગરમી પણ ખૂબ વધી ગઈ છે. ભીષણ ગરમી અને લૂ ને કારણે, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સવારના 10 વાગ્યા પછી ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

|
Google Oneindia Gujarati News

મે મહિનો અડધો પસાર થઈ ગયો છે અને સાથે સાથે ગરમી પણ ખૂબ વધી ગઈ છે. ભીષણ ગરમી અને લૂ ને કારણે, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સવારના 10 વાગ્યા પછી ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. ગરમીથી બચવા માટે, લોકો વિવિધ પ્રકારનાં પ્રયોગો અજમાવી રહ્યા છે, પરંતુ આજકાલ, સોશિયલ મીડિયા પર પણ ગરમીથી બચવા માટે વિચિત્ર પ્રકારના ઉપાય વાયરલ થઇ રહ્યા છે. હકીકતમાં, ગુજરાતની રાજધાની, અમદાવાદમાં એક કારની માલકીને ગાડીને ઠંડી રાખવા માટે ગાયના છાણથી રંગી દીધી. સોશ્યલ મીડિયામાં ગાયના છાણથી લીપેલી આ કારના ફોટોગ્રાફ ખૂબ જ વાયરલ બની રહ્યા છે.

vehicle with cow dung

ફેસબુક પર શેર કર્યું

ફેસબુક વપરાશકર્તા રૂપેશ ગોરંગ દાસએ છાણથી રંગેલી કારના ફોટા પોસ્ટ કરતી વખતે લખ્યું, 'મેં અત્યાર સુધી ગાયના છાણનો આનાથી સાચો ઉપયોગ જોયો નથી. 45 ડિગ્રી સેલ્સિયસની ગરમીને સહન કરવા અને તમારા વાહનને ગરમ થવાથી બચાવવા માટે, સેજલ શાહે તેની કાર ગાયના છાણથી રંગી દીધી. તેમને જણાવ્યું કે સેજલ શાહ અમદાવાદમાં રહે છે '.

ફેસબુક પર લોકો પૂછી રહ્યા છે પ્રશ્નો

વાયરલ ફોટોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાર માલકીને તેની કારને છાણથી રંગી દીધી છે. લોકો આ પોસ્ટ પર પ્રશ્નો પૂછી રહ્યા છે કે છાણની દુર્ગંધથી બચવા કારની અંદર બેસેલા લોકો શું કરે છે. અન્ય એક વપરાશકર્તાએ પૂછ્યું કે કારને ઠંડી રાખવા માટે છાણના કેટલા સ્તરો લગાવવામાં આવે છે. આ ટોયોટા કોરોલા કાર મહારાષ્ટ્રમાં રમનિકલાલ શાહના નામથી ખરીદવામાં આવી છે.

સદીઓથી જમીનનું લીપણ કરવા માટે છાણનો ઉપયોગ થઇ રહ્યો છે

જણાવી દઈએ કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને ઠંડા રાખવા માટે ગાયના છાણથી લીપવામાં આવે છે. ગાયના છાણનો ઉપયોગ સેંકડો વર્ષોથી જમીનને લીપવા માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયના છાણને લીધે મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી. ગ્રામીણ ભારતમાં આ પ્રથા સામાન્ય છે. જમીનને સાફ કરવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

English summary
Car owner coats vehicle with cow dung to keep it cool
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X