For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીસીના ટચથી ફોર્ટ ઇકોસ્પોર્ટને મળ્યો નવો ‘અવતાર’

|
Google Oneindia Gujarati News

ડીસી એટલે કે દિલીપ છાબડિયા, આ નામથી મોટાભાગના લોકો પરીચિત હશે. જી હાં, પોતાની ખાસ ટેક્નિક અને ડિઝાઇનની મદદથી તેઓ કોઇ પણ કારને એક નવો અને તદ્દન અલગ લુક આપવા માટે જાણીતા છે, અન્ય કારથી અલગ નવો લુક આપવા માટે જાણીતી આ કાર ડિઝાઇન કંપની ડીસીએ પોતાના કાર્યોની યાદીમાં વધુ એક નામ જોડી દીધું છે. આ વખતે ડીસીએ ફોર્ડની તાજેતરમાં રજૂ કરવામાં આવેલી એસયુવી ઇકોસ્પોર્ટને પોતાના રંગમાં રંગીને નવો અવતાર આપ્યો છે.

ફોર્ડ ઇકોસ્પોર્ટને ડીસીએ નવો શાનદાર લુક આપ્યો છે. આ નવી ડિઝાઇનમાં ડીસીએ ઇકોસ્પોર્ટમાં બહાર કોઇ ખાસ ફેરબદલ કર્યા નથી, પરંતુ અંદર આ એસયુવીની સકલ બદલી નાંખી છે. જેની કદાચ તમે એક ઇકોસ્પોર્ટ માટે કલ્પના પણ નથી કરી શકતા. તો ચાલો તસવીરો થકી જોઇએ, ડીસીએ આ ઇકોસ્પોર્ટને કેવી રીતે બનાવી છે ખાસ.

નવી શાનદાર કસ્ટમ ગ્રીલ

નવી શાનદાર કસ્ટમ ગ્રીલ

ડીસીએ ઇકોસ્પોર્ટના ફ્રન્ટ એટલે કે આગળના ભાગે પણ નવો લુક આપ્યો છે, નવી શાનદાર કસ્ટમ ગ્રીલ આ એસયુવીને વધુ આકર્ષક બનાવી દે છે. આ નવી ગ્રીલ માત્ર એસયુવીના ફંક્શન નથી બદલતી પરંતુ તેના લુકને પણ બદલીને રાખી દે છે.

બમ્પર અને હેડલેમ્પમાં બદલાવ

બમ્પર અને હેડલેમ્પમાં બદલાવ

આ ઉપરાંત નવી ઇકોસ્પોર્ટમાં ડીસીના માઉન્ટેડ હેડલેમ્પનો પ્રયોગ કરવામાં આવ્યોછે, જેને ડ્યુલ પ્રોજેક્ટર યુનિટથી સંચાલિત કરવામાં આવે છે. ત્યારબાદ બમ્પર ઉપર લગાવવામાં આવ્યો છે, જે સામેથી જોઇએ તો એસયુવીને ઘણો જ શાનદાર લુક પ્રદાન કરે છે.

ડાર્ગ ગ્રે રંગના પેઇન્ટનો ઉપયોગ

ડાર્ગ ગ્રે રંગના પેઇન્ટનો ઉપયોગ

હેડલેમ્પમાં નવા સ્પોર્ટ એલઇડી લાઇટ્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત એક્સટીરિયરમાં ડાર્ગ ગ્રે રંગના પેઇન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તમને યાદ અપાવી દઇએ કે આ પ્રકારના પેઇન્ટનો ઉપયોગ ડીસીએ રેનોની ડસ્ટર એસયુવીમાં પણ કર્યો હતો.

ઇન્ટીરિયરમાં ખાસ લુક

ઇન્ટીરિયરમાં ખાસ લુક

જ્યાં એક તરફ ઇકોસ્પોર્ટના એક્સટીરિયરને શાનદાર બનાવવામાં આવ્યું છે, તો બીજી તરફ ઇન્ટીરિયરને પણ ઘણો જ ખાસ લુક આપવામાં આવ્યો છે. બીજ કલરને લેધર કવર સીટ, ડેશબોર્ડ અને દરવાજાથી સજાવવામાં આવ્યા છે.

પાછલી સીટમાં શાનદાર ફીચર્સ

પાછલી સીટમાં શાનદાર ફીચર્સ

ડીસીએ પોતાની અન્ય કાર્સની જેમ ઇકોસ્પોર્ટની પાછલી સીટમાં શાનદાર ફીચર્સ આપ્યા છે. સામેની સીટને તમે સંપૂર્ણ રીતે ફોલ્ડ કરી શકો છો, જે તમને આરામદાયક સફરની અનુભૂતિ કરાવે છે.

મનોરંજનના સંશાધનો પર ખાસ ધ્યાન

મનોરંજનના સંશાધનો પર ખાસ ધ્યાન

નવી ઇકોસ્પોર્ટમાં ડીસીએ તમારા સફરને વધુ શાનદાર બનાવવા માટે મનોરંજનના સંશાધનો પર ખાસ ધ્યાન રાખ્યું છે. જી હાં, કારની અંદર સીટની પાછળના ભાગમાં એલસીડી ડિસપ્લે સિસ્ટમનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.

સ્ટાન્ડર્ડ સિંક સિસ્ટમમાં બદલાવ

સ્ટાન્ડર્ડ સિંક સિસ્ટમમાં બદલાવ

આ ઉપરાંત ફોર્ડ ઇકોસ્પોર્ટના સ્ટાન્ડર્ડ સિંક સિસ્ટમને ડીસીએ બદલી નાંખ્યા છે. તેના સ્થાને સિંક સિસ્ટમને અનેક ચરણોમાં વિભાજિત કરી ઉપયોગમાં લીધા છે. જો કે, આ અંગે અધિકૃત રીતે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

માઉન્ટેડ લાઇટિંગ અને ફ્રન્ટ આર્મરેસ્ટનો પ્રયોગ

માઉન્ટેડ લાઇટિંગ અને ફ્રન્ટ આર્મરેસ્ટનો પ્રયોગ

તમને જણાવી દઇએ કે ઇન્ટીરિયરમાં રુફ માઉન્ટેડ લાઇટિંગ અને ફ્રન્ટ આર્મરેસ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કારની અંદરની સજાવટ અને ફીચરને ચાર ચાંદ લગાવી દે છે.

ભાગ્યેજ કોઇ કરી શકે છે ડીસીની ડિઝાઇનને નજર અંદાજ

ભાગ્યેજ કોઇ કરી શકે છે ડીસીની ડિઝાઇનને નજર અંદાજ

ડીસીની ડિઝાઇનને કોઇ નજર અંદાજ કરે એવું થવાની સંભાવના ઘણી ઓછી છે.

English summary
Another new vehicle and another chance for India's best known vehicle customization house to modify. This time, DC Design has taken the hugely popular Ford EcoSport and given it makeover that's typical to DC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X