For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયએ બનાવી ગોલ્ડન બાઇક

|
Google Oneindia Gujarati News

આપણે અનેકવાર ઓટો મેન્યુફેક્ચરર્સ દ્વારા બનાવવામાં આવેલા બાઇક અને કારના સ્પેશિયલ ડિસપ્લે મોડલ્સ કે જેને મેટલ્સ અથવા તો જવલ્લેજ જોવા મળતા પથ્થરોથી જડીને બનાવવામાં આવેલા જોવા મળતા હોય છે, પરંતુ આખી બાઇક કે કાર ગોલ્ડમાંથી બનાવવામાં આવેલી હોય એવું ભાગ્યેજ જોવા મળતું હશે. આવી જ એક બાઇક તાજેતારમાં જોવા મળી છે, જેને ગોલ્ડ અને અન્ય મેટલની વસ્તુઓ વેંચી ડિઆ જ્વેલ્સ દ્વારા બનાવવામાં આવી છે, ડિઆ જ્વેલ્સના માલિકિ રિદ્ધિસિદ્ધિ બુલિયન લિમિટેડ છે.

રિદ્ધિસિદ્ધિ બુલિયન લિમિટેડ ભારતની લીડિંગ બુલિયન હોલસેલર અને ટ્રેડિંગ કંપનીઓમાંની એક છે જે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન સાથે જોડાયેલી છે. તેમજ તેને કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા એક્સિમ પોલીસી હેઠળ પ્રિમીયર ટ્રેડિંગ હાઉસનું સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું છે. રિદ્ધિસિદ્ધિની જ કંપની ડિઆ જ્વેલ્સ દ્વારા એક બાઇક તૈયાર કરવામાં આવી છે જે ગોલ્ડમાંથી બનાવવામાં આવેલી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ આ ગોલ્ડન બાઇક.

વિન્ટેઝ ડિઝાઇન

વિન્ટેઝ ડિઝાઇન

બાઇકની વિન્ટેઝ ડિઝાઇનને ડિઝાઇનર અને ચાર સોનાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં છ મહિના લાગ્યા હતા.

કીમતી ધાતુ

કીમતી ધાતુ

આ બાઇકને મુખ્ય રીતે ઉચ્ચકક્ષાનો ગ્રેડ ધરાવતા ચાંદી(999)માંથી બનાવવામાં આવી છે, બાઇકમાં 40 કિલો ચાંદી વપરાયું છે, તેમજ બાઇકે ગોલ્ડ પ્લેટિંગથી કવર કરવામાં આવી છે.

બાઇકના વ્હીલ

બાઇકના વ્હીલ

બાઇકના વ્હીલમાં ડાઇમન્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વ્હીલથી બમ્પરઃ- 31 ઇંચ
જાડાઈઃ- 18 ઇંચ
હાઇટઃ- 30 ઇંચ
વજનઃ- 35 કેજી

કિંમત

કિંમત

આ ગોલ્ડન બાઇક અંગેની કિંમત હજુ બહાર પાડવામાં આવી નથી. ડિઆ જ્વેલ્સનું કહેવું છે કે, આ એક પ્રોમોશ્નલ પ્રોડક્ટ છે, તેથી તેની કિંમત નક્કી કરાઇ નથી. આ અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પ્રકારની બાઇક હજુ સુધી ભારતીય બજારમાં બની નથી. જ્યારે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેનો એકપણ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો નહતો. આ મોડલ વેંચાણ અર્થે નથી અને તેથી તેનું માર્કેટિંગ કરવામાં આવ્યું નથી અને કોઇ કિંમત આંકવામાં આવી નથી.

English summary
We have seen auto manufacturers commission special display models of motorcycles and cars made from precious metals and rare stones, but this particular golden bike has been commissioned by the seller of a gold and other precious metals, Dia Jewels, which is owned by Riddisiddhi Bullion limited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X