માર્કેટમાં ધાક જમાવવા હીરો લોન્ચ કરશે પાંચ નવા મોડલ

Posted By: Super
Subscribe to Oneindia News

ભારતીય ઓટો બજારમાં ખાસ કરીને બાઇક અને સ્કૂટર જેવા ટૂ વ્હીલર બજારમાં જોરદાર પ્રતિસ્પર્ધા છે. જેના કારણે દરેક વાહન નિર્માતા કંપની દ્વારા સતત નવા મોડલ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. ઓટો એક્સપો 2014 પૂર્વે હીરો મોટરકોર્પ દ્વારા ફૂલફેઝમાં પોતાના પાંચ નવા મોડલની માહિતી જાહેર કરી કરી દીધી છે. આ માત્ર કોઇ રીફ્રેશ્ડ મોડલ નથી પરંતુ બ્રાન્ડ ન્યુ મોડલ્સ છે, જેમાં કેટલાક કોન્સેપ્ટ મોડલ્સ પણ છે.

હીરો દ્વારા જે નવા મોડલ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે, તેમાં હીરો એક્સટ્રીમ સ્પોર્ટ્સ, દશ સ્કૂટર, લીપ ઇલેક્ટ્રીક સ્કૂટર, HX250R સ્પોર્ટ બાઇક અને સૌથી મહત્વનું મોડલ છે આરએનટી કોન્સેપ્ટ જે ડીઝલ એન્જીનવાળું છે. હીરો મોટરકોર્પના એમડી અને સીઇઓ પવન મુંજલ દ્વારા આ પાંચેય નવા મોડલને દિલ્હીમાં લોન્ચ કર્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ આ મોડલ્સ અંગે.

હીરો એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ

હીરો એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ

હીરોની આ બાઇક 150 સીસી એન્જીન ધરાવે છે અને 15.2 એચપી જનરેટ કરે છે. આ બાઇકની ડીઝાઇન ઘણી આકર્ષક છે.

હીરો દશ

હીરો દશ

હીર દશ એ 110 સીસીનું સ્કૂટર છે, જે હોન્ડા એક્ટિવા, ટીવીએસ વિગો, જ્યુપીટર જેવું છે. આ સ્કૂટરનું એન્જીન 111 સીસીનું છે જે 8.5 એચપી જનરેટ કરે છે. જેમાં 6 લીટરની ઇંધણ ટાંકી આપવામાં આવી છે.

હીરો લીપ

હીરો લીપ

હીરો લીપ કોન્સેપ્ટને 2012 ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હીરો લીપમાં લિથયમ આઇઓન બેટરી થકી પાવર પહોંચાડવામાં આવે છે, જે ઇલેક્ટ્રીક ટ્રાક્શન મોટરને રન કરે છે. તેમજ ઇલેક્ટ્રિસિટી જનરેટર છે, જે 124 સીસી એન્જીનથી રન થાય છે અને 11 બીએચપીનું ઉત્પાદન કરે છે. આ હાઇબ્રીડ સ્કૂટરની વધુ સ્પીડ 100 કિ.મી પ્રતિ કલાક છે. તેમાં 3 લીટરની ઇંધણ ટાંકી આપવામાં આવી છે, જો કે હીરો દ્વારા હજું સુધી તેની રેન્જ અંગે કંઇ જણાવવામાં આવ્યું નથી.

હીરો HX250R

હીરો HX250R

આ બાઇકમાં 249 સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે છ સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. આ એન્જીન 31પીએસ પાવર જનરેટ કરે છે અને તેનું વજન માત્ર 139 કેજી છે. આ બાઇક 3 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેમજ આ બાઇકમાં 12.9 લીટરની ઇંધણ ટાંકી આપવામાં આવી છે.

હીરો આરએનટી કોન્સેપ્ટ

હીરો આરએનટી કોન્સેપ્ટ

હીરો આરએનટી એ 150 સીસી કોન્સેપ્ટ મોટરસાઇકલ છે. આ આરએનટી કોન્સેપ્ટ એ હાઇબ્રીડ છે, જે ડીઝલ ઇંધણ પર ચાલે છે, જેમાં આગળના વ્હીલમાં ઇલેક્ટ્રીક મોટર્સ હશે જે બન્ને વ્હીલનું વહન કરશે. આ બાઇકમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન છે.

English summary
Hero MotoCorp is in a full on assault mode as it revealed five new models ahead of the Auto Expo 2014. These are not just refreshed model we are talking about, but brand new models of a wide variety including a concept model.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.