For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા ભારતમાં CBR300Rને લોન્ચ કરી કરશે ધમાકો

|
Google Oneindia Gujarati News

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ પહેલી પોસાય તેવી ક્વાર્ટર લિટર મોટરસાઇકલ રજૂ કરી છે. CBR250R નામની આ બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચિંગ બાદ જાપાનીઝ બાઇક નિર્માણ કરતી કંપનીએ આ બાઇકમાં કોઇપણ પ્રકારના ફેરબદલ કર્યા નહોતા. તે માત્ર આ બાઇક અંગેના વિવિધ પ્રકારના સ્કેચ જ પ્રદર્શિત કરતી હતી.

જાનાપીઝ ઓટોમોબાઇલ કંપની પોતાની ક્વાર્ટર લિટર બાઇકના વેચાણને લઇને સંઘર્ષ કરી રહી હતી, જોકે પોતાની આ નવી પ્રોડક્ટથી કંપનીને આશા છેકે તે તેની પ્રતિસ્પર્ધી કંપનીઓને આ સેગ્મેન્ટમાં કટ્ટર સ્પર્ધા આપી શકશે. હવે કંપની પોતાની નવી અને વધુ શક્તિશાળી CBR300Rને લોન્ચ કરી રહી છે, જે મોટાભાગના માર્કેટમાં CBR250Rને રિપ્લેસ કરશે. આ નવી બાઇક 2014નાં અંત ભાગ સુધીમાં બજારમાં લોન્ચ કરી દેવામાં આવશે.

CBR300Rએ હોન્ડાની સ્પોર્ટ બાઇક છે, જેમાં 286 સીસી સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. 4 સ્ટ્રોક લિકિડ કૂલ્ટ એન્જીન છે જે 27 એનએમ પીક ટાર્ક અને 29 બીએચપી પ્રોડ્યુસ કરે છે. જેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે. તો ચાલો આ બાઇક અંગે તસવીરો થકી વધુ જાણીએ.

CBR250R જેવી નથી CBR300R

CBR250R જેવી નથી CBR300R

CBR300Rએ દેખાવે CBR250Rને મળતી આવતી નથી. નવી બાઇકમાં કરવામાં આવેલા પરિવર્તન અંગે વાત કરીએ તો તેની ફ્રન્ટ હેડલાઇટમાં બદલાવ છે, જેને સ્પોર્ટ ડ્યુએલ હેન્ડલેમ્પ સાથે રિપ્લેસ કરવામાં આવી છે. અન્ય બદલાવની વાત કરવામાં આવે તો જૂની બાઇકની સરખામણીએ આ નવીમાં બેઠક વ્યવસ્થાને ઘણી જ સૃદૃઢ કરવામાં આવી છે.

CBR300Rની કિંમત

CBR300Rની કિંમત

એવી આશા રાખવામાં આવી રહી છેકે હોન્ડા તેની નવી CBR300Rને ભારતીય લોકોને આકર્ષવા માટે સ્ટાન્ડર્ડ વર્ઝનને 2,80,000 રૂપિયામાં જ્યારે 2,80,000 એબીએસ મોડલને 3,20,000 રૂપિયામાં લોન્ચ કરશે. વર્ષના અંત સુધીમાં ભારતમાં આ બાઇકને લોન્ચ કરતા પહેલા તેને ડેવલોપ્ડ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

CBR300Rને કપરો પડકાર

CBR300Rને કપરો પડકાર

જ્યારે CBR300Rને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેને કેટલીક સમકક્ષ બાઇક તરફથી કપરો પડકાર મળવાનો છે, જેમાં KTM RC390, યામાહા R25, હ્યોસંગ GD250N તથા હાલ માર્કેટમાં લોન્ચ કરાયેલી ઇનાઝુમા અને કાવાસાકીની નિંઝા 300 છે.

ગ્રાહકોને મળશે અન્ય એક ઓપ્શન

ગ્રાહકોને મળશે અન્ય એક ઓપ્શન

હોન્ડા એક સ્થાપિત નામ છે અને ખરીદદારો તેના દ્વારા બાઇકમાં આપવામાં આવતી વિશ્વસનિયતાને પ્રેમ કરે છે. આ એક સારો અવસર હશે કે ખરીદદારોને બાઇક ખરીદતી વખતે હોન્ડા તરીકે અન્ય એક ઓપ્શન પણ મળી રહેશે.

English summary
Honda Motorcycle and Scooter India has been the first to offer an affordable quarter litre motorcycle. The CBR250R has been in India for a while now and the Japanese manufacturer has not updated the bike since its launch. They have been introducing various paint schemes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X