For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસપ્રદઃ કંઇક આ રીતે જન્મ્યો હતો મોટરસાઇકલ હેલમેટનો વિચાર

|
Google Oneindia Gujarati News

બાઇક રાઇડિંગ કરતી વખતે હેલમેટ પહેરવું જરૂરી છે, એ વાતથી આપણે બધા જ માહિતગાર છીએ, તેમજ હવે તો ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ થતી વિવિધ બ્રાન્ડની બાઇક ડિલરશીપ ધરાવનારાઓ પણ ક્યારેક હેલમેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટે બાઇક સાથે હેલમેટ ફ્રી આપે છે. તેમ છતાં આપણે હેલમેટ પહેરવાનું ટાળીએ છીએ. હેલમેટ પહેરવું ફરજીયાત કરવા સરકારે કાયદો પણ બનાવ્યો છે, છતાં આપણે તેને અવગણી રહ્યાં છીએ. પરંતુ હેલમેટ આપણી સુરક્ષા માટે ઘણું મહત્વનું છે અને જ્યારે પણ તમે બાઇક રાઇડ કરો ત્યારે તેને પહેરો એ જરૂરી છે.

આજે અમે અહીં હેલમેટ સાથે જોડાયેલા રસપ્રદ ઇતિહાસ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં કઇ રીતે હેલમેટનો જન્મ થયો અને કેવી રીતે તે દિન પ્રતિદિન પહેલા કરતા વધુ અસરકારક બનતું ગયું. તો ચાલો એ અંગેની માહિતી પર નજર ફેરવીએ

interesting-history-of-Motorcycle-Helmets
મોટરસાઇકલ હેલમેટનો ઇતિહાસ
બાઇક ચલાવતી વખતે હેલમેટને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને એ વાતમાં જરા પણ શંકા નથી કે હેલમેટના કારણે અનેક લોકોનો જીવ બચ્યો છે. જોકે હેલમેટ ટેક્નોલોજીનો જન્મ ઘણા વર્ષો પહેલા થયો હતો. પરંતુ તે સમયે હેલમેટને આજના સમય જેટલું વધારે સુરક્ષિત માનવામાં આવતું નહોતું. જોકે સમય જતાં કાયદાઓ બનતા ગયા અને તેમાં રાઇડર સેફ્ટી માટે હેલમેટની ભૂમિકાને મહત્વ મળતું ગયું.

આ રીતે થયો હેલમેટનો જન્મ
ટીઇ લોરેન્સ ઘણા જણીતા બ્રિટિશ સૈનિક હતા જેમણે પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. તેમની મિલેટ્રી કારકિર્દી અને જીવન પર આજે પણ સંશોધન થાય છે. તેમના જીવનને લઇને એક ફિલ્મ 1962માં બનાવવામાં આવી હતી, લોરેન્સ ઓફ એરબિયા. લોરેન્સનું મૃત્યુ 46 વર્ષની વયે મોટરબાઇક ક્રેશિંગ દરમિયાન થયું હતું. તેમને માથાના ભાગે ઇજા થઇ હતી. તેમના મોતથી ડો. હ્યુજ ક્રેઇન્સ ઘણા જ દુઃખી થયા હતા અને તેમણે મોટરસાઇકલ ક્રેશિંગ દરમિયાન માથાને સુરક્ષિત રાખવા પર રિસર્ચ શરૂ કરી દીધું હતું.(તસવીર સૌજન્યઃ વિકીપીડિયા)

હેલમેટની ઉત્ક્રાંતિ
અન્ય એક વ્યક્તિએ પણ મોટરસાઇકલ હેલમેટનો વિચાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયાના પ્રોફેસર સીએફ લોમ્બાર્ડે હેલમેટને ડેવલોપ કર્યું હતું, પરંતુ તે એટલું અસરકારક રહ્યું નહોતું બાદમાં તેના પર વર્ષો સુધી સંશોધન ચાલ્યુ કે હેલમેટ બનાવવા માટે કેવા પ્રકારની ડિઝાઇન અને મટેરિયલ્સની જરૂર રહેશે. પહેલા જે હેલમેટ બનાવવામાં આવતા તે માત્ર એક જ વખત માથાની સુરક્ષા કરી શકતા હતા, પરંતુ ધીરે ધીરે તેને વજનમાં હળવા અને કોઇપણ પ્રકારનો માર સહન કરી શકે તેવા બનાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જેથી રાઇડરનું જીવન બચી શકે અને તે સહેલાયથી હેલમેટને પહેરી શકે.

હેલમેટના કાયદાનો ઇતિહાસ
60ના દશકામાં હેલમેટના ઉપયોગને અસરકારક અને સુરક્ષા સંબંધિત બનાવવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. હેલમેટ પહેરવાના સંદર્ભમાં અમેરિકા દ્વારા ઉપયુક્ત પગલા ભરવામાં આવ્યા અને 1966માં હાઇવે સેફ્ટી એક્ટ પાસ કરવામાં આવ્યો. અને બાદમાં હેલમેટની ગુણવત્તા સંદર્ભે પણ કામ કરવામાં આવ્યું. ત્યારબાદ ભારત સહિત અનેક દેશોમાં હેલમેટને લઇને કાયદાઓ બનવા લાગ્યા.

English summary
interesting history of Motorcycle Helmets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X