For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમાંચક સફરઃ શા માટે આવી કારને કહેવાય છે લોરાઇડર?

|
Google Oneindia Gujarati News

કેટલાક લોકો માટે કાર માત્ર યાતાયાત કરવા જેટલું મહત્વ નથી ધરાવતી હતી, પરંતુ જીવનનો હિસ્સો હોય છે. વિશ્વભરથી લઇને અમેરિકા સુધી એક ખાસ પ્રકારની કારને ‘લોરાઇડર' કહેવામાં આવે છે. શું તમે એ અંગે સાંભળ્યું છે, જો નહીં તો અમે સૌથી પહેલા તમને આ અંગે જાણકારી આપી દઇએ. ‘લોરાઇડર' એ કાર હોય છે, જેની ઉંચાઇ સામાન્ય કાર કરતા નીચી હોય છે. તેના વ્હીલનો વ્યાસ ઓછો હોય છે અને સાથે જ તેને સ્ટોક અને સસ્પેન્શનમાં સંશોધન કરવામાં આવે છે. આ ટર્મ કારના ડ્રાઇવર માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

અમેરિકામાં 1940ના દશકાથી લોકો પોતાની કાર્સની ઉંચાઇ ઓછી કરાવતા આવે છે. આ કામ ‘હૉટ રોડ' મોડિફિકેશનના ક્રેઝના દોરથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ લોરાઇડર્સની લોકપ્રિયતા 1960ના દશકાના અંતિમ વર્ષો અને 1970ના પ્રારંભિક વર્ષોમાં મળી. આજે લોરાઇડર્સ ડાન્સ અને શહેરી કલ્ચરનો મહત્વનો ભાગ છે. તમે તેના ઉદાહરણ આ મ્યૂઝિક વીડિયોમાં પણ જોઇ શકો છો, તો ચાલો તસવીરો થકી જાણીએ લોરાઇડર્સના રોમાંચક સફર અંગે.

લોરાઇડર્સનો રોમાંચક સફર

લોરાઇડર્સનો રોમાંચક સફર

લોરાઇડર્સના રોમાંચક સફર અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

લોરાઇડર્સ, અંગે રસપ્રદ વાત

લોરાઇડર્સ, અંગે રસપ્રદ વાત

લોરાઇડર્સ અંગે સૌથી રસપ્રદ વાત એ છેકે તેને જમીન પરથી અથવા તો બે વ્હીલ પર હવામાં ઉડાવી શકાય છે. આ કાર્સમાં સ્પ્રિંગ અને શૉક અથવા તો એરબેગ્સ અથવા પ્રતિષ્ઠિત હાઇડ્રોલિક્સ સિસ્ટમને બદલવામાં આવે છે. બેગ્સમાં હવા ભરીને અથવા કાઢીને કારની ઉંચાઇ સેટ કરવામાં આવે છે. હાઇડ્રોલિક્સ સિસ્ટમ થકી બસ બટન સ્વિચ કરવાથી ‘હૉપ' અને ‘ડૉન્સ' કરાવી શકાય છે.

હાઇડ્રોલિક્સ સિસ્ટમની કાર્યપ્રણાલી

હાઇડ્રોલિક્સ સિસ્ટમની કાર્યપ્રણાલી

જો તમે હાઇડ્રોલિક્સ સિસ્ટમની કાર્યપ્રણાલીથી વાકેફ નથી, તો તમારા માટે જાણવું રોચક હશે કે આખરે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. કારને સંશોધિત કરતા હાઇડ્રોલિકને ક્રિયાન્વિત કરનારા અથવા એક એવી થેલીનો ઉપયોગ કરે છે, જે ઝડપથી ભરાય જાય છે. આ બ્લેડરને એક કંપ્રેસર સાથે જોડવામાં આવે છે, જે બ્લેડરમાં ઘણી ઝડપથી તરલ પદાર્થ ભરી દે છે. જેનાથી તે ઘણી ઝડપથી ફેલાય જાય છે. આટલી ઝડપથી ફેલાવવાના કારણે તે પોતાની આસપાસના સંસ્પેન્શનને ઘણી ઝડપથી ધકેલે છે. તેનાથી કાર ઘૂમવા અને નાચવા લાગે છે.

લોરાઇડર્સની હૉપિંગ

લોરાઇડર્સની હૉપિંગ

લોરાઇડર્સની હૉપિંગ પણ આપણે કૂદીએ તે પ્રકારની હોય છે. આપણા પગ નીચે જમીન તરફ જોર લગાવે છે અને જમીન સ્થિર હોય છે, તેથી તે તમને ઉપરની તરફ મોકલે છે અને જેવું બળ સમાપ્ત થાય છે, તમે નીચે તરફ આવી જાઓ છો.

હાઇડ્રોલિક એક્ટ્યૂએટર

હાઇડ્રોલિક એક્ટ્યૂએટર

હાઇડ્રોલિક એક્ટ્યૂએટરને કામ કરવા માટે ઘણા બળની જરૂરની જરૂર રહે છે. તો કાર અથવા ટ્રકને ચલાવવા માટે તેમના બૂટને અનેક કાર બેટરીઓથી ભરી દેવામાં આવે છે. તેનાથી કાર ઘણી જ ભારે થઇ જાય છે, પરંતુ આ કારને ઝડપ માટે બનાવવા આવતી નથી. આ કાર્સ ઝડપી ભાગતી નથી, ના તો રફતારના કોઇ કીર્તિમાન બનાવે છે અને ના તો કાર્સને પર્વતો પર ચઢવાની કોઇ પ્રતિયોગિતા જીતવા માટે બનાવવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી સ્ટાઇલ સ્ટેટમેન્ટની વાત છે, તો આ મામલે આ કાર ઘણી ટોચ પર જોવા મળે છે.

સૌથી વધારે લોકપ્રિય

સૌથી વધારે લોકપ્રિય

આજે અનેક કાર્સને લોરાઇડર્સના રૂપમાં સંશોધિત કરવામાં આવી રહી છે, તેમાં સૌથી વધારે લોકપ્રિય 1960ના દશકાની શેવરોલે ઇમ્પાલા, 70 અને 80ના દશકાની શેવરોલે મોંટે કાર્લોસ, બ્યૂક રીગલ, ઓલ્ડ્સમોબાઇલ કટ્લસ સુપ્રીમ અને ત્યાં સુધી શેવરોલે એલ કેમીનો જેવા ટ્રકોને પણ સંશોધિત કરવામાં આવી રહ્યાં છે. આ કાર્સને ઘણી નાટ્યાત્મક રીતે સંશોધિત કરવામાં આવી રહી છે. જેમાં શાનદાર પેઇન્ટ જોબ, વિસ્તૃત રિમ અને ઘણા દમદાર સ્ટીરિયોનો ઉપયોગ કરવામા આવે છે. જેથી કાર પોતાની ઘૂન પર નાચી શકે.

ઉછળતી કાર જોવી ઘણી રોચક

ઉછળતી કાર જોવી ઘણી રોચક

લોરાઇડર્સ અમેરિકામા આખુ વર્ષ જોવા મળે છે. જેમાંની કેટલીક તો જાણીતી ડાન્સ પ્રતિયોગિતાઓમાં પણ જોવા મળી ચૂકી છે. આ કાર્સને અમુક ફૂટ સુધી ઉછળતી જોવી અથવા તો આમથી તેમ કૂદકા મારતી જોવી ઘણી રોચક છે. આ પ્રદર્શન દરમિયાન, કાર્સના માલિક સુરક્ષાના હિસાબે આ કાર્સને રિમોટ કંટ્રોલના સહારે ચલાવે છે. નહીંતર ઇજા થવાનું જોખમ પણ રહે છે.

વીડિયોમાં જૂઓ આખી કહાણી

જો તમે એક લોરાઇડર છો, તો તમારે ઝડપી જવાની જરૂર નથી. તમારે ધીરે ચાલવાની જરૂર છે, કારણ કે દરેક લોકો તમને જોવા માગે છે. એ માટે તમે આ વીડિયોને જોઇ શકો છો. લોરાઇડર્સ બાય વોર. આ એક શાનદાર વીડિયો છે, જેમાં સભ્યતા સાથે સાધારણ શબ્દ અને શાનદાર મ્યૂઝીક છે.

ક્યારે આવશે ભારતમાં આ કલ્ચર

ક્યારે આવશે ભારતમાં આ કલ્ચર

જોકે એવું લાગી રહ્યું નથી કે આ કલ્ચર પણ ભારતમાં પહોંચશે. કારણ કે આપણી પાસે મોંઘી અમેરિકન શાનદાર ગાડીઓ નથી અને રસ્તાઓ નથી. કોને ખબર, કે ક્યારેક કોન્ટેસા અથવા એમ્બેસેડર પણ એક લોરાઇડર્સમાં બદલાઇ જશે, પરંતુ ક્યારેક એક એમ્બેસેડરને નીચે સંસ્પેન્શન અને ફેન્સી રિમ્સ સાથે ભારતીય રસ્તાઓ પર હિપ હોય કરતી જોઇ શકીશું. શું વીચારી રહ્યા છો, આવું થશે કે નહીં.

English summary
Read our lowrider feature for info on lowrider culture. Modified lowriders with lowered suspension are popular in hip hop culture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X