મહિન્દ્રા લોન્ચ કરશે ચાર નવા ટૂ વ્હીલર્સ
ભારતીય વાહન નિર્માતા કંપની અને મોટો3 ચેમ્પિયનશિપમાં પ્રવેશ કરનારી મહિન્દ્રાએ ભવિષ્ય તરફ ડગ માંડ્યું છે. તેણે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં ચાર નવી બાઇક લોન્ચ કરવાની યોજના બનાવી છે. મહિન્દ્રા પોતાના તદ્દન નવા સ્કૂટર અને બાઇક લોન્ચ કરશે એ પણ તેના મોડલ્સમાં ફેસલિફ્ટ સાથે હશે.
એ વાત પણ પાકી છેકે મહિન્દ્રા આ વર્ષે જ પોતાની બહુપ્રતિક્ષિત મોજોને લોન્ચ કરવાની છે. તેમજ આગામી છ મહિનાની અંદર આ ભારતીય વાહન નિર્માતા કંપની પોતાના એક્સપૉર્ટમાં પણ વધારો કરવાની છે. તેમજ 2014માં ચાર નવા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ કરવાની કંપનીની યોજના છે.

ભારતીય વાહન નિર્માતા કંપનીએ દિલ્હી ખાતે યોજાયેલા 2014 ઓટો એકસ્પો દરમિયાન પોતાના કેટલાક નવા મોટરસાઇકલને પ્રદર્શિત કર્યા હતા. જેમાં જેનું પ્રોડક્શન પૂર્ણતાના આરે છે તે મોજો ઉપરાંત કેટલાક સ્કૂટર્સ પણ હતા. તેમની યોજના 2014માં પોતાના વાહનોની સંખ્યા વધારવાની છે.

ભારતીય વાહન નિર્માતા કંપની અનુસાર સ્થાનિક લેવલે તેમના વેચાણમાં 83 ટકાનો વધારો થયો છે. મહિન્દ્રા દર મહિને અંદાજે 1000 જેટલા વાહનોને એક્સપૉર્ટ કરે છે. જેને લઇને કંપની પોતાની બ્રાન્ડને વધુ આકર્ષક બનાવવા માગી રહી છે.












Click it and Unblock the Notifications
