For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિલાએ કરી હતી વિન્ડશિલ્ડ વાઇપરની શોધ, જાણો તેની પાછળની કહાની

એક મહિલાએ કરી હતી વિન્ડશિલ્ડ વાઇપરની શોધ, જાણો તેની પાછળની કહાની

|
Google Oneindia Gujarati News

કારની શોધ ઘણા સમય પહેલા જ થઇ ગઈ હતી, પરંતુ કારના વિન્ડશિલ્ડમાં લાગેલા વાઇપરની બહુ પાછળથી થઈ હતી. એવું કહેવાય છે કે જરૂરિયાત એ શોધની જનની છે. કંઈક આવી જ રીતે છે વિન્ડશિલ્ડ વાઇપરના શોધકની કહાની. ચાલો જાણીએ કે કારમાં વિન્ડશિલ્ડ વાઇપર કેવી રીતે આવ્યું.

વિન્ડશિલ્ડ વાઇપરની શોધ મેરી એન્ડરસન નામની મહિલાએ 1902 માં કરી હતી. તે જ વર્ષે મેરી કેટલાક કામ માટે બર્મિંઘમથી ન્યુયોર્ક સિટી જઈ રહી હતી. તે પોતાની કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને હિમવર્ષા થવા લાગી.

મેરી એન્ડરસને શોધ કરી

મેરી એન્ડરસને શોધ કરી

જ્યારે હિમવર્ષા વધુ થવા લાગી, ત્યારે બરફ વિન્ડશિલ્ડ પર જમવા લાગ્યો અને ડ્રાઇવરને રસ્તો જોવામાં મુશ્કેલી પડવા લાગી. મુસાફરી દરમિયાન ડ્રાઇવર વારંવાર કારમાંથી ઉતરીને વિન્ડશિલ્ડ સાફ કરી રહ્યો હતો.

મોડી પહોંચતાં નિરાશા સાંપડી

મોડી પહોંચતાં નિરાશા સાંપડી

બરફ સતત પડી રહ્યો હતો, જેના કારણે ઘણીવાર વિન્ડશિલ્ડ પરથી બરફ હટાવ્યા પછી પણ ફરીથી જામી જતો હતો. આ સમસ્યાને કારણે મેરી એન્ડરસન તેમના લક્ષ્ય સ્થાન પર મોડી પહોંચી જેના કારણે તે બહુ નિરાશ થઈ.

સમાધાનનો વિચાર કર્યો

સમાધાનનો વિચાર કર્યો

આ ઘટનાથી ત્રસ્ત, મેરીએ કોઈ સમાધાનનો વિચાર કર્યો. મેરીએ વિચાર્યું કે જો વિન્ડશિલ્ડ પર બ્લેડ જેવું કંઈક હોતું કે જે આપમેળે બરફ હટાવી નાખતી, તો ડ્રાઇવરને બહાર જવું ન પડતું.

વાઇપરનું સ્કેચ તૈયાર કર્યું

વાઇપરનું સ્કેચ તૈયાર કર્યું

બર્મિંઘમ પાછા ફર્યા પછી મેરીએ વાઇપરનું સ્કેચ તૈયાર કર્યું અને પેટેન્ટ ઓફિસને તેના પેટન્ટ માટે અપીલ કરી. પેટન્ટની અરજીમાં, એવું લખ્યું હતું કે વાઇપર કેવી રીતે કારની અંદરના હેન્ડલથી ચલાવી શકાય છે અને જો જરૂરત ન હોય તો તેને દૂર પણ કરી શકાય છે.

એપ્લિકેશન સ્વીકારી

એપ્લિકેશન સ્વીકારી

આ અરજી 18 જૂન 1903 ના રોજ દાખલ કરવામાં આવી હતી. પેટન્ટ ઓફિસે પણ મેરીની ડિઝાઇનની એપ્લિકેશન સ્વીકારી અને તેમને પેટન્ટ સંખ્યા પણ સોંપી દીધી હતી.

ખરીદવાની ના પાડી

ખરીદવાની ના પાડી

ત્યારબાદ મેરી પોતાનાં પેટન્ટ વેચવાના હેતુથી અનેક કાર ઉત્પાદકો અને મેન્યુફેક્ચરીંગ કંપનીઓ પાસે ગઈ, પરંતુ બધાએ તેમની શોધનું વ્યવસાયિક મહત્વ ન હોવાની વાત કરી અને તેને ખરીદવાની ના પાડી.

વિન્ડશિલ્ડ વાઇપરને વાસ્તવિક રૂપ મળ્યું

વિન્ડશિલ્ડ વાઇપરને વાસ્તવિક રૂપ મળ્યું

એવું કહેવામાં આવે છે કે પેટન્ટના આશરે 50 વર્ષ પછી, વિન્ડશિલ્ડ વાઇપરને વાસ્તવિક રૂપ મળ્યું અને કારમાં વાઇપરનો ઉપયોગ થવા લાગ્યો. મેરી તે સમયે જીવંત હતી અને તેની શોધને સફળ થતા જોઈ રહી હતી.

પેટન્ટે વ્યાપારી સ્વરૂપ ધારણ કર્યું

પેટન્ટે વ્યાપારી સ્વરૂપ ધારણ કર્યું

મેરી એન્ડરસનના પેટન્ટે વ્યાપારી સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ તેમને કોઈ આર્થિક લાભ મળ્યો ન હતો. જો કે, મેરીના મૃત્યુ પછીના ઘણા દાયકાઓ પછી, તેને વર્ષ 2011માં તેની શોધનો શ્રેય મળ્યો અને એન્જિનિયર્સ અને શોધકોને માન્યતા આપતી અમેરિકન સંસ્થા 'ઇન્વેસ્ટર્સ હૉલ ઑફ ફેમ' માં સ્થાન આપીને સન્માનિત કરવામાં આવ્યા.

અમારા વિચાર

અમારા વિચાર

વિશ્વમાં આવા અનેક શોધકો થયા છે, જેમની શોધને પહેલા શરૂઆતમાં મહત્વ આપવામાં આવ્યું ન હતું, પરંતુ પછીથી તેમની શોધોએ દુનિયાને બદલી નાખી. નિકોલા ટેસ્લાનું નામ કેટલાક શોધકોમાં જાણીતું છે જેમની શોધ સમય કરતાં ઘણી આગળ હતી પરંતુ પછીથી લોકોએ તેમનું મહત્વ સમજ્યું.

ગાડી ડ્રાઈવ કરવા માટે મુંબઈ છે સૌથી ખરાબ શહેર, રિપોર્ટમાં થયો ખુલાસોગાડી ડ્રાઈવ કરવા માટે મુંબઈ છે સૌથી ખરાબ શહેર, રિપોર્ટમાં થયો ખુલાસો

English summary
mary anderson invented windshielf wiper, know whole story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X