જ્હોનની જેમ આ બૉલીવુડ હસ્તી પણ છે બાઇક લવર

મુંબઇ, 22 નવેમ્બરઃ એ વાત જગ જાહેર છે કે, બૉલીવુડ ડિરેક્ટર સજય ગુપ્તા ‘શૂટ આઉટ એટ વડાલા' જેવી ગુનાઇત ફિલ્મો લાવવાનું પસંદ કરે છે, પરંતુ આ ફિલ્મકારનો અન્ય એક પહેલું પણ છે. આ પહેલું છે મોટરસાઇકલ પ્રત્યેનું ઝૂનૂન. આ ઝૂનૂનના કારણે જ તે હાર્લે ઓનર્સ ગ્રુપના સભ્ય છે, જે એક પ્રાયોજિત સામુદાયિક વિપણન ક્લબ છે. તેઓ કેપટાઉન, પટાયા અને અમેરિકાના અમુક ભાગોના માર્ગો પર પોતાની મનપસંદ બાઇક ચલાવી ચૂક્યા છે અને મુંબઇ-પુણેમાં પણ તે અવાર નવાર આવું કરે છે.

સંજય ગુપ્તાએ જણાવ્યું છે કે, હું જ્યારે પણ યાત્રા કરું છું ત્યારે રસ્તો જાણી લેવાનો પ્રયાસ કરું છું અને બાઇક ચલાવવાના પોતાના આ ઝૂનૂન માટે થોડોક સમય કાઢી લે છે. મને ઝડપ પસંદ નથી, હું વધારે ઝડપથી બાઇક ચલાવતો નથી. મને મોટરસાઇકલની સવારી પસંદ છે. હું ઘણી જ સાધારણ રીતે બાઇક ચલાવનારો છે. કારણ કે હું એચઓજીનો સભ્ય છું, તેથી જ્યારે પણ વિદેશ જાઉ છું ત્યારે હાર્લે લેતો જાઉ છું.

તેમની પાસે ચાર બાઇક છે, તેમણે જણાવ્યં કે, તેમની પાસે હાર્લે, બીજી આકર્ષક ફેરારી. આ ઉપરાંત યામાહા એફઝેડ 1 અને યામાહા વીમેક્સ પણ છે. આ બાઇક વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકના રૂપમાં જાણીતી છે. સંજય ગુપ્તાને આ બાઇક જ્હોન અબ્રાહમે આપી હતી.

આ ઉપરાંત તેમની પાસે એનફીલ્ડ બુલેટ પણ છે. વિશ્વસ્તર પર બાઇક ચલાવવાનો અનુભવ લઇ ચૂકેલા ગુપ્તા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખુલ્લા નવા માર્ગમાં પણ સવારી કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે રસ્તા વધી રહ્યાં છે, મનાલીથી લેહનો રસ્તો ઘણો જ ઉમદા છે, પરંતુ એ સ્થળે રોમાંચક બાઇકિંગ વધારે છે. હું દિલ્હીથી લેહ જવા માગુ છું.

તેમણે વધુંમા કહ્યું કે, તેમને પહેલી બાઇક 12માં ધોરણમાં મળી હતી. પિતાજીએ મારા માટે હોન્ડા સીવી 100 ખરીદી હતી. તે સમયે આ બાઇક ભારતમાં નવી હતી. તો ચાલો તસવીરો થકી નજર નાખીએ સંજય ગુપ્તાને કઇ કઇ બાઇક પસંદ છે.

હાર્લે ડેવિડસનની બાઇક

હાર્લે ડેવિડસનની બાઇક

સંજય ગુપ્તા પાસે હાર્લે ડેવિડસનની બાઇક છે.

ફેરારી

ફેરારી

સંજય ગુપ્તા પાસે લાલ અને ચમકદાર ફેરારી બાઇક છે.

યામાહા એફઝેડ 1

યામાહા એફઝેડ 1

યામાહા એફઝેડ 1 એ 1000 સીસીની બાઇક છે અને તે શક્તિશાળી બાઇક કહેવાય છે.

યામાહા વીમેક્સ

યામાહા વીમેક્સ

સંજય ગુપ્તા પાસે મોંઘી યામાહા વીમૈક્સ છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકના રૂપમાં જાણીતી છે. આ બાઇક જ્હોને ભેટમાં આપી હતી.

એનફીલ્ડ બુલેટ

એનફીલ્ડ બુલેટ

આ ઉપરાંત સંજય ગુપ્તા પાસે એનફીલ્ડ બુલેટ પણ છે.

 હોન્ડા સીવી 100

હોન્ડા સીવી 100

હોન્ડા સીવી 100 સંજય ગુપ્તાને તેમના પિતાએ 12માં ધોરણમાં હતા ત્યારે ખરીદીને આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X