For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદી માહોલમાં સુરક્ષિત રહોઃ ચોમાસા માટે ખાસ ડ્રાઇવિંગ ટીપ્સ

By Super
|
Google Oneindia Gujarati News

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું વિધિવત બેસી ગયું છે. ક્યાંક ભારેથી અતિભારે તો ક્યાંક વરસાદના અમી છાંટણા પડી રહ્યાં છે. વરસાદ શરૂ થતાં જે રીતે આપણે આપણી જાતને પાણીથી પલળતી બચાવવા માટે છત્રી અથવા રેઇનકોટનો ઉપયોગ કરવા લાગીએ છીએ, એ જ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે પણ કેટલીક સાવેચતી હાથ ધરવી જરૂરી રહે છે. કારણ કે ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ફળી વળ્યા હોય છે અને રોડ ભીના હોવાના કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે.

આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા જ કેટલાક મહત્વના સૂચનો અને ટીપ્સ આપી રહ્યાં છીએ કે જેને અનુસરીને તમે વરસાદી ઋતુમાં પડતાં વરસાદનો આનંદ માણી શકો છો અને સુરક્ષિત ડ્રાઇવિંગ પણ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચોમાસા દરમિયાન કાર ચલાવતી વખતે રસ્તા પર કેવા પ્રકારની સુરક્ષા અને સમજદારી રાખીને ડ્રાઇવિંગ કરી શકાય છે.

ચોમાસામાં ડ્રાઇવિંગ

ચોમાસામાં ડ્રાઇવિંગ

ચોમાસામાં ડ્રાઇવિંગ કરવા માટેની ટીપ્સ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

1. સ્લો ડાઉન

1. સ્લો ડાઉન

ચોમાસા દરમિયાન તમારા વાહનની ગતિને ધીમી રાખો. સામાન્ય રીતે પણ ધીમી ગતિએ વાહન ચલાવવું એ સુરક્ષાની શ્રેષ્ઠ નિશાની છે. જ્યારે વરસાદ પડી રહ્યો હોય અથવા તો રસ્તા ભીના થઇ ગયા હોય ત્યારે તુરંત બ્રેક મારવાના બદલે ધીમે ધીમે બ્રેક મારો અને ગીયર બદલતી વખતે ક્લચનો પણ ધીમો-ધીમો ઉપયોગ કરો તથા વાહનની ગતિ આવા સમયે ધીમી રાખો. ગીયર બદલતી વેળા એક્સેલરેટરને દબાવવાની ઉતાવળ ના કરો. તેમજ તમારી આસપાસના વાહનથી પૂરતું અંતર જાળવો.

2. તમારા ટાયર્સને ચેક કરો

2. તમારા ટાયર્સને ચેક કરો

તમારા વાહનના ટાયર્સ જ રસ્તા સાથે જોડાયેલા હોય છે. તેથી તેનો આકાર સારો હોવો જરૂરી છે. ટાયર્સની સ્થિતિને ચકાસવા માટે એક રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરો. જ્યારે તમે સિક્કાને ટાયર્સમાં ભરાવો ત્યારે જો અશોક સિમ્બોલ દેખાય તો સમજવું કે ટાયર બદલવાની જરૂર છે.

3. તમારા ટાયર્સને ચેક કરો(બીજો ભાગ)

3. તમારા ટાયર્સને ચેક કરો(બીજો ભાગ)

ચોમાસા દરમિયાન વાહનમાં સારા ટાયર હોવા જરૂરી છે, કારણ કે ટાયરમાં આપવામાં આવેલી ગ્રીપમાંથી પાણી સતત નીકળતું રહેવું જોઇએ જેથી પાણી નીકળી જવાથી આ ગ્રીપ ટાયરને રસ્તા સાથે જકડી રાખે છે. જો ટાયરમાં ખરાબ હશે અથવા તો તેની ગ્રીપ સારી નહીં હોય તો પાણી બહાર નીકળશે નહીં અને કાર લપસવાની શક્યતાઓ વધી જશે અને તેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

4. વાહનના વાઇપર્સને ચકાસો

4. વાહનના વાઇપર્સને ચકાસો

જો તમારા વાહનના વાઇપર્સ સારી અવસ્થામાં નહીં હોય તો તમે કાચ થકી તમારા વાહનની આગળની સ્થિતિને સારી રીતે નહીં નિહાળી શકો. ત્યારે ચોમાસા દરમિયાન અને તેમા પણ ખાસ કરીને જ્યારે ભારે વરસાદ પડતો હોય ત્યારે ચોક્કસપણે વાહનમાં વાયપર્સ સારી અવસ્થામાં હોવા જરૂરી છે.

5. વાહનના વાઇપર્સને ચકાસો(બીજો ભાગ)

5. વાહનના વાઇપર્સને ચકાસો(બીજો ભાગ)

તેથી વાઇપર્સને વર્ષમાં એકાદવાર તો બદલાવવાનું રાખો, તેમાં પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન તમારા વાહનમાં વાઇપર્સ સારી અવસ્થામાં હોવા જરૂરી છે. કારણ કે વર્ષ દરમિયાન વાઇપર્સનો વધુ ઉપયોગ થયો હોય છે અને તે સમય જતાં પહેલા જેવું કામ આપતા નથી હોતા. ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને ધૂળ કાચ પર જમા થઇ જવાના કારણે વાઇપર્સને કાચ સાફ કરવામાં વધારે મહેનત પડે છે. તેવામાં જો વાઇપર્સ સારા નહીં હોય તો કાચ સારી રીતે સાફ નહીં કરે અને તમને આગળનું દ્રશ્ય સ્પષ્ટ રીતે જોવા નહીં મળે.

6. વરસાદમાં હેડલાઇટનો ઉપયોગ કરો

6. વરસાદમાં હેડલાઇટનો ઉપયોગ કરો

વરસાદના કારણે આગળનું દ્રશ્ય ધૂંધળુ દેખાય છે, તેથી તમારા વાહનની હેડલાઇટનો ઓન કરો, જેથી તમારી સામે આવતા વાહન ચાલકને એ વાતનો અંદેશો થઇ જશે તેની સામે કોઇ વાહન આવી રહ્યું છે. જોકે આ બધા માટે તમારા વાહનની હેડલાઇટ સારી અવસ્થામાં હોવી જરૂરી છે, જો તે પીળી પડી ગઇ હોય તો તેને ચોમાસા પહેલા જ બદાલવી લેવાની જરૂર છે, જોકે હજું પણ મોડું થયું નથી તમે અત્યારે પણ એ હેડલાઇટને બદાલવી શકો છો. કારણ કે જો લાઇટ પીળી પડી ગઇ હશે તો તે સ્પષ્ટ પ્રકાશ આપશે નહીં.

7. વધુ વરસાદમાં રસ્તાના કિનારે ઉભા રહો

7. વધુ વરસાદમાં રસ્તાના કિનારે ઉભા રહો

ભારે વરસાદને કારણે વાઈપરની બ્લેડ ઓવરલોડેડ થઈ શકે જેને કારણે તે કામ કરતી અટકી શકે છે. આવું થાય તો વિંડસ્ક્રિન પર પડતા પાણીને કારણે દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય નહીં. આવું થાય ત્યારે તમારે વરસાદ અટકે તેની કે વિન્ડસ્ક્રિનથી જોઈ શકાય ત્યાં સુધી રાહ જોવી પડે. સુનિશ્ચિત કરો કે તમારી હેઝાર્ડ લાઈટ ચાલું છે. જેથી તમારી કાર ના તો ટ્રાફિકનું કારણ બને કે ના તો અકસ્માતનો ભોગ બને.

8. કાર લપસે ત્યારે શું કરવું

8. કાર લપસે ત્યારે શું કરવું

ઉપચાર કરતા નિવારણ વધું સારું, તેથી અમે અગાઉ કહ્યું તેમ વાહનને ધીમું હાંકો. તેમજ વળાંક લેતા પહેલા બ્રેક લગાવવાનો પ્રયાસ કરો અને રસ્તાના ખૂણા પર વાહન ન ચલાવો અને એન્જીનને સોમ્ય રાખો. તેમ છતાં તમને એવું લાગે કે તમારી કાર લપસી રહી છે તો શાંતિ જાળવો અને સ્ટીયરિંગ પરનો કાબૂ મેળવવાનો પ્રયાસ કરો. મતલબ કે કારને તમે જે ડિરેક્શનમાં જવા માગો છો એ ડિરેક્શનમાં લાવવાનો પ્રયાસ કરો. જો તમારી કારમાં એબીએસ ના હોય તો તુરંત બ્રેક લગાવશો નહીં કારણ કે તેનાથી તમે કાર પરનો કાબૂ ગુમાવી દેશો, પરંતુ જો તમારી કારમાં એબીએસ હોય તો સમયાંતરે બ્રેક લગાવીને સ્ટીયરિંગ પરનો કાબૂ મેળવો.

9. હાઇવ પર કેવી રીતે ચલાવવું વાહન

9. હાઇવ પર કેવી રીતે ચલાવવું વાહન

વરસાદના કારણે રસ્તા ખરાબ થઇ ગયા હોય છે અથવા તો પાણી ભરાઇ ગયા હોય છે અને રસ્તા ભીના હોય છે, તેવામાં બે વાહન વચ્ચેનું યોગ્ય અંતર જાળવો અને હાં તમારા વાહનની ગતિ ધીમી રાખો, જેથી જો તમારી આગળ જઇ રહેલું વાહન અચાનક બ્રેક લગાવે તો તમે તમારા વાહનને ઝડપ ભેર રોકી શકો અને કાબુ પણ કરી શકો. જો તમને આગળના વાહનની ઘણી જ નજીક પોતાનું વાહન ચલાવવાની આદત છે તો વરસાદના સમયમાં તમારી આ આદતને છોડી દો.

10. હાઇવ પર કેવી રીતે ચલાવવું વાહન(બીજો ભાગ)

10. હાઇવ પર કેવી રીતે ચલાવવું વાહન(બીજો ભાગ)

જ્યારે ટ્રક અથવા બસની ઓવરટેક કરતા હોવ ત્યારે ખાસ ધ્યાન રાખવું કારણ કે તે સમયે ઘણું જ પાણી ઉડતું હોય છે અને થોડાક સમય માટે રસ્તામાં સામેનું દ્રશ્ય આછું દેખાય છે. જો શક્ય હોય ત્યાં સુધી રાતના ડ્રાઈવિંગ કરશઓ નહીં કારણ કે આપણા હાઈવે ઘણાં જ ખતરનાક છે, હેડલાઈટ્સ લપક-ઝપક થવાને કારણે સામાન્ય દિવસોમાં પણ વ્યસ્થિત દેખાતું હોતું નથી. વરસાદને કારણે લાઈટ્સનો પ્રકાશ ઝાંખો થઈ જાય છે અને તેથી જ રસ્તા પર વધારે સંભાળ રાખવાની જરૂર છે.

11. રસ્તા પર ઓઇલ પથરાયેલું રહેવું

11. રસ્તા પર ઓઇલ પથરાયેલું રહેવું

વરસાદ દરમિયાન ઓઇલનું પ્રમાણ પણ રસ્તા પર જોવા મળે છે, ખાસ કરીને ટ્રક, બસ અને જૂના વાહનોમાંથી ઓઇલ વધારે પડે છે, જે રસ્તા પર વેરાયેલું રહે છે અને બહુ ઝડપથી ધોવાતું હોતું નથી, આવા સમયમાં તમે તમારા વાહન, ગીયર ચેન્જીસ અને એક્સિલરેશનનો સૌમ્ય રીતે ઉપયોગ કરો.

12. પાણીમાં વાહન ચલાવવું

12. પાણીમાં વાહન ચલાવવું

પૂરગ્રસ્ત વિસ્તારમાં કાર ચલાવવી ખરેખર ઘણી જ જોખમી ગણાય છે. આવા સમયે કારમાં રહેલા તમામ પ્રકારના મોંઘા ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ સિસ્ટમ જોખમી અવસ્થામાં મુકાઇ જાય છે, ખાસ કરીને નવી કાર્સમાં. તેથી તમારા દરવાજાના નીચા ભાગથી પાણી ઉપર હોય તેવા વિસ્તારમાં કાર ચલાવવાનું ટાળો, કારણ કે નહીંતર તમારી સાથે પણ આવું થઇ શકે છે, જે આ તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે. તેમ છતાં તમને લાગે છેકે તમે પાણીમાંથી સુરક્ષિત રીતે પસાર થઇ શકો છો તો કારને પહેલા ગીયરમાં રાખો અને ક્લચને એટલું જ છોડો જેટલું ગીયર માટે જરૂરી છે અને પાણીમાં હોવ ત્યારે કારને ધીમી ચલાવો. તેમજ પાણી એન્જીનમાં ન ભરાય તેનું પણ ધ્યાન રાખો કારણ કે આમ થવાથી વાહન બંધ થઇ જવાની શક્યતા વધી જાય છે અને એન્જીનને નુક્સાન થઇ શકે છે.

13. તમામ ખલેલને દૂર કરો

13. તમામ ખલેલને દૂર કરો

વરસાદ પડતો હોય અને બહારનું દ્રશ્ય ઓછું દેખાતું હોય તેવા સમયમાં વાહન ચાલકે એક વાતની કાળજી રાખવી જોઇએ કે સાથે બેસેલા મુસાફર અને સ્ટીરિયોનો અવાજ ઘણો જ ઓછો હોવો જોઇએ, જેથી તમે વાહન ચલાવવામાં વધુ ધ્યાન આપી શકો. તેમ જ ફોન પર જવાબ ના આપો અથવા તો હેન્ડફ્રીનો ઉપયોગ કરો. કારણ કે તમારે ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન રાખવાનું છે, તમારી અને તમારી સાથે મુસાફરી કરી રહેલા લોકોનું જીવન તમારા હાથમાં હોય છે.

14. એસી કામ કરે છે કે નહીં તે ચકાસી લો

14. એસી કામ કરે છે કે નહીં તે ચકાસી લો

વરસાદના સમયમાં પાણી બારીમાં ભરાઇ જાય છે અને ધૂમ્મસ પણ છવાઇ જાય છે, તેવી અવસ્થામાં હવાની આવન જાવનની સુવિધા સાથે એસી પણ સારી સ્થિતિમાં હોય તે જરૂરી છે, તેમજ તમારી પાસે રહેલા કપડાંનો ઉપયોગ વારંવાર કાચ અને બારીને સાફ કરવામાં ઉપયોગમાં લેતા રહો. જો તમારી કારમાં એસી ના હોય તો બટાટાનો ઉપયોગ કરો અને તેનાથી કાચને સાફ કરો અને કાચને સુકાઇ જવા દો.

15. બીજાને છાંટા ઉડાડવાનો પ્રયાસ ના કરો

15. બીજાને છાંટા ઉડાડવાનો પ્રયાસ ના કરો

અન્ય એક ધ્યાન આપવા યોગ્ય બાબત એ છેકે વરસાદના સમયમાં બીજાને છાંટા ઉડાડવાનો પ્રયાસ ના કરો ખાસ કરીને ટૂ વ્હીલર્સને. વરસાદના પાણીથી તેઓ ભિંજાઇ શકે છે તેથી તેમના આવતા જુઓ તો તમારા વાહનની ઝડપ ઓછી કરી નાંખો.

English summary
Raindrops are falling on our heads, and that means that we need to be prepared. Not just by keeping umbrellas handy in the car, because the monsoon dictates important changes to driving style to remain safe on the wet road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X