OMG! ખુરશીની જેમ ફોલ્ડ થઇ જાય છે આ કાર

તમે ઉપર જે વાંચ્યુ તે વાંચીને તમને થોડી હૈરાની થઇ હશે, કે કેવી રીતે કાર ફોલ્ડ થઇ શકે છે, પરંતુ આ વાત સો ટકા સાચી છે, જી હાં, કોરિયામાં એક એવી કારનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે માત્ર તમને રસ્તા પર સફર જ નહીં કરાવે પરંતુ એક ખુરસીની જેમ તમે તેને સહેલાઇથી ફોલ્ડ પણ કરી શકો છો.

કોરિયા એડવાંસ્ડ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક રીસર્ચ દળે એક અદભૂત ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં આ દળે પોતાની આ અનોખી કારને લોકો સમક્ષ પ્રદર્શિત પણ કરી છે. રસ્તા પર ચાલતી આ કાર જ્યારે લોકોની સામે સહેલાઇથી ફોલ્ડ થઇ ગઇ તો લોકોને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ અનોખી કારને.

પૂર્ણરૂપેણ ઇલેક્ટ્રિક કાર

પૂર્ણરૂપેણ ઇલેક્ટ્રિક કાર

તમને જણાવી દઇએ કે, આ પૂર્ણરૂપેણ ઇલેક્ટ્રિક કાર છે, જે વિજળીથી પ્રાપ્ત ઉર્જાથી સંચાલિત કરી શકાય છે. આ કારમાં એક સમાન્ય કારની જેમ જ કુલ 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વ્યક્તિગત અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બન્નેમાં ઉપયોગ

વ્યક્તિગત અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બન્નેમાં ઉપયોગ

આ દળે કાર અંગે જણાવ્યું છે કે, આ કારનો ઉપયોગ વ્યક્તિગત રીતે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બન્ને રીતે સહેલાયથી કરી શકાય છે.

કારનો સૌથી મોટો ફાયદો

કારનો સૌથી મોટો ફાયદો

આ કારનો સૌથી મોટો ફાયદો એ છે કે હાલના સમયે પોતાની કારની પાર્કિંગ સ્પેશને લઇને લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે, પરંતુ આ કાર સાથે એવું નથી, જી હાં, આ કારને પાર્ક કરવા માટે માત્ર 5 મીટર પાર્કિંગ સ્પેશના માત્ર એક તૃત્યાંશ ભાગની જરૂર છે.

60 કિમી પ્રતિ કલાકની ઝડપ

60 કિમી પ્રતિ કલાકની ઝડપ

આ કારને તમે 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચલાવી શકો છો. આ ઉપરાંત આ કારને ચાર્જ કરવા માટે માત્ર 10 મીનિટનો સમય લાગે છે.

100 કિમી સુધી જઇ શકે છે ચાર્જ કરવામાં આવ્યા બાદ

100 કિમી સુધી જઇ શકે છે ચાર્જ કરવામાં આવ્યા બાદ

એક વાર ચાર્જ કરવામાં આવ્યા બાદ આ કાર 100 કિમી સુધી જઇ શકવાની ક્ષમતા ધરાવે છે.

 અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ

અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ

એટલું જ નહીં, આ કારને તમે મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરવાની અત્યાધુનિક ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારના વ્હીલને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. જે, રિમોટ કન્ટ્રોલની જેમ કામ કરે છે.

ઇલેક્ટ્રિક મોટરને સ્થાન પરિવર્તિત કરવાની જરૂર નથી

ઇલેક્ટ્રિક મોટરને સ્થાન પરિવર્તિત કરવાની જરૂર નથી

જ્યારે કારને ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે કારની અંદર લાગેલી ઇલેક્ટ્રિક મોટર અથવા તો બેટરીને પોતાના સ્થાને પરિવર્તિત કરવાની કોઇ જરૂર નથી હોતી, કારની અંદર કંઇક એ પ્રકારનું કંપોનેંટ લગાવવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

પાછળના બન્ને વ્હીલ હવામાં

પાછળના બન્ને વ્હીલ હવામાં

જ્યારે આ કારને ફોલ્ડ કરવામાં આવે છે ત્યારે પાછળના બન્ને વ્હીલ હવામાં ઉઠે છે, સાતે કારનો લગભગ અડધો ભાગ હવામાં આવે છે, કારણ કે, પાર્કિંગ માટે વધારે સ્પેશની જરૂર નથી હોતી.

કારનું નામ આર્માડિલો-ટી

કારનું નામ આર્માડિલો-ટી

તમને જણાવી દઇએ કે, એક સામાન્ય ખુરસીની જેમ ફોલ્ડ થનારી આ શાનદાર કારનું નામ આર્માડિલો-ટી (Armadillo-T) છે અને કારમાં બે દરવાજાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

બે લોકોને બેસવાની વ્યવસ્થા

બે લોકોને બેસવાની વ્યવસ્થા

કારની અંદર બે લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત વિન્ડો બેસ્ડ કોમ્પ્યુટરને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે તમને મોબાઇલ ફોનથી કનેક્ટ કરવામાં મદદ કરે છે.

નાના કેમેરા

નાના કેમેરા

કારની અંદર નાના-નાના કેમેરાનો પણ પ્રયોગ કરવામાં આવ્યું છે, જે એક સેન્સર સાથે કનેક્ટ છે. ઓટોમેટિક પાર્ક થતી વખતે કેમેરા પોતાની આસપાસની સ્થિતિ પર ધ્યાન આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X