માછલીઓની જેમ ચાલશે આ કાર, જૂઓ તસવીરો
તમને વાંચીને થોડુંક આશ્ચર્ય થશે કે આખરે કોઇ કાર કેવી રીતે માછલીઓની જેમ ચાલી શકે, પરંતુ આ સાચી વાત છે. વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સ રજૂ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની નિસાન એક અનોખા પ્રોજેક્ટ પર કાર કરી રહી છે. નિસાન દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની એક વિશેષ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જે હેઠળ તેઓ માછલીઓના વ્યવહારો પર પરીક્ષણ કરી રહ્યાં છે.
તમારા બધાના મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે આખરે માછલીઓના વ્યવહારને કાર્સ સાથે શું સંબંધ છે. જીહાં, નિસાને માછલીઓ અને કાર્સ વચ્ચે એક જ રસપ્રદ સંબંધ શોધી કાઢ્યો છે. તમને પાણીની અંદર માછલીઓના સમૂહને તો જોયો જ હશે. માછલીઓ જ્યારે સમૂહમાં હોય છે, તો તેમના વ્યવહારમાં એક ખાસ વાત હોય છે જે નોંધ કરવા જેવી છે. એ વાત એ છે કે એક માછલી અચાનક કોઇ એક દિશામાં ફરે તો બાકીની તમામ માછલીઓ એ દિશામાં વળી જાય છે.
અચાનક દિશા પરિવર્તન દરમિયાન તમામ માછલીઓ પોતાની જ્ઞાનેન્દ્રિયોથી સ્થિતિને માપે છે અને આગળ વધે છે. આ દરમિયાન એક ઘણી જ રસપ્રદ વાત તમે નોંધી હશે કે આ ભાગમભાગમાં પણ માછલીઓ ક્યારેય એકબીજા સાથે અથડાતી નથી અને ના તો એક બીજાને ઇજા પહોંચાડે છે. નિસાને આ વ્યવહારને પડકાર સ્વરૂપે લીધો છે. નિસાન માછલીઓના આ વ્યવહાર પર અધ્યયન કરીને તેને એક ડિવાઇસના રૂપમાં ફેરવવાની યોજના બનાવી રહી છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ શાનદાર ટેક્નિકને.

માછલીઓની જેમ ચાલશે આ કાર
નિસાને પોતાના આ પ્રોજેક્ટ હેઠળ એક રોબોટનો આવિશ્કાર કર્યો છે, આ રોબોટનુ નામ ઇપોરોજ છે. આ એક ઝીરો ઇમ્યુશન રોબોટ છે. હાલ કંપની આ રોબોટ પર અધ્યયન કરી રહી છે.

માછલીઓની જેમ ચાલશે આ કાર
ઘણા જ આકર્ષક દેખાતા આ રોબોટને તમે ઓછો ના આંકો. આ રોબોટ ઘણો જ શાનદાર છે, આ રોબોટને ઇલેક્ટ્રિકથી સંચાલિત કરવામાં આવે છે. આ ઉપરાંત કંપની આ મુવમેન્ટને માછલીઓ અનુસાર કરી તેના પર નિયંત્રણ કરી રહી છે.

માછલીઓની જેમ ચાલશે આ કાર
આ શ્રેષ્ઠ રોબોટનું નિર્મણ સુસુમુ ફુજીતાએ કર્યું છે. તેમનું કહેવું છે કે અમે આ રોબોટને માછલીઓ અનુસાર તૈયાર કરી રહ્યાં છીએ. એ જ રીતે જે રીતે માછલીઓ પાણીની અંદર કરે છે અને તે પણ એક બીજા સાથે અથડાયા વગર.

માછલીઓની જેમ ચાલશે આ કાર
નિસાન પોતાના આ શ્રેષ્ઠ રોબોટને પોતાના રિસચ્ર સેન્ટર જે અમેરિકાના વેલિકન સિટીમાં સ્થિત છે ત્યાં રાખ્યો છે.

માછલીઓની જેમ ચાલશે આ કાર
નિસાને આ અંગે થોડી સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે આ રોબોટને એ રીતે તૈયાર કરી રહ્યાં છીએ, જેતી તે મુવમેન્ટ દરમિયાન ઓટોમેટિક એક બીજા સાથે જોડાયેલા રહે સાથે જ કોઇપણ ભીડવાળા વિસ્તારમાં એકબીજા સાથે અથડાયા વગર મુવ કરતા રહે.

માછલીઓની જેમ ચાલશે આ કાર
કંપનીએ જે ટેક્નોલોજીનો પ્રયોગ આ રોબોટમાં કર્યો છે તેવી જ ટેક્નોલોજીને એક ડિવાઇસનું રૂપ આપશે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય.

માછલીઓની જેમ ચાલશે આ કાર
કાર્સમાં આ ડિવાઇસનો પ્રયોગ કરતી વખતે, કાર્સ રસ્તા પર સહેલાયથી એક બીજા સાથે જોડાયેલી રહેશે અને એકબાજી સાથે ટકારાયા વગર રસ્તા પર ફરશે.

માછલીઓની જેમ ચાલશે આ કાર
હવે તમે વિચારી રહ્યાં હશો કો આખરે આ ટેક્નોલોજી ક્યારે સંપૂર્ણપણે વિકસિત થશે. હજુ કંપનીએ આ પ્રોજેક્ટ પર કોન્સેપ્ટ તરીકે કામ કરી રહી છે અને તે અંગે હજુ કોઇ આધિકારિક પૃષ્ટિ કરી નથી કે તે ક્યારે તેને ઉત્પાદના સ્તર પર લઇને જશે.












Click it and Unblock the Notifications
