For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ola Electric Scooter Vs Simple One : લોન્ચ પહેલા જાણો બંને વિશે સંપૂર્ણ વિગતો

ઓલા ઇલેક્ટ્રિક 15 ઓગસ્ટના રોજ ભારતમાં તેની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની છે, પરંતુ તે જ દિવસે સિમ્પલ એનર્જી ભારતમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વન પણ લોન્ચ કરશે.

|
Google Oneindia Gujarati News

ઓલા ઇલેક્ટ્રિક 15 ઓગસ્ટના રોજ ભારતમાં તેની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની છે, પરંતુ તે જ દિવસે સિમ્પલ એનર્જી ભારતમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વન પણ લોન્ચ કરશે. મળતી વિગતો અનુસાર આ બંને ઇલેક્ટ્રિક સ્કૂટરને ભારતીય બજારમાં ઘણી નવી સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવશે, જે કારણે બે ઇલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે સખત સ્પર્ધા રહેશે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, કેવી રીતે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર અને સિમ્પલ વન ફિચર્સ અને સ્પેશિફિકેશન્સની દ્રષ્ટિએ એકબીજાના કોમ્પિટીટર છે.

Ola Electric Scooter

1. ડિઝાઇન

1. ડિઝાઇન

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇન નેધરલેન્ડ સ્થિત 'એપસ્કૂટર ઇટરગો'ની ડિઝાઇન પર આધારિત છે. આ સ્કૂટર પરંપરાગત સ્કૂટર જેવું લાગે છે, પરંતુ તેની ડિઝાઇનએકદમ આધુનિક છે. સ્કૂટર સ્ટાઇલિશ ફ્રેમ અને પેનલ સાથે આવે છે, જેમાં બહુ ઓછા કટ અને ક્રીઝ હોય છે. ઓલા સ્કૂટરની ડિઝાઇન સરળ છે, તેથી તે તમામ ઉંમરનાલોકોને ફિટ થશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર કુલ આઠ રંગોમાં ઉપલબ્ધ થશે.

સિમ્પલ વન એ સ્પોર્ટી ડિઝાઇન સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત સામે આવ્યું છે, જે મુજબ તેને સ્લિમ ફ્રન્ટ અને બેક પ્રોફાઇલઆપવામાં આવી છે. સ્કૂટરના આગળના એપ્રોનમાં મોટી LED હેડલાઇટ છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. આ સ્કૂટરમાં રાઇડરને આક્રમક રાઇડિંગ પોઝિશન મળશે.સિમ્પલ વન સ્કૂટર 3-4 રંગમાં ઉપલ્બ્ધ થશે.

2. ફિચર્સ

2. ફિચર્સ

ફિચર્સની વાત કરીએ તો બંને ઇલેક્ટ્રિક સ્કૂટરને ઘણી આધુનિક સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવશે. આ સ્કૂટરમાં એલઇડી લાઇટનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ મોટા ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે કે જે મલ્ટી-ફંક્શન સુવિધાઓ સાથે આવશે. બંને સ્કૂટરમાં TFT ફુલ કલર ડિસ્પ્લે, નેવિગેશન, ક્લાઉડ સ્ટોરેજ, ઇન્ટરનેટ નેક્ટિવિટી, રિમુવેબલ લિથિયમ-આયન બેટરી, ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન, એલોય વ્હીલ્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

3. બેટરી અને રેન્જ

3. બેટરી અને રેન્જ

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3 kW થી 6 kWની ઇલેક્ટ્રિક મોટર હોય શકે છે. ફાસ્ટ ચાર્જર સાથે આ સ્કૂટર માત્ર 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તે જ સમયે, તેને સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવામાં 2-2.5 કલાક લાગશે. તે સંપૂર્ણ ચાર્જ પર 130-150 કિમીની રેન્જ આપી શકે છે. તે જ સમયે, તેની ટોચની ઝડપ 90 કિમી/કલાક સુધી હોય શકે છે.

સિમ્પલ વનમાં 4.8 kWh લિથિયમ-આયન બેટરી પેકનો ઉપયોગ કરી રહી છે. અહેવાલો અનુસાર આ સ્કૂટર એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ 240 કિમીની રેન્જ આપશે. સ્પીડની દ્રષ્ટિએ પણ આ સ્કૂટર ખૂબ જ આકર્ષક હશે. તે એક હાઇ સ્પીડ સ્કૂટર હશે, જે 100 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડવા સક્ષમ હશે. આ સાથે તે માત્ર 3.6 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે.

4. કિંમત અને બુકિંગ

4. કિંમત અને બુકિંગ

ઓલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સતત તેના ઇલેક્ટ્રિક સ્કૂટરનો પ્રચાર કરી રહી છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઇઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત (ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રાઇસ) લોન્ચિંગના દિવસે એટલે કે, 15 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. જો કે, કંપનીએ જુલાઈથી તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને 499 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને કંપનીની વેબસાઇટ પર બૂક કરાવી શકાય છે.

સિમ્પલ વનની કિંમત પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. કંપની 15 ઓગસ્ટથી તેનું બુકિંગ શરૂ કરવા જઈ રહી છે. 1947 રૂપિયા આપીને સિમ્પલ વનનું સ્કૂટર બુક કરાવી શકાય છે. તેની 1 લાખથી 1.20 લાખ રૂપિયા સુધી તેની કિંમત હોય શકે છે. હાલમાં બંને કંપનીઓએ સ્કૂટરના વેચાણ માટે ડીલરશીપ અને ઓનલાઇન વચ્ચે કયું માધ્યમ અપનાવવામાં આવશે, તે વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી.

English summary
Ola Electric is set to launch its much awaited electric scooter in India on August 15, but on the same day Simple Energy will also launch its first electric scooter in India, the Simple One.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X