For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર વોશિંગની 13 અનોખી અને વિચિત્ર ટ્રિક્સ

|
Google Oneindia Gujarati News

કારને સ્વસ્થ અને ચોખ્ખી રાખવામાં આવે તો તેની આવરદામાં વધારો થઇ જાય છે તેમજ તેનો લુક વધુ દમદાર લાગે છે. જે લોકો હંમેશા ટ્રાવેલિંગ કરતા હોય છે અને જેમને ઓફ રોડ ડ્રાઇવિંગ કરવાની ફરજ પડે છે, તેમની કાર વધારે ગંદી થઇ જતી હોય છે. શહેરમાં હોવ ત્યારે કાર વોશિંગની સુવિધા મળી રહે છે, પરંતુ એવા સ્થળે પહોંચી જઇએ કે જ્યાં કાર વોશિંગની સુવિધા ન હોય ત્યારે આપણી કારનો ગંદો લુક ઉડીને આંખે વળગે છે.

જોકે કટેલીક એવી ટ્રિક્સ છે, જે તમે આવા વિસ્તારોમાં અપનાવી શકો છો. આ ટ્રિક્સ અનોખી અને વિચિત્ર છે, જે અંગે જાણીને તમને પણ નવાઇ લાગશે કે શું આ રીતે કારને ચોખ્ખી કરી શકાય ખરા. તો ચાલો તસવીરો થકી એવી ટોપ 13 અનોખી અને વિચિત્ર કાર વોશિંગ ટ્રિક્સ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી હોન્ડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 25 લાખ સુધી
આ પણ વાંચોઃ- ચાર સામાન્ય કાર રિપેર ટિપ્સ જે ઘટાડશે તમારો ખર્ચો
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 10 એવરેજ આપતા સ્કૂટર્સ

હેર કન્ડિશનરથી કાર મારશે શાઇન

હેર કન્ડિશનરથી કાર મારશે શાઇન

આ વાંચીને આપણે થોડાક ચોંકી શકીએ છીએ પરંતુ હેર કન્ડિશનરથી કારનું વોશિંગ કરી શકાય છે અને તેની શાઇનિંગમાં વધારો કરી શકાય છે.

વિન્ડશિલ્ડ સાફ કરવા કોલાનો ઉપયોગ

વિન્ડશિલ્ડ સાફ કરવા કોલાનો ઉપયોગ

ખરાબ રસ્તાઓ અથવા તો વરસાદમાં કાદવ કિંચડથી કાર અને વિન્ડશિલ્ડ ખરાબ થઇ ગયા હોય અને તમે ત્વરિત ધોરણે કારના વિન્ડશિલ્ડને સાફ કરવા માગતા હોવ તો એ માટે તમે કોલાનો ઉપયોગ કરી શકો છો.

વોડકા થકી વોશિંગ

વોડકા થકી વોશિંગ

જ્યારે તમારી પાસે કારના વિન્ડશિલ્ડને ધોવા માટેના ફ્લુઇડની ઉણપ હોય ત્યારે તમે વોડકા થકી પણ તેને ધોઇ શકો છો, આ માટે ત્રણ કપ વોડકા, ત્રણ કપ પાણી અને 2 ચમચી ડીટર્જન્ટને મિક્સ કરીને એક ફ્લુઇડ બનાવી શકો છો.

હેડલાઇટની ચમક

હેડલાઇટની ચમક

તમે તમારી કારની હેડલાઇટને ઘરમાં બારીના કાંચને ધોવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિન્ડો ક્લિનરથી પોલિશ કરીને ચમકાવી શકો છો.

કાર વિન્ડો ક્લિનર

કાર વિન્ડો ક્લિનર

જો તમારી પાસે વિન્ડશિલ્ડ અથવા તો કાર વિન્ડો ક્લિનર ના હોય તો તમે બેબી વાઇપ્સનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી કારના કાંચ સારી રીતે સાફ થઇ શકે છે.

જો વિન્ડશિલ્ડ વોશિંગ ફ્લૂઇડ ન હોય તો

જો વિન્ડશિલ્ડ વોશિંગ ફ્લૂઇડ ન હોય તો

જો તમારી પાસે વિન્ડશિલ્ડ વોશિંગ ફ્લૂઇડ ન હોય તો સ્ત્રીના હાઇજીન મેક્સી પેડનો ઉપયોગ તમે વિન્ડશિલ્ડને ક્લિન કરવા માટે કરી શકો છો. તેનાથી તમારી કારનો કાંચ શાઇનિંગ મારવા લાગશે.

વિન્ડશિલ્ડની વોશિંગ

વિન્ડશિલ્ડની વોશિંગ

જો તમારી વિન્ડશિલ્ડ વાઇપર બ્લેડ ગંદી હશે તો એ તમારી કારના કાંચ પર સ્ક્રેચ પાડી શકે છે, તેથી તેને ચોખ્ખી રાખવી જોઇએ આ માટે તમે ઘરગથ્થુ એમોનિયાનો ઉપયોગ કરી શકો છો અને તમારી વિન્ડશિલ્ડ વાઇપર બ્લેડને સાફ કરી શકો છો.

ઘરગથ્થુ એમોનિયાથી વોશિંગ

ઘરગથ્થુ એમોનિયાથી વોશિંગ

ઘરગથ્થુ એમોનિયાનો એકાદ કપને પાણીમાં નાંખીને તેના વડે તમે વિન્ડો અને વિન્ડશિલ્ડની વોશિંગ કરી શકો છો. વિન્ડશિલ્ડ ડ્રાઇ થઇ ગયા બાદ તમે નરમ કપડાં વડે તેને સાફ કરી શકો છો.

કાર ધોવા માટે ખાવાના સોડાનો ઉપયોગ

કાર ધોવા માટે ખાવાના સોડાનો ઉપયોગ

એક પાણી ભરેલા જગની અંદર તમે એક અથવા ચાર કપ ખાવાના સોડા નાંખીને તમારી કારની વોશિંગ કરી શકો છો. કારને ધોતી વખતે એ એક જગ ખાવાના સોડાવાલા પાણીને અન્ય પાણી ભરેલી ડોલમાં ઠલવીને તમે ઘરે જ કાર વોશિંગની સમસ્યાને સોલ્વ કરી શકો છો.

ગંદા રોડ પર ફરેલી કારને ધોવાની ટ્રીક

ગંદા રોડ પર ફરેલી કારને ધોવાની ટ્રીક

અનેક ગામડાઓમાં રસ્તાઓ ખરાબ હોય છે તેમજ કાર પર અનેક પ્રકારના કચરો, ધૂળ અને કાદવ જામી જાય છે. જેના કારણે કારનો લુક બગડી જાય છે. જો તમે આ પ્રકારના રસ્તા પર કાર ચલાવી રહ્યાં હોવ અને તમારી કારને એવા સ્થળે સ્વચ્છ રાખવા માગતા હોવ તો કારના વિન્ડશિલ્ડ પર સ્પ્રિંકલ ક્રીમનો ઉપયોગ કરી શકો છો અને સાબુવાળા પાણીથી ધોઇ શકો છો.

કારને ધોવામાં વેક્સનો ઉપયોગ નહીં

કારને ધોવામાં વેક્સનો ઉપયોગ નહીં

એક કપ કેરોસીનને ત્રણ ગેલન પાણી ભરેલી ડોલ થકી કારને વોશ કરી શકો છો. જ્યારે કારને વોશિંગ કરી રહ્યાં હોવ અથવા હત્યારે સ્પ્રેનો ઉપયોગ કરો નહીં.

કાર હોટ હોય ત્યારે ધોવાનું ટાળો

કાર હોટ હોય ત્યારે ધોવાનું ટાળો

તમે કાર ડ્રાઇવિંગ કરીને આવ્યા હોવ અથવા તો પછી તડકાંમાં કારને પાર્ક કરી હોય અને ત્યારબાદ કારને ધોવામાં આવે તો કાર પર સાબુના ડાઘા રહી જાય છે, જે તમારી કારને દેખાવને ખરાબ કરી શકે છે, તેથી કાર ગરમ હોય ત્યારે તેને ઘોવાનું ટાળવું જોઇએ.

એર ડ્રાઇંગનો ઉપયોગ ટાળો

એર ડ્રાઇંગનો ઉપયોગ ટાળો

કારને ધોયા પછી તેને સુકવવા માટે એર ડ્રાઇંગનો ઉપયોગ કરવામાં આવે તો કાર પર નજરને જોવા ન ગમે તેવા પાણીના ડાઘ પડી જાય છે. તેથી ભીની કારને સાફ કરવા માટે એક નરમ કપડાંનો ઉપયોગ કરવાનું રાખો.

English summary
some bizarre tricks for car cleaning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X