For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર સામાન્ય કાર રિપેર ટિપ્સ જે ઘટાડશે તમારો ખર્ચો

|
Google Oneindia Gujarati News

ઘર આંગણે કાર ઉભી હોય એ આપણો મોભો વધારી દે છે. પરંતુ આપણે ક્યારેય આપણા સ્ટેટ્સને વધુ દમદાર બનાવી રહેલી કારના સ્વાસ્થ્ય અંગે વિચાર્યું છે ખરા. કદાચ ઘણા લોકો એવા હશે, જે કારની કાળજી પ્રત્યે જોઇએ તેટલી સાચવેતી રાખતા નહીં હોય, જેના કારણે તેમને મોટો ખર્ચો ભોગવવો પડતો હોય છે. જોકે, ઘણી એવી બાબતો છે, જેનું શરૂઆતથી જ ધ્યાન રાખવામાં આવે તો આપણે આવા મોટા ખર્ચાઓથી બચી જતા હોઇએ છીએ. આ બાબતો એવી છે જે એક કાળજી સેવતા કાર ધારકને પણ ઘણી જ મદદરૂપ બની શકે છે.

આજે અમે અહીં કાર કેર સંબંધિત જાણકારીમાં ચાર એવી ટિપ્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જેને અપનાવવાથી તમે તમારા ખર્ચાને ઘટાડી શકો છો અથવા તો આવનારા મોટા જોખમને દૂર કરી શકો છો. આ સામાન્ય રિપેર્સ ટિપ્સ તમારી કારને વધુ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે એવી કઇ કઇ ટિપ્સ છે, જેના પર રોજિંદું અથવા તો એકાતરે ધ્યાન આપવામાં આવે તો કાર સારી અવસ્થામાં રાખી શકાય છે.

આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ફોક્સવેગનની ટોપ 8 કાર્સ, કિંમત 4થી 77 લાખ સુધી
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગ દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ બની શકે છે જોખમી
આ પણ વાંચોઃ- કોલેજ સ્ટૂડન્ટ્સ માટેની ટોપ 10 ભારતીય કાર્સ

ટાયરને પ્રેમ કરો

ટાયરને પ્રેમ કરો

ટાયર કારના સૌથી મહત્વના ભાગોમાનો એક ભાગ છે. કોઇપણ પ્રકારના સારા અથવા તો ખરાબ રસ્તા પર કારની પકડને જમાવી રાખવાનું કામ ટાયર કરે છે અને કારની સુરક્ષાની જવાબદારી પણ તેના પર રહેલી હોય છે. ટાયર રોટેશન, બેલેન્સ સહિતની બાબતોની કાળજી રાખવી જરૂરી છે અને જરૂર જણાય તો કારના ટાયરને પણ બદલી નાંખવા જોઇએ.

સેન્સરને બદલો

સેન્સરને બદલો

કારની અંદર અનેક પ્રકારના સેન્સરની જરૂર રહે છે, જેમા ઓક્સિજન અને એન્જીન કુલન્ટ ટેમ્પ્રેચર સેન્સર્સ વિગેરે મહત્વના છે. કારણ કે પ્રકારના સેન્સર હોય તો એ જણાવી દે છેકે કારનું એન્જીન વધારે ગરમ થઇ ગયું છેકે નહીં, જેથી આપણે તકેદારી રાખી શકીએ છીએ અને અનેક એન્જીન સંબંધિત સમસ્યાઓથી બચી શકીએ છીએ. તેમજ સેન્સર બદલવાથી પણ કેટલાક ડેમેજને દૂર કરી શકીએ છીએ.

વિન્ડશીલ્ડને ચોખ્ખી રાખો

વિન્ડશીલ્ડને ચોખ્ખી રાખો

વિન્ડશીલ્ડને ચોખ્ખી રાખવાનો હેતુ માત્ર એટલો નથી કે તમે સ્પષ્ટપણે રસ્તાની આગળના દ્રશ્યને નિહાળી શકો પરંતુ એ તમારી કારની જાળવણીનો એક ભાગ છે. વિન્ડશીલ્ડ સાથે જોડાયેલી ગંભીરતાને જાણી લેવાની જરૂર છે. નાની અમથી ક્રેક જો વિન્ડશીલ્ડમાં હોય તો એક મોટી સમસ્યા ઉભી કરી શકે છે. તેથી કારને સારી રાખવા માટે નાનામા નાની ખામીને પણ મહત્વ આપતા રહો.

એન્જીન લાઇટને અવગણો નહીં

એન્જીન લાઇટને અવગણો નહીં

જ્યારે તમે ડ્રાઇ કરી રહ્યાં હોવ ત્યારે આ એક વાત તમારે હંમેશા યાદ રાખવાની જરૂર છેકે એન્જીન લાઇટને ક્યારેય અવગણો નહીં. આ એક એલર્ટ છેકે એન્જીનમાં કોઇ મોટી સમસ્યા સર્જાવાની છે. તમે એ લાઇટ થકી એન્જીનમાં આવેલી સમસ્યાનું વહેલું નિરાકરણ લાવી શકો છો અને એક મોટી હાનિથી ટળી શકો છો.

English summary
simple car repairs tips for save money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X