For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઇવિંગ દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ બની શકે છે જોખમી

|
Google Oneindia Gujarati News

આજના આધુનિક સમયમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવેલી કાર્સમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ખાસ કરીને મનોરંજનના હેતુસર કારમાં વિવિધ પ્રકારની ઇન્ફોટેઇન્ટમેન્સ સિસ્ટમ આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ કાર ચલાવતી વખતે વોઇસ એક્ટિવેટેડ સ્માર્ટફોનની સુવિધા પણ હોય છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, કાર ઇન્ફોટેઇમેન્ટ સિસ્ટમ અથવા તો વોઇસ એક્ટિવેટેડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવોએ ઘણો જ જોખમી છે. તાજેતરમાં આ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

આ સર્વે યુનિવર્સિટી ઓફ ઉતાહ અને એએએ ફાઉન્ડેન્શન ફોર ટ્રાફિક સેફ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એ જાણવા મળ્યું છેકે, વોઇસ એક્ટિવેટેડ સ્માર્ટફોન અથવા તો પછી ડેશબોર્ડ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમનો ડ્રાઇવિંગ કરતી વખતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી તમારું ડ્રાઇવિંગ ડિસ્ટર્બ થાય છે અને તમે રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોર્ડન ટેક્નોલોજીની મદદથી ડ્રાઇવર કાર ચલાવવાની સાથોસાથ મેસેજ મોકલી શકે છે, રેડિયો અથવા તો અન્ય મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી શકે છે, સ્ટિયરિંગ વ્હીલ હાથમાં પકડીને તથા રસ્તા પર નજર ટકાવી રાખીને ફોન કોલ ઉપાડી શકે છે, પ્રથમ દ્રષ્ટિએ આ ઉપયુક્ત ટેક્નોલોજી લાગી રહી છે, પરંતુ બીજી દ્રષ્ટિએ આ ટેક્નોલોજીના કારણે ડ્રાઇવર જોઇએ તે પ્રમાણમાં પોતાનું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત કરી શકતો નથી.

આ સર્વે કરતી વખતે વિવિધ બ્રાન્ડને રેટિંગ આપવામાં આવ્યા હતા. આ સર્વે ટેસ્ટ દરમિયાન વોઇસ એક્ટિવેટેડ સિસ્ટમને 1થી5 રેટિંગ સ્કેલમાં મુકવામાં આવી હતી. 1 રેટિંગ કોઇપણ પ્રકારનું વિક્ષેપ ઉભુ કરતું નથી, જ્યારે 5 રેટિંગ ડ્રાઇવિંગ દરમિયાન સૌથી વધુ ખલેલ પહોંચાડતા હોવાનું સાબિત કરે છે. આ સર્વે દરમિયાન છ મેજર ઓટોમેકર્સ કંપની અને એપલ આઇફોનની સિરી વોઇસ કમાન્ડ સિસ્ટમે ખરાબ રેટિંગ મેળવ્યા હતા.
આ પણ વાંચોઃ- યમરાજ બની આવી કાર, કિસ્મત સામે મોતે પણ નમતુ જોખ્યું
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી સ્કોડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 27 લાખ સુધી
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવી રહેલી 25 બેસ્ટ કાર્સ


ટોયોટા એન્ટ્યૂન

ટોયોટા એન્ટ્યૂન

આ સર્વેમાં ટોયોટાની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એન્ટ્યૂનને 1.7 રેટિંગ આપવામાં આવ્યું છે.

હુન્ડાઇની બ્લૂ લિંક

હુન્ડાઇની બ્લૂ લિંક

આ સર્વેમાં હુન્ડાઇની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ બ્લૂ લિંકને 2.2 રેટિંગ આપવામાં આવ્યું છે.

શેર્યસ્લેરની યુકનેક્ટ

શેર્યસ્લેરની યુકનેક્ટ

આ સર્વેમાં શેર્યસ્લેરની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ યુકનેક્ટને 2.7 રેટિંગ આપવામાં આવ્યું છે.

ફોર્ડ એસવાયએનસી અને માયફોર્ડ ટચ

ફોર્ડ એસવાયએનસી અને માયફોર્ડ ટચ

આ સર્વેમાં ફોર્ડની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એસવાયએનસી અને માયફોર્ડ ટચને 3.0 રેટિંગ આપવામાં આવ્યું છે.

મર્સીડિઝની કમાન્ડ

મર્સીડિઝની કમાન્ડ

આ સર્વેમાં મર્સીડિઝની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ કમાન્ડને 3.1 રેટિંગ આપવામાં આવ્યું છે.

એપલની સિરી

એપલની સિરી

આ સર્વેમાં એપલની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સિરીને 4.14 રેટિંગ આપવામાં આવ્યું છે.

English summary
infotainment systems in cars is dangerous, says study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X