ભારતમાં વેચાતી સ્કોડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 27 લાખ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ અને લોકપ્રીય કારને વેચાણ અર્થે રજૂ કરવામાં આવે છે. વૈશ્વિક ઓટો ક્ષેત્રે ભારત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતમાં કાર્સનું વેચાણ વધતા હવે વિદેશી કંપનીઓ પણ ભારતીય ઓટો બજારને પહેલું પ્રાધાન્ય આપી રહી છે. જેમાં હોન્ડા, હુન્ડાઇ, નિસાન, ટોયોટા, શેવરોલે, મર્સીડિઝ, બીએમડબલ્યુ, સ્કોડા અને ઑડી જેવી કાર નિર્માતા કંપની છે. વાત બ્રાન્ડની થઇ રહી છે, ત્યારે સ્કોડા ભારતમાં સારી એવી લોકપ્રીયતા ધરાવે છે.
સ્કોડા દ્વારા ભારતમાં પાંચ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ફેબિયા તેનું એન્ટ્રી લેવલનું એટલે કે એફોર્ડેબલ મોડલ છે, જ્યારે તેનું સૌથી ઉંચુ મોડલ સુપર્બ છે, તેની કિંમત 19થી 17 લાખ રુપિયા સુધીનું છે. જો તમે પણ સ્કોડાની કારને પસંદ કરી રહ્યાં હોવ અથવા તો સ્કોડાની કાર પર પસંદગી ઉતારવાનું વિચારી રહ્યાં હોવ તો આજે અમે અહીં સ્કોડાની ટોપ પાંચ કાર્સ અંગે કિંમત અને એન્જીન સ્પેસિફિકેશન સહિતની માહિતી આપી રહ્યાં છીએ, જે તમને તમારી પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- રેનો ડસ્ટરની ‘ઉડાન'ને રોકવા આવી રહી છે સુઝુકીની વિટારા!
આ પણ વાંચોઃ- વિશ્વના આ ટોપ 10 દેશો ધરાવે છે સૌથી વધુ કાર્સ
આ પણ વાંચોઃ- ટોપ 10 બેસ્ટ એવરેજ આપતી ઇલેક્ટ્રિક કાર્સ

સ્કોડા ફેબિયા
કિંમતઃ- 4.58થી 8.34 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1199 સીસી, 1.2 ટીડીઆઇ સીઆર ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર( પેટ્રોલ), 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

સ્કોડા રેપિડ
કિંમતઃ- 7.22થી 10.97 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, ટર્બોચાર્જ્ડ 16 વી ડીઓએચસી ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 105 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર( પેટ્રોલ), 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

સ્કોડા ઓક્ટિવા
કિંમતઃ- 14.3થી 19.94 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1395 સીસી, 1.4 ટીએસઆઇ, 103 કેડબલ્યુ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 140 બીએચપી અને 3500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ સીઆર 105 કેડબલ્યુ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 143 બીએચપી અને 3000 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 18 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 21 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

સ્કોડા યેતિ
કિંમતઃ- 15.57થી 23.54 લાખ રૂપિયા
એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ સીઆર ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 108 બીએચપી અને 1500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

સ્કોડા સુપર્બ
કિંમતઃ- 19.1થી 27.77 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 1.8 ટીએસઆઇ પેટ્રોલ એન્જીન, 4500 આરપીએમ પર 160 બીએચપી અને 2000 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 140 બીએચપી અને 1750 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 12 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 14 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 15 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
