રેનો ડસ્ટરની ‘ઉડાન’ને રોકવા આવી રહી છે સુઝુકીની વિટારા!
વિશ્વભરના ઓટોમોબાઇલ સેક્ટરમાં કોમ્પેક્ટ એસયુવી સેગ્મેન્ટ સારો એવો વિકાસ કરી રહ્યો છે. ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ કાર નિર્માતા કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ લઇને વૈશ્વિક ઓટો બજારમાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ પેરિસ મોટર શો 2014માં જાપાનીઝ ઓટોમોબાઇલ જાયન્ટ સુઝુકી દ્વારા પોતાની એક રસપ્રદ પ્રોડક્ટને રજુ કરી છે.
સુઝુકીએ પોતાના પ્રોડક્શન મોડલ વિટારાને પેરિસ મોટર શોમાં રજુ કર્યું છે, જે એક કોમ્પેક્ટ એસયુવી છે. જેને હંગરીમાં મેગ્યાર સુઝુકી ફેસિલિટીમાં મેન્યુફેક્ચર્ડ કરવામાં આવી રહી છે. જેનું પ્રોડક્શન વર્ષ 2015ના પ્રારંભ સુધીમાં પૂર્ણ થઇ જશે. આ કોમ્પેક્ટ એસયુવીને સૌપ્રથમ યુરોપિયન દેશોમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ સુઝુકીના અન્ય માર્કેટ્સમાં તેને વેચાણ અર્થે મુકવામાં આવશે. સુઝુકીની આ નવી કોમ્પેક્ટ એસયુવીને બન્ને વેરિએન્ટ એટલેકે પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન આપવામાં આવશે.
એવું માનવામાં આવી રહ્યું છેકે, સુઝુકી વિટારા થકી ફોર્ડની ઇકોસ્પોર્ટ, નિસાન ટેર્રાનો, રેનો ડસ્ટર અને હોન્ડાની આવનારી એસયુવી એચઆરવીને ટક્કર આપશે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે સુઝુકીએ પોતાની આ નવી કોમ્પેક્ટ એસયુવીમાં કઇ-કઇ ખાસિયત આપી છે.
આ પણ વાંચોઃ- ‘હોટ' કાર વડે છોકરીને કરી શકાય ઇમ્પ્રેસ? જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ- કાવાસાકીની H2-H2R અંગે જાણવા જેવી ખાસ વાતો
આ પણ વાંચોઃ- કારના એસીને કેવી રીતે કરવું રિચાર્જ, જાણો ખાસ ટિપ્સ

સુઝુકીની નવી કોમ્પેક્ટ એસયુવી વિટારા
સુઝુકીની નવી કોમ્પેક્ટ એસયુવી વિટારા અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

સુઝુકી વિટારા
સુઝુકીએ પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી વિટારાને 2014 પેરિસ મોટર શોમાં રજુ કરી છે. તેનું પ્રોડક્શન 2015 સુધીમાં પૂર્ણ થઇ જશે અને ત્યારબાદ ટૂંક સમયમાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જે હાલ ભારતમાં ધુમ મચાવી રહેલી કોમ્પેક્ટ એસયુવીને જોરદાર ટક્કર આપશે.

સુઝુકી વિટારાઃ ફ્રન્ટ ડિઝાઇન
સુઝુકી વિટારાની આગળની ડિઝાઇન અંગે વાત કરવામાં આવે તો તેમાં સ્ટ્રોંગ બોડી લાઇન્સ છે. કોમ્પેક્ટ એસયુવીમાં તેને એક સ્પોર્ટ વ્હીકલ જેવી બનાવવામાં આવી છે. તેના હેડલેમ્પ્સ સ્લીક છે અને ડિઝાઇન સાથે સારી રીતે ઇન્ટેગ્રટેડ કરવામાં આવ્યા છે. બમ્પરમાં ફોગ લેમ્પ્સ અને ડેટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે.

સુઝુકી વિટારાઃ સાઇડ વ્યૂ
વિટારાના સાઇડ વ્યૂની વાત કરવામાં આવે તો તે જેવી દેખાય છે, તેના કરતા વધારે મોટી લાગે છે. રૂફ અને પિલ્લર્સમાં બ્લેક અને બ્લૂ કલરનું કોમ્બિનેશન જોવા મળે છે. 5 સ્પોક એલોય વ્હીલ ટ્રેન્ડી લાગે છે અને સ્ટાઇલિશ કોમ્પેક્ટ એસયુવીમાં સારી રીતે સેટ થાય છે. તેમને આ એસયુવીની ડિઝાઇન બ્રિટિશ મેન્યુફેક્ચર્ડ એસયુવીની યાદ અપાવી દે તેવી છે.

સુઝુકી વિટારાઃ રિયર વ્યૂ
વિટારાના રિયર વ્યૂ અંગે વાત કરીએ તો તે સિમ્પલ અને ક્લટર ફ્રી છે. ટેઇલ લેમ્પ્સ સ્મોલ અને રિયર લુકને વધુ સ્પેશ્યસ બનાવે છે. સુઝુકીએ પોતાની આ કોમ્પેક્ટ એસયુવીમાં સ્કિડ પ્લેટ પણ આપી છે. તેમજ પાછળથી તે મસ્ક્યુલર સ્ટાઇલિંગ વ્હીકલ લાગે છે.

સુઝુકી વિટારાઃઇન્ટેરિયર્સ
સુઝુકી વિટારામાં ઓપ્શનલ ઇન્ટેરિયર્સ આપવામાં આવશે, સુઝુકીની યોજના છેકે, વિટારાનો જે બોડી પેઇન્ટ હોય તે અનુસાર તેનું ઇન્ટેરિયર્સ આપવામાં આવે. તેમાં એનાલોગ ક્લોક સાથે મોટીમાત્રામાં ઇન્ફોટેઇનમેન્ટ આપવામાં આવશે.

સુઝુકી વિટારાઃ તારણ
વિટારા ડીઝલ અને પેટ્રોલ એમ બન્ને વેરિએન્ટ્સમાં મળશે. જેમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ હશે. આ એસયુવી ફોર્ડની ઇકોસ્પોર્ટ, નિસાન ટેર્રાનો, રેનો ડસ્ટર અને હોન્ડાની આવનારી એસયુવી એચઆરવીને કપરી ટક્કર આપશે તેવુ માનવામાં આવી રહ્યું છે. આ એસયુવીને સૌપ્રથમ યુરોપિયન દેશોમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ મધ્ય 2015માં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. સુઝુકીએ નક્કી કર્યું છેકે પોતાની આ નવી કોમ્પેક્ટ એસયુવીમાં સારા એવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
