કારના એસીને કેવી રીતે કરવું રિચાર્જ, જાણો ખાસ ટિપ્સ
આજ કાલ ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવતી મોટાભાગની કાર્સમાં એસી આપવામાં આવે છે, આ એક સામાન્ય સુવિધા બની ગઇ છે, જે દરેક કાર નિર્માતા કંપની પોતાની કારમાં આપે છે, જેથી ગ્રાહક સહેલાયથી પોતાની પ્રોડક્ટ પર પસંદગી ઉતારી શકે, પરંતુ સમય જતાં કાર્સમાં આપવામાં આવેલું એસી કામ કરતું બંધ થઇ જાય છે અથવા તો તે જોઇએ તેટલી ઠંડક કારના કેબિનને આપતું નથી.
તેની પાછળનું કારણ એ ડિસચાર્જ થઇ જવાનું પણ છે, સામાન્ય રીતે સર્વિસમાં કાર આપો ત્યારે એ અંગેની સમસ્યા વિશે જણાવો તો તેનું નિરાકરણ આવી જાય છે, પરંતુ ક્યારેક કાર સર્વિસમાં મોડું થઇ જાય અને પોતાની મેળે જ એસીને પુનઃ ઠંડક આપતું કરવું હોય તો તેની કેટલીક ખાસ ટિપ્સ છે, જે જાણી લેવી જરૂરી છે. આજે અમે અહીં કાર કેરમાં એ અંગે જ જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ ભારતની ટોપ 10 બાઇક્સ, કિંમત 1 લાખની અંદર
આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં મારુતિ અને મહિન્દ્રા સામે હાંફી ગયા ટાટા અને ફોર્ડ
આ પણ વાંચોઃ જાણો ખાસ ટિપ્સઃ hot કારને કેવી રીતે કરવી cool

આસપાસના હવાના તાપમાનને નક્કી કરો
જો ટેમ્પ્રેચર 55 ડીગ્રી કરતા વધારે અથવા ઓછું હોય તો વ્હીકલને ચાર્જ કરવાની જરૂર નથી. તેના બદલે ચાર્જિંગ હોસનો ઉપયોગ કરો. રેફ્રિજરેન્ટમાં કટેલા પ્રેસરમાં તેને ચાર્જ કરવાનું છે તેની માહિતી ચાર્ટમાં આપી હોય છે. તેથી ચાર્ટમાં આપવામાં આવેલી સુચનાઓ અનુસાર તેને રિચાર્જ કરો, આમ કરવાથી તમારી સિસ્ટમ સારી રીતે ઓપરેટ થશે.

લો સાઇડ સર્વિસ પોર્ટનું સ્થાન જાણી લો
આ પોર્ટ એક્યુમલેટર અને કમ્પ્રેસર સાથે કનેક્ટિંગ હોય છે. હાઇ સાઇડને કમ્પ્રેસર અને કન્ડેન્સર વચ્ચે લોકેટ કરવામાં આવ્યું હોય છે. તેથી લો સાઇડ સર્વિસ પોર્ટને કઇ ચોક્કસ જગ્યાએ લોકેટ કરાયું છે તે જાણી લો.

લો સાઇડ સર્વિસ પોર્ટની કેપ ઉતારતા પહેલા આટલું કરો
લો સાઇડ સર્વિસ પોર્ટને ક્યાં લોકેટ કરવામાં આવ્યું છે તે જાણી લીધા બાદ તુરંત તેના પર આપવામાં આવેલી કેપને રિમૂવ ન કરો, એ પહેલા તેની આસપાસ લાગેલા કચરાને દૂર કરો, તેને કે સ્વચ્છ કપડાંથી સાફ કરો અને ત્યારબાદ જ કેપને રિમૂવ કરો.

ચાર્જિંગ હોસ લગાડો
લો સાઇડ સર્વિસ પોર્ટ પરથી કેપને રિમૂવ કરવામાં આવ્યા બાદ તેના પર ચાર્જિંગ હોસને લગાડો અને ત્યારબાદ એ વાતની ખાતરી કરો કે તમે સુરક્ષિત કનેક્શન આપ્યું છેકે નહીં, જો તેમાં ખામી જણાય તો પહેલા તેને સરખુ કરો.

સુચનાઓને ફોલો કરો
રેફ્રિજરેન્ટ પેકેજ પર જે સુચનાઓ આપવામાં આવી છે, તેને ફોલો કરો અને રેફ્રિજરેન્ટને સિસ્ટમ સાથે જોડો.

યોગ્ય હવાનું દબાણ
એર પ્રેસર ચાર્ટનો ઉપયોગ કરીને યોગ્ય હવાનું દબાણ રાખો, જ્યારે તમે સિસ્ટમને ચાર્જ કરી રહ્યાં હોવ ત્યારે સતત હવાના દબાણ પર ધ્યાન આપતા રહો.

એસી ચાર્જ થઇ ગયા બાદ હોસને હટાવી લો
એસી સિસ્ટમ પ્રોપર પ્રેસર સાથે ચાર્જ થઇ ગયા બાદ લો સાઇડ સર્વિસ પોર્ટ પરથી ચાર્જિંગ હોસને હટાવી લો અને ડ્રાઇ કુલ સ્પોટમાં વધારાના ઉમેરવામાં આવેલા રેફ્રિજરેન્ટમાં સ્ટોર કરો.

પોર્ટ કેપ સીલ ચેક કરો
રિઇન્સ્ટોલિંગ કરતા પહેલા સર્વિસ પોર્ટની કેપ સીલને ચેક કરી લો, તેમાં કોઇ ક્રેક, નિક્સ કે ટિઅર્સ નથી છે, કારણ કે વાલ્વમાંથી જો લિકેજ હોય તો સીલ તેને સુરક્ષિત કરે છે.












Click it and Unblock the Notifications
