For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ખાસ ટિપ્સઃ hot કારને કેવી રીતે કરવી cool

|
Google Oneindia Gujarati News

એક કાર ધારક તરીકે અનેક એવી બાબતો છે, જેની કાળજી આપણે રાખવી જરૂરી છે અથવા તો એ અંગે જાણકારી રાખવી જરૂરી છે, જેમ કે, ઉનાળા દરમિયાન ગરમ થઇ ગયેલી કારને કેવી રીતે ઠંડી કરવી. જો તમે કોઇ સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ તો પણ તમારે નવી ખરીદેલી કાર જેટલી જ માવજત તેની રાખવી પડે છે. આ માટે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમારી કારને ક્યારેય ખુલ્લા પાર્કિંગમાં પાર્ક ન કરો, તેનાથી કાર ગરમ થઇ જાય છે, કારણ કે કારના દરવાજા અને વિન્ડો બંધ હોય છે અને કારની અંદરનો માહોલ પણ ગરમ થઇ જાય છે.

જો તમે નવી કાર ખરીદો તો તમને કારની માવજત રાખવા માટે કેટલીક માહિતી આપવામાં આવી હોય છે, જેનો ઉપયોગ તમે આવી સ્થિતિમાં કરી શકો છો. કાર ગરમ થઇ જાય ત્યારે કેટલાક સરળ પગલા તમે ભરી શકો છો અને કારને પુનઃ ઠંડી કરી શકો છો. આજે અમે અહીં કાર ગરમ થઇ ગયા બાદ તેને ઠંડી કેવી રીતે કરવી એ અંગે માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા જોઇ લો આ વીડિયો
આ પણ વાંચોઃ- 1699 સીસીની થંડરબર્ડ એલટીને આ બાઇક્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ-ભારતની ટોપ 10 કાર્સ, કિંમત 4 લાખની અંદર

કારમાં બેસતા પહેલા વિન્ડો ખોલી નાંખો

કારમાં બેસતા પહેલા વિન્ડો ખોલી નાંખો

જો તમે તમારી કાર કોઇ ખુલ્લી જગ્યામાં લાંબા સમય સુધી પાર્ક કરી હોય તો તેમાં તુરંત બેસવાની ઉતાવળ ના કરો. કારમાં બેસતા પહેલા પહેલી સીટની બારીઓને ખોલી નાંખો અને ત્યારબાદ અન્ય તરફના દરવાજાને થોડીકવાર માટે ખુલ્લો રાખો. તેમજ અમુક મીનિટ સુધી દરવાજાને ત્રણથી ચાર વખત ખોલબંધ કરો કારણ કે આમ કરવાથી કૂદરતી હવા કારની અંદર જથી રહેશે અને ગરમ હવા બહાર નિકળી જશે, જેથી તમારી કાર ટૂંક સમયમાં ઠંડી થઇ જશે અને એસીની સ્વિચ તુરંત પાડવાની જરૂર નહીં રહે.

પોતાની જાત પરનો કાબૂ ન ગુમાવો

પોતાની જાત પરનો કાબૂ ન ગુમાવો

જો તમારી કારના એન્જીનમાંથી ધૂમાડો આવી રહ્યો હોય તો તમારા પરનો કાબુ ગુમાવો નહીં અને મગજને ઠંડુ રાખીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો. કારણ કે જે ધૂમાડો નિકળી રહ્યો છે, તે બની શકે છેકે કાર વધુ પડતી ગરમ થઇ જવાથી એન્જીનમાંથી નિકળતી વરાળ હોય છે. આવું ત્યારે બને છે, જ્યારે તમે લાંબો સમય સુધી કારને ઉભી રાખ્યા વગર સતત ચલાવ્યા કરતા હોવ. જો આવી સમસ્યાથી બચવું હોય તો સતત ડ્રાઇવ કરવાના બદલે અમુક અંતરે કારને ઠંડી પડવા માટે વિશ્રામ લેવાનો આગ્રહ રાખો. તેમ છતાં આવી સ્થિતિમાં મુકાયા હોય ત્યારે શું કરવું એ જાણવા માટે આગળની તસવીરો પર ક્લિક કરો.

કારને ટ્રાફિકવાળા વિસ્તારથી દૂર લઇ જાઓ

કારને ટ્રાફિકવાળા વિસ્તારથી દૂર લઇ જાઓ

જ્યારે તમે આવી સ્થિતિમાં મુકાયા હોવ ત્યારે કારને ટ્રાફિકભર્યા વિસ્તારથી દૂર લઇ જઇ રોડની એકબાજુ પાર્ક કરો, એવું સ્થળ શોધો જ્યાં તમે આ સમસ્યાનું નિરાકરણ આરામથી લાવી શકો.

એસી બંધ કરી દો

એસી બંધ કરી દો

અન્ય કોઇ સમસ્યા સર્જાય તે પહેલા કારના એસીને બંધ કરી દો, તેમ જ કારને કેવી રીતે ઠંડી પાડવી છે એ અંગે માહિતી એકઠી કરવા લાગો.

કાર કેબિનના હીટરને ચાલું કરી શકો છો

કાર કેબિનના હીટરને ચાલું કરી શકો છો

જો આવી સ્થિતિમાં મુકાયા હોવ ત્યારે એન્જીન બ્લોકમાંથી હીટને બહાર કાઢવા માટે તમે કારના કેબિનમાં આપવામાં આવેલી હીટરની સ્વિચને ચાલું કરી શકો છો.

કારના રેડિએટરને તુરંત સ્પર્શ ન કરો

કારના રેડિએટરને તુરંત સ્પર્શ ન કરો

કાર ગરમ થઇ જાય ત્યારે આપણું મગજ પણ ઠંડક ગુમાવી બેસે છે અને આવી પરિસ્થિતિમા આપણે તુરંત જ કારના હૂડ અથવા રેડિએટર કેપને અડી લઇએ છીએ, પરંતુ આવું સાહસ દર્શાવતા પહેલા કારને થોડીક ઠંડી પડી જવા દો.

જો વધુ સમય લે તો વિશેષજ્ઞનો સંપર્ક કરો

જો વધુ સમય લે તો વિશેષજ્ઞનો સંપર્ક કરો

જો તમારી કાર એકાદ કલાકમાં ઠંડી ન પડે તો પહેલા ફ્યુઅલ લીક છેકે નહીં તે ચકાસો અને જો એકાદ કલાક કરતા વધારે સમય લઇ રહી હોય તો એક જાણકારની મદદ લેવાનો આગ્રહ રાખો.

English summary
tips for cool down a hot car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X