
1699 સીસીની થંડરબર્ડ એલટીને આ બાઇક્સ આપશે ટક્કર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હવે મોંઘેરી કાર્સની જેમ મોંઘી બાઇક પણ લોન્ચ કરવામાં આવી રહી છે. જેમાં અન્ય સામાન્ય અને રેન્જમાં મોંઘી બાઇક કરતા વધારે સીસી આપવામાં આવી રહ્યાં છે. આજ રેન્જમાં ટ્રીમ્ફ મોટરસાઇકલ નિર્માતા કંપની દ્વારા પોતાની નવી બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, ટ્રીમ્ફે પોતાની 1699 સીસીની થંડરબર્ડ એલટી લોન્ચ કરી છે. જેની કિંમત 15.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ બાઇકમાં જે એન્જીન આપવામાં આવ્યું છે તે 5400 આરપીએમ પર 94 પીએસ અને 3550 આરપીએમ પર 151 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ બાઇકને ભારતીય બજારમાં પણ અનેક એ જ રેન્જની બાઇક તરફથી કપરી સ્પર્ધા મળવાની છે, જેમા સૌથી મોટી કંપની હાર્લી ડેવિડ્સન છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે થંડરબર્ડ એલટીને કઇ કઇ બાઇક ટક્કર આપશે.
આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ એક્ટિવા-જ્યૂપિટરને હંફાવી શકશે મહિન્દ્રાનું ગસ્ટો?
આ પણ વાંચોઃ- સામાન્ય કાર્સમાં વપરાયેલી રેસિંગ કાર્સની આ ટોપ 10 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- વિશ્વની લોકપ્રીય બ્રાન્ડ હાર્લી ડેવિડ્સનની જાણવા જેવી ખાસ વાતો

ટ્રીમ્ફ થંડરબર્ડ એલટી
કિંમતઃ- 15.75 લાખ રૂપિયા
એન્જીનઃ- 1699 સીસી, લિક્વિડ કૂલ્ડ, ડીઓએચસી, પેરેલલ ટ્વિન
પાવરઃ- 94 પીએસ
ટાર્કઃ- 151 એનએમ

યામાહા વિમેક્સ
કિંમતઃ- 24 લાખ રૂપિયા
એન્જીનઃ- 1679.00 સીસી, લિક્વીડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, ડીઓએચસી, 4-વાલ્વ, વી ટાઇપ 4 સિલિન્ડર
પાવરઃ- 200.1પીએસ
ટાર્કઃ- 166.8 એનએમ

બીએમડબલ્યુ 1600
કિંમતઃ- 23.20થી 25.52 લાખ રૂપિયા
એન્જીનઃ- 1649.00 સીસી, ઓઇલ/વોટરકૂલ્ડ 4-સ્ટ્રોક ઇનલાઇન 6 સિલિન્ડર એન્જીન
પાવરઃ- 118 કેડબલ્યુ
ટાર્કઃ- 175 એનએમ

હાર્લી ડેવિડ્સન એફએલએચ
કિંમતઃ- 22.81થી 29.00 લાખ રૂપિયા
એન્જીનઃ- 1690 સીસી, એરકૂલ્ડ 4 સ્ટ્રોક ટ્વિન કૅમ 103
ટાર્કઃ- 142 એનએમ

હાર્લી ડેવિડ્સન એફએલએસટી
કિંમતઃ- 14.99થી 16.35 લાખ રૂપિયા
એન્જીનઃ- 1690 સીસી, એરકૂલ્ડ 4 સ્ટ્રોક ટ્વિન કૅમ 96બી
ટાર્કઃ- 132 એનએમ

ટ્રીમ્ફ થંડરબર્ડ સ્ટોર્મ
કિંમતઃ- 13 લાખ
એન્જીનઃ- 1699 સીસી, લિક્વિડ કૂલ્ડ ડીઓએચસી, પેરેલલ ટ્વિન, 270 ફાઇરિંગ ઇન્ટરવલ
પાવરઃ- 98 પીએસ
ટાર્કઃ- 156 એનએમ

હાર્લી ડેવિડ્સન ડ્યાના
કિંમતઃ- 12.95 લાખ રૂપિયા
એન્જીનઃ- 1585 સીસી, એર કૂલ્ડ, ટ્વિન કૅમ
ટાર્કઃ- 126 એનએમ

હાર્લી ડેવિડ્સન એફએક્સડી
કિંમતઃ- 10.30થી 11.85 લાખ રૂપિયા
એન્જીનઃ- 1585 સીસી, એરકૂલ્ડ 4 સ્ટ્રોક ટ્વિન કૅમ 96
ટાર્કઃ- 124 એનએમ

સુઝુકી ઇન્ટ્રુડેર
કિંમતઃ- 10.05થી 16.45 લાખ રૂપિયા
એન્જીનઃ- 1783 સીસી, 4 સ્ટ્રોક, લિક્વિડ કૂલ્ડ, ડીઓએચસી, 54વી-ટ્વિન
ટાર્કઃ- 160 એનએમ