સામાન્ય કાર્સમાં વપરાયેલી રેસિંગ કાર્સની આ ટોપ 10 ટેક્નોલોજી
આપણે રેસિંગ ટ્રેક પર પૂર ઝડપે જતી કાર્સ જોઇને આનંદ ઉઠાવતા હોય છે, આપણો ફેવરિટ કાર રેસર વિજેતા બને તો આપણે પણ એ ડ્રાઇવરને જેટલી ખુશી થાય છે, તેટલી જ ખુશી અનુભવતા હોઇએ છીએ. રેસિંગ કારમાં એવી કેટલીક ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જેથી રેસિંગ દરમિયાન કાર પૂર ઝડપે જઇ શકે, ડ્રાઇવરની સુરક્ષા જળવાઇ રહે, કાર રોડ સાથેની પકડ ન ગુમાવે. જોકે આજ કાલ આ જ ટેક્નોલોજી આપણને સામાન્ય વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતી કાર્સમાં પણ જોવા મળે છે.
આજે અમે અહીં એવી જ ટોપ 10 ટેક્નોલોજી અંગે જણાવી રહ્યાં છીએ, જે આપણી સામાન્ય કાર્સમાં ઉપયોગમાં લેવાઇ છે. જેથી આપણી કાર્સ વધુ સારું પરફોર્મન્સ આપી રહી છે. જોકે આ ટેક્નોલોજી મોટા ભાગે આપણને વૈભવી કાર્સમાં જોવા મળે છે, પરંતુ કેટલીક એવી ટેક્નોલોજી પણ છે, જેને એફોર્ડેબલ અને મધ્યમ કિંમતની કાર્સમાં પણ આપવામાં આવી રહી છે. તો ચાલો તસવીરો થકી એ ટેક્નોલોજી અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- મહિન્દ્રાએ લોન્ચ કર્યુ નવુ સ્કૂટર ગસ્ટો, જાણો શું છે ખાસ
આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી ભયાવહ રસ્તાઓ, જે કહેવાય છે ‘હોન્ટેડ રોડ'
આ પણ વાંચોઃ- ટોપ 10 અનોખા અને શાનદાર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ
આ પણ વાંચોઃ- 10 લાખની કિંમત ધરવાતી સૌથી શ્રેષ્ઠ કાર્સ

ઓટોમેટિક ટ્રાન્સમિશન
હાલ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ટ્રાન્સમિશનનો ઉપયોગ ફોર્મુલા વન રેસિંગ કારમાં કરવામાં આવે છે, જેથી રેસિંગ દરમિયાન ડ્રાઇવરને વારંવાર ગીયર બદલવાની સમસ્યા ન નડે. આ જ ફોર્મેટને હવે સામાન્ય કાર્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ ઘણી એવી કાર્સ છે, જેમાં આ પ્રકારનું ટ્રાન્સમિશન આપવામાં આવી રહ્યું છે.

ટાઇમ સેવર
કેટલીક વૈભવી કાર્સ જેમકે બીએમડબલ્યુ અને પોર્શે જેવી કારમાં આપણને ટાઇમ સેવર જોવા મળે છે, આ ટેક્નોલોજીને પણ રેસિંગ કારમાંથી ઉઠાવવામાં આવી છે. રેસિંગ દરમિયાન દરેક સેકન્ડની ગણતરી થતી હોય છે અને તેના કારણે કારમાં ટાઇમ સેવર બટન આપવામાં આવતું હોય છે. જેથી કારને એ બટન દબાવતા જ સ્ટાર્ટ કરી શકાય છે. આ પ્રકારના બટનનો ઉપયોગ હવે વૈભવી કાર્સ ઉપરાંત ઘણી સામાન્ય કાર્સમાં પણ જોવા મળી રહ્યો છે.

સસપેન્શન
બની શકે કદાચ તમારી કારમાં કેવા પ્રકારનું સસપેન્શન છે તેની તમને માહિતી ના હોય, કારણ કે આપણે સસપેન્શન પર વધારે ધ્યાન આપતા નથી, પરંતુ આ ટેક્નોલોજી પણ રેસિંગ કારમાંથી જ આવી છે, રેસિંગ કારમાં સસપેન્શન ઘણું જ મહત્વ ધરાવે છે, કારણ કે દરેક ટાયર ટ્રેક સાથેનો સંપર્ક જાળવી રાખે એ હતુસર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ટાયર્સ
સસપેન્શનની જેમ ટાયર અંગે પણ આપણે એટલા સજાગ હોતા નથી, પરંતુ જો ટાયર ફ્લેટ થઇ ગયા હોય તો તે રોડ પરનો કાબૂ ગુમાવી દે છે, તેથી ટાયર સારી અવસ્થામાં હોય તો જ તે રોડ પર પોતાની પકડ જાળવી રાખે છે, તેથી રેસિંગ કારમાં હાઇ પરફોર્મન્સ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ હવે સામાન્ય કાર્સમાં પણ કરવામાં આવી રહ્યો છે.

બ્રેક્સ
આપણી સામાન્ય કાર્સમાં પણ હવે ડ્રામા ફ્રી બ્રેક્સ જોવા મળે છે. આ ટેક્નોલોજી પણ રેસિંગ કાર્સમાંથી ઉઠાવવામાં આવી છે. રેસિંગ કારમાં પૂર ઝડપે જતી કારને રોકવા માટે ખાસ પ્રકારની ટેક્નોલોજીનું નિર્માણ કરવામાં આવ્યું હતું કારણ કે જો કારને અચાનક રોકવી હોય તો સામાન્ય બ્રેક તેને રોકી શકતી નથી, તેથી આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણને સામાન્ય કાર્સમાં પણ જોવા મળે છે.

એન્જીન એર નળી
કાર રેસિંગ એ શ્વાસને થંભાવી દે તેવી હોય છે, પરંતુ એન્જીન માટે નહીં, કારણ કે રેસિંગમાં વપરાતી કારમાં એન્જીનને હવા મળી રહે એ માટેની ખાસ સુવિધા કરવામાં આવતી હોય છે. જો સૌથી વધુ હવા એન્જીન સુધી પહોંચે તો તે એટલી સારી રીતે કાર્ય આપી શકે છે. હવે સામાન્ય કારમાં પણ આ પ્રકારની ટેક્નોલોજી જોવા મળે છે.

ડ્યુઅલ ઓવરહેડ કમ્શેફ્ટ
તમે જ્યારે નવી કાર લેવા જાઓ ત્યારે જરૂરથી પૂછજો કે તમે જે કાર લેવા જઇ રહ્યાં છો તેમાં આ પ્રકારની ટેક્નોલોજી છે. અથવા તો પછી ડીઓએચસી ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ પણ રેસિંગ કારમાં કરવામાં આવે છે. જેમાં એન્જીનમાં વાલ્વ હોય છે, જે હવાનું આવન જાવન કરે છે.

એક્સ્ટેરિયર ડિઝાઇન
હાલ બજારમાં આવતી કાર્સમાં એક્સ્ટેરિયર ડિઝાઇન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કારને એ પ્રમારે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તે સારું પરફોર્મન્સ આપી શકે, જેમાં હૂડ સ્કૂપ્સનો ઘણી કાર નિર્માતા કંપનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ બાબત પણ રેસિંગ કારમાંથી ઉઠાવવામાં આવી છે.

નવું મટેરિયલ્સ
રેસિંગ ટ્રેકમાં કાર ટોપ પરફોર્મન્સ આપી શકે એ માટે તેને વજનમાં હળવી અને રોડ પર પકડ જમાવી શકે તેવી બનાવવામાં આવે છે. આ માટે ખાસ પ્રકારના મટેરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક કાર્સને પણ હવે વજનમાં હળવી બનાવવામાં આવી રહી છે અને એ માટે આ જ પ્રકારના નવા મટેરિયલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સેફ્ટી ફીચર્સ
આજે તમે કોઇપણ કાર ખરીદવા જાઓ તો તમને સેફ્ટી ફીચર્સ સારામાં સારા આપવામાં આવેલા હોવાનું જોવા મળે છે, પછી તે વૈભવી કાર્સ હોય કે સામાન્ય કાર્સ. રેસિંગ ટ્રેકમાં જતી કાર્સ ઘણી જ ઝડપથી જતી હોય છે અને તેના ચાલકની સુરક્ષા માટે રેસિંગ કારમાં સુરક્ષા વ્યવસ્થાને ઘણી જ મજબૂત બનાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
