
10 લાખની કિંમત ધરવાતી સૌથી શ્રેષ્ઠ કાર્સ
આજના સમયે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર અંગે વાત કરવામાં આવે તો ભારતીય કાર ધારકો એ કારને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે જે એવરેજના મામલે સારી હોય. આ ઉપરાંત કાર્સમાં કેવા પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે તેના પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યાં છે, જો કારમાં એ જ કિંમતની કાર્સની સરખામણીએ વધારે ફીચર્સ આપવામાં આવ્યા હોય તો એવરેજના મામલે થોડુંક જતું કરે છે, નહીંતર એવરેજને સૌથી વધું મહત્વ આપે છે. ભારતમાં હાલના તબક્કે ઘણી જ કાર લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમત 10 લાખની આસપાસ રાખવામાં આવી છે.
જેના કારણે એક મધ્યમ બજેટમાં તમને સારી એવરેજ, ફીચર્સ અને એન્જીન ધરાવતી કાર્સ ખરીદવામાં અનેક ઓપ્શન મળી રહે છે. આ કાર્સ પરફોર્મન્સના મામલે પણ એટલી જ સારી હોય છે. આજે અમે અહીં એવી જ ટોપ 10 કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમત 10 લાખની આસપાસ છે, જેના ડીઝલ તથા પેટ્રોલ વેરિએન્ટ્સ બહાર પાડવામાં આવ્યા છે અને જેમાં સારા એવા ફીચર્સ પર છે, આ કાર્સ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, હુન્ડાઇ, નિસાન, ફોક્સવેગન જેવી કંપનીઓની કાર્સ છે, તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- એન્ટ્રી લેવલની કઇ કાર સારી? અલ્ટો K10, ઇઓન કે ડટ્સન ગો
આ પણ વાંચોઃ- ભારતે વિદેશમાં એક્સપોર્ટ કરેલી ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ટોપ 10 સૌથી મોંઘી બાઇક, કિંમત 26 લાખ સુધી

મારુતિ સુઝુકી સિઆઝ
કિંમતઃ- 8થી 12 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.3-લિટર મલ્ટી જેટ મોટર, 89બીએચપી ,200 એનએમ
એવરેજઃ-20.73 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26.21 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

હુન્ડાઇ ઇલાઇટ આઇ20
કિંમતઃ- 5.0 - 7.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મહિન્દ્રા ઝાયલો
કિંમતઃ- 7.5થી 10.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 120બીએચપી, 2400-2800આરપીએમ પર 280એનએમ
એવરેજઃ- 11.6 કેએમપીએલ / 14.02 કેએમપીએલ

ફોક્સવેગન વેન્ટો
કિંમતઃ- 7.21થી 10.00 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 250 એનએમ
એવરેજઃ- 15.4 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 20.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

હુન્ડાઇ વેર્ના
કિંમતઃ- 7.18થી 11.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 107 પીએસ અને 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 પીએસ અને 224 એનએમ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

રેનો ડસ્ટર
કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સિટી
કિંમતઃ- 7.20થી 11.10 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મહિન્દ્રા સ્કોર્પિયો
કિંમતઃ- 8.21થી 12.46 લાખ રૂપિયા
એન્જીનઃ- 2609 સીસી, 2.6 લિટર 16વી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 115 બીએચપી અને 1700-2200 આરપીએમ પર 277.5 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કિ.મી પ્રતિ લિટર

નિસાન સન્ની
કિંમતઃ- 6.3થી 9.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.5-લિટર, 98 બીએચપી, 134 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.5-લિટર ડીસીઆઇ, 84 બીએચપી, 200 એનએમ
એવરેજઃ-16.9 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

નિસાન ટેર્રાનો
કિંમતઃ- 9.48થી 12.30 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 8વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર