એન્ટ્રી લેવલની કઇ કાર સારી? અલ્ટો K10, ઇઓન કે ડટ્સન ગો
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કંપનીઓ દ્વારા એન્ટ્રી લેવલની કાર લોન્ચ કરવામાં આવે છે. જેની કિંમત તમામ કાર ધારકોને પોસાય તેવી હોય છે અને તેમાં નોંધ લઇ શકાય તેવી સુવિધાઓ પણ કેટલીક કાર્સમાં આપવામાં આવે છે. બજારમાં એન્ટ્રી લેવલે લોન્ચ કરવામાં આવેલી કાર્સની સંખ્યા ઘણી છે, તેમાંથી આપણી પસંદગી કઇ કાર પર ઉતારવી તે મુશ્કેલ ભર્યું બની જાય છે. કારની પસંદગી વખતે આપણે સામાન્ય રીતે એવરેજ, એન્જીન, ડિમેન્શન્સ, સુરક્ષા સંબંધિત ફીચર્સ તથા અન્ય ફીચર્સ કેવા આપવામાં આવ્યા છે એ અંગે ધ્યાન રાખીએ છીએ અને આપણા બજેટમાં જે કારમાં આ તમામ વસ્તું આપણી અપેક્ષા અને કિંમત પ્રમાણે મળી જાય ત્યારે આપણે એ કાર પર પસંદગીનો કળશ ઢોળતા હોઇએ છીએ.
આજે અમે અહીં એવી જ ત્રણ એન્ટ્રી લેવલની કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં મારુતિ અલ્ટો કે10, હુન્ડાઇ ઇઓન અને ડટ્સન ગો કાર છે. આ કાર હાલ ભારતમાં સારી એવી ધૂમ મચાવી રહી છે. અલ્ટો પહેલાથી જ ભારતમાં ઘણી જ લોકપ્રીય કાર સાબિત થઇ ચૂકી છે અને તેનું આ નવું વર્જન પણ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો તસવીરો થકી આ કારના એન્જીન, કિંમત, ડિમેન્શન સહિતની બાબતો અંગે તુલનાત્મક માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- મોર્ડન કાર્સમાં નિષ્ફળ ગયેલી 8 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ નવી સ્કોર્પિયોની આ 4 એસયુવી સાથે થશે ઓન રોડ લડાઇ
આ પણ વાંચોઃ- પાણીમાં ડૂબેલી કારમાંથી કેવી રીતે નીકળવું સુરક્ષિત? જાણો ખાસ ટિપ્સ

કારની કિંમત અંગે સરખામણી
મારુતિ અલ્ટો કે10ની કિંમતઃ- 3.3થી 3.4 લાખ રૂપિયા
હુન્ડાઇ ઇઓનની કિંમતઃ- 3.0થી 4.1 લાખ રૂપિયા
ડટ્સન ગોની કિંમતઃ- 3.2થી - 3.8 લાખ રૂપિયા

એન્જીનઃ- મારુતિ અલ્ટો કે10
એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 12વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન
પાવરઃ- 6200 આરપીએમ પર 67.1બીએચપી
ટાર્કઃ- 3500 આરપીએમ પર 90 એનએમ
એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.92 કેએમપીએલ

એન્જીનઃ- હુન્ડાઇ ઇઓન
એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 12વી કપ્પા એન્જીન
પાવરઃ- 6200 આરપીએમ પર 68.05 બીએચપી
ટાર્કઃ- 3500 આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કેએમપીએલ / 20.03 કેએમપીએલ

એન્જીનઃ- ડટ્સન ગો
એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 12વી પેટ્રોલ એન્જીન
પાવરઃ- 5000 આરપીએમ પર 67.06 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 104 એનએમ
એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.63 કેએમપીએલ

ડિમેન્શન્સઃ- મારુતિ અલ્ટો કે10
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3620x1475x1460 એમએમ
વ્હીલબેસ:- 2360 એમએમ

ડિમેન્શન્સઃ- હુન્ડાઇ ઇઓન
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3515x1550x1510 એમએમ
વ્હીલબેસ:-2380 એમએમ

ડિમેન્શન્સઃ- ડટ્સન ગો
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3785x1635x1485 એમએમ
વ્હીલબેસ:-2450 એમએમ

સેફ્ટીઃ- મારુતિ સુઝુકી કે10
સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ

સેફ્ટીઃ- હુન્ડાઇ ઇઓન
સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ

સેફ્ટીઃ- ડટ્સન ગો
સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, ફોલો મી હોમ હેડલેમ્પ્સ
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
