• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોર્ડન કાર્સમાં નિષ્ફળ ગયેલી 8 ટેક્નોલોજી

|
Google Oneindia Gujarati News

વૈશ્વિક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અનેક પ્રકારની સુવિધાથી ભરપૂર કાર લોન્ચ કરવામાં આવી રહી છે. ઓટો ક્ષેત્રમાં પોતાની બ્રાન્ડને ટોચ પર રાખવા માટે કાર નિર્માતા કંપનીઓ પોતાની કારમાં એ તમામ પ્રકારની આધુનિક સુવિધા આપવા માગે છે, જે અન્ય કારમાં નથી અથવા તો અન્ય કારની તુલનામાં પોતાની કારમાં વધુ સારી સુવિધા અને ફીચર્સ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે એક સારી બાબત છેકે બદલાતા સમયની સાથે કારમાં પણ પરિવર્તન અને આધુનિકતા આવી રહી છે, જે ક્યાંકને ક્યાંક કાર ચાલકને મદદરૂપ થઇ રહી છે.

પરંતુ ક્યારેક આ ફીચર્સ અને સુવિધા વધુ પ્રમાણમાં આપી દેવામાં આવતા તેનું મહાત્મ્ય ઘટી જાય છે અથવા તો તે કાર ચાલકને વધારે મુંઝવણમાં મુકી દે છે. તો કેટલીક સુવિધા નિષ્ફળ પણ નિવડી રહી છે. ફોર્બ્સ દ્વારા એવી જ કેટલીક ટેક્નોલોજી અંગે માહિતી આપવામાં આવી હતી કે જે મોર્ડન કારમાં નિષ્ફળ નિવડી છે, તો ચાલો તસવીરો થકી તેમાની 8 ટેક્નોલોજી અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ડીઝલ કાર લવર્સને આકર્ષી શકે તેવી ટોપ 10 એસયુવી
આ પણ વાંચોઃ- મર્સીડિઝ બેન્ઝની નવી જીએલએ આપશે આ ટોપ 3 વૈભવી કારને ટક્કર
આ પણ વાંચોઃ- 50 હજાર કરતા ઓછી કિંમતની ટોપ 7 કમ્યુટર બાઇક
આ પણ વાંચોઃ- શા માટે કારમાં આપવામાં આવે છે આરપીએમ, શું છે તેનું કાર્ય?

ફેક ઇગ્ઝૉસ્ટ નૉઇઝ

ફેક ઇગ્ઝૉસ્ટ નૉઇઝ

મોર્ડન કારમેકર્સ સાચો ઇગ્ઝૉસ્ટ નોટ ઉભું કરવા માટે સખત મહેનત કરી રહ્યાં છે. કેટલીક બ્રાન્ડ દશકાઓથી તેના પર કામ કરી રહી છે, પરંતુ આજે દરેક પરફોર્મન્સ કાર અમેઝિક સાઉન્ડ કરે છે. ઇગ્ઝૉસ્ટ રૉરના પાવર માટે બીએમડબલ્યુ જીવે કાર એક્સપ્લોઝનના બદેલ સ્પીકરનો ઉપયોગ કરે છે. તેઓ આવું કરી રહ્યાં છે કારણ કે મોર્ડન કેબિન ઇસ્યુલેશન આકર્ષક રીતે બ્લોક એન્જીન નૉઇઝ કરે છે અને જેના કારણે એન્જીન પાવરફુલ ઇગ્ઝૉસ્ટ નોટ પ્રોડ્યુસ કરવામાં એક્ઝૉસ્ટ કરવામાં અસમર્થ હોય છે. એક્ઝૉસ્ટ નૉઇઝ ઉભો કરવાના કારણે કારની ઓડિયો સિસ્ટમ ખરાબ થઇ જાય છે.

ઇડિયોટિક ઇડિઅટ લાઇટ્સ

ઇડિયોટિક ઇડિઅટ લાઇટ્સ

આજની કારમાં તમે જોશો તો અનેક પ્રકારની માહિતી આપતી લાઇટ્સ આપવામાં આવે છે. જોકે ખરા અર્થમાં તેમાની કેટલીક લાઇટ અનઉપયોગી હોય છે, તેના બદલે કારમાં એક સામાન્ય મેસેજ આપવામાં આવે તો એ વધુ ઉપયોગી થઇ શકે છે.

ક્રિટિકલ ફંક્શન માટે વર્ચ્યૂઅલ બટન્સ

ક્રિટિકલ ફંક્શન માટે વર્ચ્યૂઅલ બટન્સ

આજની મોર્ડન કારમાં આપણને ટચસ્ક્રીન ડિસપ્લે આપવામાં આવે છે. જેમાં અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે, વિવિધ પ્રકારની માહિતી આપતા આ ફીચર્સને રજૂ કરવા માટે હાર્ડ બટન્સ આપવામાં આવ્યા છે. જે સારું છે, પરંતુ કેટલીક કારમાં આપવામાં આવેલી આ ડિસપ્લે સ્ક્રીન અને તેમાં આપવામાં આવેલું હાર્ડ બટનનો ઉપયોગ માત્ર ક્રિટિકલ ફંક્શન માટે કરવામાં આવે તો તે સારું રહે છે.

ઇલેક્ટ્રિક પાવર્ડ ડોર્સ

ઇલેક્ટ્રિક પાવર્ડ ડોર્સ

ટચસ્ક્રીન બટન્સની જેમ ઓટોમેકર્સ દ્વારા મેકેનિકલ ડોરના બદલે ઇલેક્ટ્રિક પાવર્ડ ડોરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હાઇ ટેક ફીચર્સની લેસ હોય છે, બટનને ટચ કરતાની સાથે જ ડોર ઓપન અને ક્લોઝ થઇ જાય છે, પરંતુ ત્યારે શું જ્યારે કારની બેટરી સારી અવસ્થામાં ના રહે. અથવા તો પછી કાર ઇલેક્ટ્રિક પાવર મેળવવાનો ગુમાવી દે ત્યારે? તેવી સ્થિતિમા કારમાં મેકેનિકલ અલ્ટરનેટિવ્સનો પણ ઉપયોગ થવો જરૂરી છે.

કિલેસ સ્ટાર્ટ

કિલેસ સ્ટાર્ટ

મોર્ડન કારમાં એક ખાસ સુવિધા આપવામાં આવે છેકે તમે કારને ચાવી વગર ઓપરેટ કરી શકો છો. આ એક સારી બાબત છે, જેના કારણે તમે અનેક પ્રકારની સમસ્યાથી નિરાકરણ મેળવી લો છો, કારને લોક કરવી સહિતની બાબત તમે માત્ર બટન દબાવવાથી કરી શકો છો, પરંતુ આ સુવિધા ક્યારેક અસુવિધામાં પણ પરિવર્તિત થઇ શકે છે, જ્યારે તમે એ કિને ક્યાંક ખોટી જગ્યાએ અથવા તો બીજા કોઇકની પાસે છોડી દો છો.

આઇડલ સ્ટોપ ટેક્નોલોજી

આઇડલ સ્ટોપ ટેક્નોલોજી

હાઇબ્રીડ વ્હીકલ્સમાં આઇડલ સ્ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અન્ય કેટલીક કાર્સમાં પણ આ પ્રકારની સુવિધા ધીરે ધીરે આપવામાં આવી રહી છે, તેનાથી કારમાં ફ્યુઅલને બચાવી શકાય છે. જોકે આ સુવિધા ધરાવતી કાર્સ ચાલું થતી વખતે વધારે અવાજ કરતી હોય છે અથવા તો પછી વાઇબ્રેશન થવા માંડે છે. તેવું અનેક કાર્સમાં જોવામાં આવ્યું છે. નાની મુસાફરીમાં એ તમને તણાવગ્રસ્ત પણ ક્યારેક બનાવી શકે છે અને તમને એવી અનુભૂતિ થાય છેકે તમે એક લાંબી મુસાફરી કરીને આવ્યા છો.

ફીચર્સનો પ્રતિબંધિત વપરાશ

ફીચર્સનો પ્રતિબંધિત વપરાશ

આજે કારમાં અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે, જે સારી વાત છે, પરંતુ ક્યારેક આ જ ફીચર્સ ડ્રાઇવરને પરેશાન કરી મુકે છે. તેની પાછળનું કારણ કારમાં મુસાફરી કરતા અન્ય લોકો છે, જેમના દ્વારા એ ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કરવા પર દબાણ કરવામાં આવે છે, તેમ છતાં કેટલાક ફીચર્સ એવા હોય છે, જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યારે આવા પ્રકારના ફીચર્સથી લેસ કાર કંટાળો ઉપજાવી દે છે.

ડમ્બ ડિસપ્લે સ્ક્રીન્સ

ડમ્બ ડિસપ્લે સ્ક્રીન્સ

આજકાલની કારમાં બેક અપ કેમેરા જોવા મળે છે, જેના કારણે કારની સુરક્ષામાં વધારો થાય છે, પરંતુ એ માટે કારમાં જે ડિસપ્લે સ્ક્રીન આપવામાં આવે છે, ઘણી જ ખરાબ હાલતમાં હોય છે અને તેનું વિઝન પણ જોઇએ તેટલું ક્લિયર હોતું નથી. આવું તમને પણ આ પ્રકારની સુવિધા આપતી કેટલીક કારમાં જોવા મળી શકે છે.

English summary
8 worst technology fails in cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X