ડીઝલ કાર લવર્સને આકર્ષી શકે તેવી ટોપ 10 એસયુવી
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ એટલે કે એસયુવીને ખરીદનારાઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ડીઝલ એન્જીન ધરાવતી એસયુવીને પેટ્રોલ એસયુવી કરતા વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ ડીઝલ એસયુવી ભારતમાં સારી એવરેજ અને એફિસિએન્સી ધરાવે છે. જ્યારે આ મામલે પેટ્રોલ વર્ઝન નબળું છે અને તેથી જ પેટ્રોલ એસયુવી કરતા ડીઝલ એસયુવીને ગ્રાહકો વધારે પસંદ કરી રહ્યાં છે.
ભારતમાં એસયુવી કાર્સની કિંમત અંગે વાત કરવામાં આવે તો મહિન્દ્રા, ટાટા, ટોયોટા, રેનો, મિત્સુબિશી સહિતની કાર નિર્માતા કંપનીઓ દ્વારા વિવિધ કિંમતે પોતાની એસયુવીને લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવીની પ્રારંભિક કિંમત 7 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલની કિંમત 30 લાખની આસપાસ છે. અહીં ભારતની ટોપ 10 ડીઝલ એસયુવીની કિંમત, એવરેજ અને એન્જીન અંગે માહિતી આપવામાં આવી છે, તેથી જો તમે પણ એક એસયુવી લવર હોવ અને કોઇ એસયુવી કાર ખરીદવા માગતા હોવ તો નીચે તસવીરો થકી આપવામાં આવેલી માહિતી ઉપયોગી નીવડી શકે છે.
આ પણ વાંચોઃ- ડ્રાઇવરનું ગયું મગજ અને કંઇક આ રીતે લીધો બદલો
આ પણ વાંચોઃ- જીવનમાં એકવાર આ હાઇવે પર કરવું જોઇએ બાઇક રાઇડિંગ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 સેવન સીટર કાર્સ

મહિન્દ્રા સ્કોર્પિયો
કિંમતઃ- 8.21થી 12.46 લાખ રૂપિયા
એન્જીનઃ- 2609 સીસી, 2.6 લિટર 16વી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 115 બીએચપી અને 1700-2200 આરપીએમ પર 277.5 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કિ.મી પ્રતિ લિટર

રેનો ડસ્ટર
કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમતઃ- 6.15થી 9.49 લાખ રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.7 કિ.મી પ્રતિ લિટર

નિસાન ટેર્રાનો
કિંમતઃ- 9.48થી 12.30 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 8વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ટાટા સફારી સ્ટોર્મ
કિંમતઃ- 10.29થી 14.33 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16 વી વીટીટી વરીકોર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 138.1 બીએચપી અને 1700-2700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક

સ્કોડા યેતિ
કિંમતઃ- 15.57થી 19.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 1968 સીસી, 2.0 ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 110 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા એક્સયુવી 500
કિંમતઃ- 10.83થી 14.65 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16વી એમહૉક ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 140 બીએચપી અને 1600-2800 આરપીએમ પર 330 એનએમ ટાર્ક
એવરેજઃ- 15.1 કિ.મી પ્રતિ લિટર

ટોયોટા ફોર્ટ્યુનર
કિંમતઃ- 22.7 - 24.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 2982 સીસી, 3.0-લિટર 168.7બીએચપી 16વી ડી-4ડી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 168.7બીએચપી, 1400-3200આરપીએમ પર 360એનએમ
એવરેજઃ- 12.55 કિ.મી પ્રતિ લિટર

મિત્સુબિશી પજેરો
કિંમતઃ- 23.5થી 23.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2477 સીસી, 2.5-લિટર 16 વિ કોમન રેઇલ ડીઆઇ-ડી એન્જીન, 4000 આરપીએમ પર 175.56 બીએચપી અને 2000-2500 આરપીએમ પર 400 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા સાસંગયોંગ રેક્સટન
કિંમતઃ- 18.67થી 20.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2696 સીસી, આરએક્સ 270 એક્સડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 162 બીએચપી અને 3250 આરપીએમ પર 340 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
