જીવનમાં એકવાર આ હાઇવે પર કરવું જોઇએ બાઇક રાઇડિંગ

માનવીએ વિશ્વભરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જમીન માર્ગનું નિર્માણ કર્યું છે, જેના થકી માનવી પોતાના વાહન વડે બે સ્થળ વચ્ચેનું અંતર ઓછું કરી શકે છે, ઝડપભેર ત્યાં પહોંચી શકે છે. જોકે વિશ્વમાં એવા અનેક રોડ પણ માનવી દ્વારા બનાવવામાં આવ્યા છે, જે અંગે કલ્પના સુદ્ધા પણ કરી શકાય નહીં, ક્યાંક પર્વતોને ભેદીને રસ્તા બનાવવામા આવ્યા છે, તો ક્યાંક પર્વતોના કિનારે દરિયાનું અને કુદરતી સૌંદર્યનું રમણીય દ્રશ્ય જોતા જોતા મુસાફરી કરવાની મજા આપતા રસ્તાઓનું નિર્માણ કર્યું છે.

તો ક્યાંક રણની અંદર માનવીએ રસ્તાનું નિર્માણ કરી એક અનેરું દ્રશ્ય અન્યોનું પુરુ પાડ્યું છે. જોકે આમાના કેટલાક રસ્તા ઘણા જ જોખમી પણ કહેવાય છે. આજે અમે અહીં કેટલાક એવા રસ્તાઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે માર્ગ પર જીવનમાં એકવાર બાઇક રાઇડિંગ તો કરવું જ જોઇએ. જે બાઇક રાઇડર્સને સાહસ અને સૌંદર્યના સથવારે બાઇક રાઇડિંગ કરવાની મજા લેવામાં રૂચિ હોય તેમને ચોક્કસપણે આ રસ્તાઓ પસંદ પડશે. તો ચાલો તસવીરો થકી એ રસ્તાઓ અંગે આછેરી માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- આ ભારતીય સેલિબ્રિટીઓની શાહી સવારી છે રોલ્સ રોય્સ
આ પણ વાંચોઃ- રેમ્પ પર મળ્યો કેટરિનાનો સંગાથ ને ચમકી ઉઠી ઓડી કારની બ્યૂટી
આ પણ વાંચોઃ- લેમ્બોર્ગિની હુરાકૈનની નથી રાહ આસાન, આ સુપરકાર્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ- ભાભા એ કંઇક આ રીતે ચલાવી બાઇક ને ઉડ્યા બધાના હોંશ

કારાકોરમ હાઇવે

કારાકોરમ હાઇવે

આ રસ્તો પાકિસ્તાન અને ચીનને જોડે જેની લંબાઇ 1,300 કિલોમિટર છે, જેનું નિર્માણ 1966માં કરવામાં આવ્યું હતું. એક બાઇક રાઇડર્સને અહીં એડવેન્ચર્સની સાથે બાઇક રાઇડ કરવાની તક મળી શકે છે.

સેર્રા દો રિઓ દો રાસ્ત્રો

સેર્રા દો રિઓ દો રાસ્ત્રો

આ માર્ગ બ્રાઝીલના સાન્તા કટારિના ના સેર્રા દો રિઓ દો રાસ્ત્રો ખાતે આવેલો છે. આ રોડને માઉન્ટેન રોડ કહેવામાં આવે છે. આ રોડ પર બાઇક રાઇડર્સને પર્વતોની ગોદમાં કુદરતી સૌંદર્ય વચ્ચે સાહસિક બાઇક રાઇડ કરવાની તક મળી શકે છે.

જેબલ હાફીટ માઉન્ટેન રોડ

જેબલ હાફીટ માઉન્ટેન રોડ

આ રોડ અબુધાબી ખાતે આવેલો છે. આ એક ત્રી માર્ગીય રસ્તો છે અને તેમાં 60 જેટલા વળાંકો છે, આ રોડ પર બાઇક ચલાવવાની એક અલગ મજા છે.

હાના હાઇવે

હાના હાઇવે

આ હાઇવે હવાઇ ખાતે આવેલો છે. આ હાઇવેની લંબાઇ 103.64 કિલોમીટર છે. અહીં તમે કુદરતી સૌંદર્ય અને દરિયા બન્ને નજારાનો આનંદ ઉઠાવી શકો છો.

ટ્રોલિસ્ટિજેન

ટ્રોલિસ્ટિજેન

આ હાઇવે નોર્વેમાં આવેલો છે અને તે એક માઉન્ટેન રોડ છે. જેની લંબાઇ 55 કિલોમીટરની છે.

ગૌલિઅંગ ટનલ રોડ

ગૌલિઅંગ ટનલ રોડ

આ ટનલ રોડ ચીનમાં આવેલી છે. જેને વિશ્વના સૌથી ખતરનાક રસ્તાઓમાંની એક પણ માનવામાં આવે છે. એક તો ટનલમાં રસ્તો છે અને બીજી તરફ ઉંડી ખીણ છે.

લોસ કારાકોલેસ પાસ

લોસ કારાકોલેસ પાસ

આ રસ્તો ચીલી અને આર્જેન્ટિનાની વચ્ચે આવેલો રસ્તો છે. આ રોડને વિશ્વના સૌથી ખતરનાક અને ડેથ ઝોન હાઇવે તરીકે પણ માનવામાં આવે છે.

ટ્રાન્સફાગરાસન રોડ

ટ્રાન્સફાગરાસન રોડ

આ રસ્તો રોમાનિયામાં આવેલો છે. આ રોડની લંબાઇ 90 કિલોમીટર છે અને તેને 1974માં બનાવવામાં આવ્યો હતો.

આમલ્ફિ કોસ્ટ

આમલ્ફિ કોસ્ટ

આ રોડ ઇટલીમાં આવેલો છે. આ રોડને પણ વિશ્વના સૌથી ખતરનાક રોડમાનો એક માનવામાં આવે છે. આ રોડ દરિયા કિનારે માઉન્ટેન પર આવેલો રોડ છે.

કેઉતા ટૂ માર્રાકેસ લૂપ

કેઉતા ટૂ માર્રાકેસ લૂપ

આ રસ્તો મોરક્કોમાં આવેલો છે. જેની લંબાઇ 2,570 કિલોમીટર છે.

પ્યેરનીસ લૂપ

પ્યેરનીસ લૂપ

આ રોડ ફ્રાન્સ અને સ્પેનમાં આવેલો છે. જેની લંબાઇ 2,410 કિલોમીટર છે.

ધ ગ્રેટ ઓસન રોડ

ધ ગ્રેટ ઓસન રોડ

આ રોડ ઓસ્ટ્રેલિયામાં આવેલો છે, જેની લંબાઇ 290 કિલોમીટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X