For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેમ્બોર્ગિની હુરાકૈનની નથી રાહ આસાન, આ સુપરકાર્સ આપશે ટક્કર

|
Google Oneindia Gujarati News

વિશ્વભરના ઓટોમોબાઇલ સેક્ટરમાં જાણીતી કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિની દ્વારા પોતાની નવા કાર હુરાકૈને લોન્ચ કરવામાં આવી છે. જોકે હુરાકૈનને ભારત સિવાયના અન્ય દેશોમાં પહેલાંથી જ લોન્ચ કરી દેવામાં આવી હતી. નવી લેમ્બોર્ગિની હુરાકૈનની કિંમત અંગે વાત કરીએ તો એક્સ શો રૂમ દિલ્હી અનુસાર તેની કિંમત 3.43 કરોડ રૂપિયાની આસપાસ હશે. નવી ઇટાલિયન સુપર કાર અંગે વાત કરીએ તો તેમાં શાર્પ એજ્સ, ટ્રેડિશનલ લેમ્બોર્ગિની ડિઝાઇન, એન્જીનમાં રેડિએટર્સને કૂલ કરી શકે એ માટે ફ્રન્ટમાં લાર્જ એર વેન્ટ્સ આપવામાં આવ્યું છે, તેમજ આ કારને વજનમાં હળવી રાખવા માટે તેમાં એલ્યુમિનિયમ અને ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારનું ઇન્ટિરીયર શાનદાર છે, તેમાં મોટું 12.3 ઇન્ચનું ટીએફટી ડિસપ્લે છે.

ગલાર્ડોના સ્થાને આવી રહેલી આ કારની મંજીલ આસાન નહીં હોય, તેના જેવી જ ખુબી ધરાવતી અનેક સ્પોર્ટ્સ કાર ભારત સહિત વિદેશમાં ધૂમ મચાવી રહી છે. જેમાં ઑડીની આર8 વી10 પ્લસ, ફેરારીની 458 ઇટાલિયા અને મેક્લારેનની 12સી છે. આ ઉપરાંત શેરવોલેની ઝેડઆર1 પણ તેને કપરી સ્પર્ધા આપી શકે તેવી છે. જોકે ઝડપના મામલામાં આ કાર અન્ય કારનો મ્હાત આપી શકે તેમ છે. ભારતમાં લેમ્બોર્ગિનીએ પોતાની નવી કાર લોન્ચ કરી છે, ત્યારે તેની ઉક્ત ત્રણ કાર સાથેની તુલનાત્મક માહિતી અમે અહીં આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ
આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

લેમ્બોર્ગિની હુરાકૈન

લેમ્બોર્ગિની હુરાકૈન

એન્જીન:- 5204 સીસી, 5.2 લિટર 40વી વી10 એન્જીન
પાવર: 8250 આરપીએમ પર 601 હોર્સપાવર
ટાર્ક: 6500 આરપીએમ પર 560 એનએમ ટાર્ક
કિંમત: 3.43 કરોડ રૂપિયા
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3.3 સેકન્ડ્સ
ટોપ સ્પીડઃ- 325કિ.મી પ્રતિ કલાક

ઑડી આર8 વી10 પ્લસ

ઑડી આર8 વી10 પ્લસ

એન્જીન: 5204 સીસી, 5.2 લિટર 40વી વી10 એન્જીન
પાવર: 8000 આરપીએમ પર 541.7 બીએચપી
ટાર્ક: 6500 આરપીએમ પર 540એનએમ
કિંમત: 2.14 કરોડ રૂપિયા
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3.7 સેકન્ડ્સ
ટોપ સ્પીડઃ- 318કિ.મી પ્રતિ કલાક

ફેરારી 458 ઇટાલિઆ

ફેરારી 458 ઇટાલિઆ

એન્જીન: 4497 સીસી, 4.5-લિટર વી8 પેટ્રોલ એન્જીન
પાવર: 9000 આરપીએમ પર 561.9 બીએચપી
ટાર્ક: 6000 આરપીએમ પર 540 એનએમ
કિંમત: 3.27 કરોડ રૂપિયા
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3.4 સેકન્ડ્સ
ટોપ સ્પીડઃ- 325કિ.મી પ્રતિ કલાક

મેક્લારેન 12સી

મેક્લારેન 12સી

એન્જીન: 3799 સીસી 3.8-લિટર ટ્વિન ટર્બો વી8 એન્જીન
પાવર: 7500 આરપીએમ પર 625 પીએસ
ટાર્ક: 3000-7000 આરપીએમ પર 600 એનએમ
કિંમત: 1.7 કરોડ રૂપિયા
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3.3 સેકન્ડ્સ
ટોપ સ્પીડઃ- 333કિ.મી પ્રતિ કલાક

English summary
car comparison Lamborghini Huracan vs its supercar rivals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X