અમદાવાદને અમિત શાહની ₹405 કરોડની વિકાસ ભેટ, 101 ઓક્સિજન પાર્ક સહિત અનેક જનકલ્યાણકારી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે શહેરને વિકાસની વધુ એક મોટી ભેટ આપશે. તેમના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના અંદાજે ₹405 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હરિયાળી વધારવાના હેતુથી 101 ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કરવામાં આવશે તેમજ નવી ઇલેક્ટ્રિક બસોને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે.

આ વિકાસકાર્યોનો મુખ્ય હેતુ અમદાવાદમાં પર્યાવરણ સંરક્ષણ, શહેરી સુવિધાઓ અને જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવાનો છે. 101 ઓક્સિજન પાર્કના નિર્માણથી શહેરમાં હરિયાળો વિસ્તાર વધશે, જ્યારે ઇ-બસોના સમાવેશથી પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન મળશે.

Amit Shah

કાર્યક્રમ દરમિયાન વિવિધ નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને નવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. અમદાવાદના આધુનિક વિકાસને ગતિ આપવા માટે આ પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

અમદાવાદને આગામી વર્ષોમાં વૈશ્વિક કક્ષાના શહેર તરીકે વિકસાવવાના વિઝન હેઠળ શહેરમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક જાહેર પરિવહન અને નાગરિક સુવિધાઓને સતત વિસ્તૃત કરવામાં આવી રહી છે. આજે થનારા આ વિકાસકાર્યો પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X