ડ્રાઇવરનું ગયું મગજ અને કંઇક આ રીતે લીધો બદલો
સૌથી પહેલા અમે જણાવી દઇએ કે અમારો ઉદ્દેશ્ય રસ્તા પર ગુસ્સો અથવા તો સ્પર્ધાને વધારો આપવાનો નથી. અમે નથી ઇચ્છતા કે રસ્તા પર કોઇપણ પ્રકારનો ગુસ્સો દર્શાવવામાં આવે. આપણે વાહન ચલાવતી વખતે તમામ યાતાયાત નિયમોનું પાલન કરવું જોઇએ. તેમ છતાં આ વીડિયોમાં બદલો લેનારાની ક્રિએટિવિટી અને દિમાગના વખાણ કરવા પડે તેમ છે.
આ વીડિયો રોડ પર એક ગુસ્સા અને બદલાની ભાવનાને સંબંધિત છે, જેમાં એક સેડાન, એક એસયુવીને કટ ઓફ કરે છે. એસયુવી નો ડ્રાઇવર ઘણી જ ઉતાવળમાં અને ગુસ્સામાં હતો, જેને જોઇને લાગે છેકે કંઇક નાટકીય ઘટના થવાની છે. એસયુવીના માલિકે ઝડપથી સેડાનની ઓવરટેક કરી લીધી અને આગળ નિકળી ગયો.
જ્યારે એસયુવી આગળ જઇને જમણી તરફ વળી જાય છે અને ડ્રાઇવર કાર પાર્ક કરીને સેડાનની રાહ જોવે છે. તે પોતાની કારને ફરીથી સ્ટાર્ટ કરે છે અને કાચા માર્ગમાંથી પોતાની એસયુવીને બહાર કાઢે છે, જ્યાં ઘણું પાણી અને કાદવ ભરેલું છે. દૂર્ભાગ્યપૂર્ણ સેડાનનો ડ્રાઇવર પોતાની કારનો કાંચ નીચે કરે છે અને બધી જ ગંદકી કારમાં આવી જાય છે.
આ પણ વાંચોઃ- આ ભારતીય સેલિબ્રિટીઓની શાહી સવારી છે રોલ્સ રોય્સ
આ પણ વાંચોઃ- રેમ્પ પર મળ્યો કેટરિનાનો સંગાથ ને ચમકી ઉઠી ઓડી કારની બ્યૂટી
આ પણ વાંચોઃ- લેમ્બોર્ગિની હુરાકૈનની નથી રાહ આસાન, આ સુપરકાર્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ- ભાભા એ કંઇક આ રીતે ચલાવી બાઇક ને ઉડ્યા બધાના હોંશ

સેડાને એક એસયુવીને કટ ઓફ કરી
એક સેડાન કારના ચાલકે બાજુમાંથી પસાર થતી એસયુવીને કટ ઓફ કરી હતી, જેનાથી એસયુવી ડ્રાઇવર ગુસ્સે ભરાયો હતો.

પુર ઝડપે ચલાવી એસયુવી
ગુસ્સે ભરાયેલા ચાલકે એસયુવીને પુર ઝડપે ચલાવી અન્ય કારની સાઇડ કાપી આગળ જતો રહ્યો હતો.

સેડાન કારની પ્રતિક્ષા
અન્ય કારની સાઇડ કાપ્યા બાદ એસયુવી ચાલકે આગળ કાચા રસ્તા પાસે સેડાન કારની પ્રતિક્ષા કરી હતી.

આ રીતે લીધો બદલો
સેડાન કાર જેવી નજીક આવી ત્યારે ગુસ્સે ભરાયેલા ચાલકે એસયુવીને ફરી કાચા રસ્તે ઝડપી ચલાવી હતી.

પાણી અને કાદવનો વરસાદ
કાચા રસ્તામાં પડેલા પાણી અને કાદવનો વરસાદ એસયુવી ચાલકે સેડાન કાર પર કર્યો હતો.

પાણી અને કાદવનો વરસાદ
કાચા રસ્તા પર રહેલું પાણી અને કાદવનો સેડાન કાર પર કંઇક આ રીતે વરસાદ થયો હતો. આ ઘટનાનો વીડિયો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
એસયુવી ડ્રાઇવરે લીધો બદલો
ગુસ્સે ભરાયેલા એસયુવી ડ્રાઇવરે કંઇક આ રીતે બદલો લીધો હતો, તેનો વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
