For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે વિદેશમાં એક્સપોર્ટ કરેલી ટોપ ટેન કાર્સ

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ પ્રોડક્શનની વાત કરવામાં આવે તો છેલ્લા એક દશકાની અંદર ભારતમાં તેનો વ્યાપ વધ્યો છે, ભારતમાં ઓટોમોબાઇલ માર્કેટ દિવસેને દિવસે વિકાસની એક અલગ પરિભાષા લખી રહ્યું છે. વિદેશની મોટાભાગની કંપનીઓ હવે ભારતમાં પોતાની કાર લોન્ચ કરી રહી છે. જેમાં અનેક સ્પોર્ટ્સ કાર અને વૈભવી કાર્સનો સમાવેશ થાય છે. જે સાબિત કરે છેકે ભારતનું ઓટો બજાર એક નવી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. ભારતમાં એવા કાર ધારકોની સંખ્યા પણ વધી ગઇ છેકે તેઓ સામાન્ય કારના બદલે હવે ટોપ કાર્સ ખરીદી રહ્યાં છે.

એક સમય હતો ભારતે બહારથી કારને ઇમ્પોર્ટ કરવી પડતી હતી અને તે અમુક ગણ્યાં ગાંઠ્યા લોકો પાસે જ જોવા મળતી હતી, પરંતુ આજે દિશા બદલાઇ ગઇ છે. ભારત અનેક પક્ષે મજબૂત બની રહ્યું છે અને ભારતીય બજારમાં પોતાની કારને સરળતાથી પહોંચાડી શકાય એ માટે પોતાના પ્રોડક્શન યુનિટ્સ ભારતમાં ખોલી રહી છે, જેમાં મારુતિ સુઝુકી, હુન્ડાઇ, નિસાન સહિતની કાર નિર્માતા કંપનીઓ છે. એટલું જ નહીં પરંતુ આ કાર નિર્માતા કંપનીઓ કે જે ભારતમાં પોતાની કાર બનાવી રહી છે, તે હવે ભારત બહાર પણ પોતાની આ કારનું વેચાણ કરી રહી છે. ભારતમાં કારની ગુણવત્તા સારી થઇ રહી છે અને તેના જ કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાંથી કારને એક્સપોર્ટ કરવાનું ચલણ પણ વધી રહ્યું છે. આજે અમે અહીં ગયા વર્ષે એટલે કે 2013મા એક્સપોર્ટ કરવામાં આવેલી ટોપ 10 કાર્સ અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો એ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- મોર્ડન કાર્સમાં નિષ્ફળ ગયેલી 8 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ નવી સ્કોર્પિયોની આ 4 એસયુવી સાથે થશે ઓન રોડ લડાઇ
આ પણ વાંચોઃ- પાણીમાં ડૂબેલી કારમાંથી કેવી રીતે નીકળવું સુરક્ષિત? જાણો ખાસ ટિપ્સ

હુન્ડાઇ આઇ10

હુન્ડાઇ આઇ10

આ યાદીમાં પહેલું નામ હુન્ડાઇની આઇ10નું આવે છે. કંપનીએ આ કારના કુલ 109,074 યુનિટ ભારતમાંથી એક્સપોર્ટ કર્યા છે.

નિસાન માઇક્રા

નિસાન માઇક્રા

આ યાદીમાં બીજા સ્થાને આવે છે, કાર નિર્માતા કંપની નિસાનની માઇક્રા. કંપનીએ આ કારના કુલ 78,383 યુનિટ ભારતમાંથી એક્સપોર્ટ કર્યા છે.

હુન્ડાઇ આઇ20

હુન્ડાઇ આઇ20

આ યાદીમાં ત્રીજા સ્થાને છે હુન્ડાઇની આઇ20. કંપનીએ આ કારના કુલ 59,789 યુનિટને ભારત બહાર એક્સપોર્ટ કર્યા છે.

મારુતિ સુઝુકી એ સ્ટાર

મારુતિ સુઝુકી એ સ્ટાર

મારુતિ સુઝુકી પણ આ યાદીમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ યાદીમાં ચોથા ક્રમે છે, મારુતિ સુઝુકીની એ સ્ટાર. કંપનીએ પોતાની આ કારના કુલ 45,193 યુનિટને ભારતમાંથી એક્સપોર્ટ કર્યા છે.

નિસાન સન્ની

નિસાન સન્ની

આ યાદીમાં પાંચમાં ક્રમે છે, નિસાનની સન્ની કાર. આ કારના કુલ 37,730 યુનિટ ભારત બહાર એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગનની વેન્ટો કાર આ યાદીમાં છઠ્ઠાં ક્રમે છે. કંપનીએ પોતાની આ કારના કુલ 32,017 યુનિટ ભારતમાંથી એક્સપોર્ટ કર્યા છે.

હુન્ડાઇ એક્સન્ટ

હુન્ડાઇ એક્સન્ટ

હુન્ડાઇ કંપનીએ પોતાની એક્સન્ટ કારના કુલ 29,107 યુનિટ ભારત બહાર એક્સપોર્ટ કર્યા છે.

ફોર્ડ ફિગો

ફોર્ડ ફિગો

ફોર્ડે પોતાની કાર ફિગોનાં કુલ 28,304 ભારત બહાર એક્સપોર્ટ કર્યા છે.

મારુતિ અલ્ટો

મારુતિ અલ્ટો

મારુતિ અલ્ટો ભારતની સૌથી લોકપ્રીય કાર્સમાંની એક છે. મારુતિએ પોતાની આ કારના કુલ 20,858 યુનિટ ભારતમાંથી એક્સપોર્ટ કર્યા છે.

હુન્ડાઇ ઇઓન

હુન્ડાઇ ઇઓન

હુન્ડાઇએ પોતાની કાર ઇઓનના કુલ 19,296 યુનિટ ભારત બહાર એક્સપોર્ટ કર્યા છે.

English summary
top 10 exported cars of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X