
વિશ્વના સૌથી ભયાવહ રસ્તાઓ, જે કહેવાય છે ‘હોન્ટેડ રોડ’
આપણે વિશ્વના અનેક હોન્ટેડ સ્થળો અંગે સાંભળ્યું છે. વિશ્વભરમાં એવા ઘણા બધા સ્થળો છે, જ્યાં પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાનું લોકોએ અનુભવ્યું છે. બંગ્લો, હવેલીઓ, કે પછી કિલ્લાઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આજે અમે વિશ્વના એવા રસ્તાઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેમને ઘોસ્ટ રોડ અથવા તો હોન્ટેડ રોડ તરીકે માનવામાં આવે છે. આ રોડ પર પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાનું લોકોનું કહેવું છે અને આ રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા પણ અન્ય હાઇવે કરતા વધારે જોવા મળે છે.
ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, અમેરિકા કે પછી હોંગકોંગ જેવા અનેક દેશો અને શહેરો છે, જ્યાં આવા હોન્ટેડ રોડ આવેલા છે, જ્યાંથી લોકો ભય સાથે પસાર થઇ રહ્યાં છે. આ રસ્તાઓ પર વાહન ચાલકોએ ક્યારેક આત્માઓ તો ક્યારેક જંગલી જાનવારોની હિલચાલ નિહાળી છે, તો કેટલાક લોકોએ વોલ્ફની હાજરી હોવાની વાત પણ કહી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે વિશ્વમાં આવા કેટલા રસ્તાઓ છે.
આ પણ વાંચોઃ- એન્ટ્રી લેવલની કઇ કાર સારી? અલ્ટો K10, ઇઓન કે ડટ્સન ગો
આ પણ વાંચોઃ- ભારતે વિદેશમાં એક્સપોર્ટ કરેલી ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ટોપ 10 સૌથી મોંઘી બાઇક, કિંમત 26 લાખ સુધી

એ 75, કિન્મોન્ટ સ્ટ્રેઇટ
ક્યાં આવેલો છે આ રોડઃ- સાઉથ વેસ્ટ સ્કોટલેન્ડ
આ રોડ સાથે જોડાયેલી અનેક રહસ્યમયી સ્ટોરીઝ સાંભળવા મળી છે. આ રોડને ધ ઘોસ્ટ રોડ પણ કહેવામાં આવે છે, તેમજ તેને મોસ્ટ હોન્ટેડ રોડ પણ કહેવામાં આવે છે.

કેલી રોડ
ક્યાં આવેલો છે આ રોડઃ- ઓહિઓવિલે, પેન્સ્યેલવાનિયા
આ રોડ પણ અનેક પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાના અહેવાલ મળતા રહ્યાં છે. આ રોડ પર ગાઢ જંગલમાંથી પસાર થતો હોવાથી ત્યાં પ્રાણીઓ દ્વારા હુમલા કરવાના બનાવો પણ બનતા રહે છે.

ડેડ મેન્સ કર્વ
ક્યાં આવેલો છે આ રોડઃ- ક્લેરમોન્ટ કાઉન્ટી, ઓહિયો
આ હાઇવેનો ઘણો જ ભયાનક માનવામાં આવે છે. આ રોડનું નિર્માણ 1831માં કરવામાં આવ્યું હતું. આ સ્થળે 1969માં પાંચ ટીનેજરના મોત નીપજ્યાં હતા, ત્યારથી આ હાઇવેને હોન્ટેડ હાઇવે માનવામાં આવે છે.

બૂન કાઉન્ટી
ક્યાં આવેલો છે આ રોડઃ- ઇલિનોઇસ
આ રોડમાં પણ અને હોન્ટિંગની ઘટનાઓ જોવા મળી છે. આ રોડને બ્લડ્સપોઇન્ટ રોડ કહેવામાં આવે છે.

સ્ટોકબ્રીજ બાયપાસ
ક્યાં આવેલો છે આ રોડઃ- ઇંગ્લેન્ડ
આ રોડ એમ67 મોટરવેનો ભાગ છે. આ રોડને કિલર રોડ પણ કહેવામાં આવે છે. આ રોડ પર અનેક અકસ્માતોની ગંભીર ઘટનાઓ બનેલી છે.

એમ6 મોટરવે
ક્યાં આવેલો છે આ રોડઃ- ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડમાં ઘણા લોકો એવું માને છેકે લાંબા રોડને સૌથી વધુ હોન્ટેડ માનવામાં આવે છે. આ રોડ પણ અનેક મોટરિસ્ટને પેરાનોર્મલ એક્ટિવિટીનો અનુભવ થયો છે.

થુએન મુન રોડ
ક્યાં આવેલો છે આ રોડઃ- હોંગકોંગ
હોંગકોંગનો આ રોડ સૌથી વધુ ટ્રાફિક ધરાવતો રોડ છે અને આ રોડ પર અનેક લોકોએ ઘોસ્ટની હાજરીની અનુભૂતિ કરી છે.

હાઇવે 666
ક્યાં આવેલો છે આ રોડઃ- ઉટાહ, યુનાઇટેડ સ્ટેટ્સ
આ હાઇવેને હાઇવે નં. 191 પણ કહેવામાં આવે છે. આ રોડ પર અનેક અકસ્માતોની ઘટના ઘટી છે. આ રોડને પણ ઘણો જ ભયાવહ માનવામાં આવે છે.

એ229
ક્યાં આવેલો છે આ રોડઃ- સસેક્સથી કેન્ટ, ઇંગ્લેન્ડ
આ રોડને ઘણો જ હોન્ટેડ માનવામાં આવે છે. અહીં એક સુદર છોકરીની આત્મા ભટકતી હોવાની ઘટના અંગે અનેક લોકોએ કહ્યું છે.

ક્લિન્ટન રોડ
ક્યાં આવેલો છે આ રોડઃ- પાસિઆક કાઉન્ટ, ન્યૂ જર્સી
આ રોડમાં અનેક વિચિત્ર ઘટનાઓ બનતી હોવાના ઉદહારણ છે અને અનેક લોકોએ એવું અનુભવ્યું પણ છે. કેટલાક લોકોનું કહેવું છેકે અહીં લાલ આંખોવાળો ગ્રે વોલ્ફ વાહનો પર હુમલો કરે છે.