કમ્પૅરિઝનઃ એક્ટિવા-જ્યૂપિટરને હંફાવી શકશે મહિન્દ્રાનું ગસ્ટો?
મહિન્દ્રા ટૂ વ્હીલર્સ દ્વારા બજારમાં પોતાનું નવુ સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. મહિન્દ્રા પોતાના આ સ્કૂટર થકી ટૂ વ્હીલર્સ ક્ષેત્રના સ્કૂટર સેગ્મેન્ટમાં હોન્ડા, ટીવીએસ, સુઝુકી, યામાહા અને હીરો જેવી જાણીતી સ્કૂટર નિર્માતા કંપનીઓને કપરી ટક્કર આપવા માગી રહી છે. જે પ્રકારે મહિન્દ્રાએ પોતાના નવા સ્કૂટર ગસ્ટોને બનાવ્યું છે, તેને જોતા લાગી રહ્યું છેકે, આગામી સમયમાં બજારમાં સ્કૂટર ખરીદનારા લોકોને એક સારું ઓપ્શન મળી શકે છે અને વિરોધી કંપનીઓને મજબૂત સ્પર્ધાનો સમાનો પણ કરવો પડી શકે છે.
ખાસ કરીને વાત કરીએ તો મહિન્દ્રા ગસ્ટોની સીધી ટક્કર હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જ્યૂપિટર સાથે થવાની છે, આ બન્ને સ્કૂટર બજારમાં સારી એવી ધૂમ મચાવી રહ્યાં છે. હોન્ડા એક્ટિવા ભારતનું સૌથી લોકપ્રીય સ્કૂટર છે અને થોડા સમય પહેલા જ તેણે ટૂ વ્હીલર્સ બજારમાં વેચાણના મામલે હીરોની સૌથી લોકપ્રીય બાઇક સ્પેલન્ડરને પછાડી હતી. આજે અમે અહીં મહિન્દ્રા ગસ્ટો, હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જ્યૂપિટરની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તેમની કિંમત, એન્જીન, એવરેજ, ડિમેન્શન્સ અને તેની અપસાઇડ થતા ડાઉનસાઇડ અંગે માહિતી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- મહિન્દ્રાએ લોન્ચ કર્યુ નવુ સ્કૂટર ગસ્ટો, જાણો શું છે ખાસ
આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી ભયાવહ રસ્તાઓ, જે કહેવાય છે ‘હોન્ટેડ રોડ'
આ પણ વાંચોઃ- ટોપ 10 અનોખા અને શાનદાર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ
આ પણ વાંચોઃ- 10 લાખની કિંમત ધરવાતી સૌથી શ્રેષ્ઠ કાર્સ

કિંમત અંગે સરખામણી
મહિન્દ્રા ગસ્ટોની કિંમતઃ- 43થી 47 હજાર રૂપિયા
હોન્ડા એક્ટિવાની કિંમતઃ- 46,397 રૂપિયા
ટીવીએસ જ્યૂપિટરની કિંમતઃ 44,204 રૂપિયા

એન્જીનઃ- મહિન્દ્રા ગસ્ટો
એન્જીનઃ- 109.6 સીસી, 4 સ્ટ્રોક, એર કૂલર, 1 સિલિન્ડર
પાવરઃ- 8 પીએસ
ટાર્કઃ- 9 એનએમ

એન્જીનઃ- હોન્ડા એક્ટિવા
એન્જીનઃ- 109 સીસી, એર કૂલ્ડ 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર
પાવરઃ- 8.1 પીએસ
ટાર્કઃ- 8.74 એનએમ

એન્જીનઃ- ટીવીએસ જ્યૂપિટર
એન્જીનઃ- 109.7 સીસી, 4 સ્ટ્રોક,સિંગલ સિલિન્ડર,એર કૂલ્ડ,ઓએચસી
પાવરઃ- 7.9 પીએસ
ટાર્કઃ- 8 એનએમ

ડિમેન્શન્સઃ- મહિન્દ્રા ગસ્ટો
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 1825x697x1188 એમએમ
વ્હીલબેસ:- 1275 એમએમ

ડિમેન્શન્સઃ- હોન્ડા એક્ટિવા
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 1761x710x1147 એમએમ
વ્હીલબેસ:- 1238 એમએમ

ડિમેન્શન્સઃ- ટીવીએસ જ્યૂપિટર
લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 1834x650x1115 એમએમ
વ્હીલબેસ:- 1275 એમએમ

એવરેજ અંગે સરખામણી
મહિન્દ્રા ગસ્ટોની એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર
હોન્ડા એક્ટિવાની એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર
ટીવીએસ જ્યૂપિટરની એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- મહિન્દ્રા ગસ્ટો
અપસાઇડઃ- ફીચર્સ, રિફાઇન્ડ પાવરપ્લાન્ટ
ડાઉનસાઇડઃ- સ્પોન્ગી બ્રેક્સ

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- હોન્ડા એક્ટિવા
અપસાઇડઃ- એર્ગોનોમિક્સ, કમ્ફર્ટ, બિલ્ટ ક્વૉલિટી, ફ્યુઅલ એફિસિઅન્સી
ડાઉનસાઇડઃ- બાઉન્સી સન્સપેન્શન

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- ટીવીએસ જ્યૂપિટર
અપસાઇડઃ- ફીચર્સ, કિંમત, ઇકોનોમી
ડાઉનસાઇડઃ- વિરોધી સ્કૂટર્સને મળતો આવતો દેખાવ