
ભારતની ટોપ 10 કાર્સ, કિંમત 4 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલની વાત કરવામાં આવે તો ભારતમાં એ કાર વધારે લોકપ્રીય થાય છે અથવા તો વેચાણ કરે છે, જેનું બજેટ ઓછું હોય અને તે સારું પરફોર્મન્સ કરતી હોય. એ વાતને ધ્યાનમાં રાખીને વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા એફોર્ડેબલ રેન્જમાં સારી સુવિધા સાથેની કાર્સને લોન્ચ કરવામાં આવે છે. ખાસ કરીને મારુતિ સુઝુકી દ્વારા આ રેન્જમાં વધારે કાર લોન્ચ કરાય છે અને તેની કારની લોકપ્રીયતા પણ વધારે રહે છે. મારુતિ સુઝુકી ઉપરાંત ટાટા, હુન્ડાઇ, નિસાન, ફોર્ડ, શેવરોલે અને ડટ્સન જેવી કંપનીઓ દ્વારા કાર લોન્ચ કરવામાં આવી રહી છે.
આજે અમે અહીં 4 લાખ કરતા ઓછી કિંમતની ટોપ 10 કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે ભારતના મોટાભાગના સામાન્ય પરિવારને સ્પર્શતી અને પોસાય તેવી કાર્સ છે. તો ચાલો તસવીરો થકી આપણે તેની કિંમત, એવરેજ, એન્જીન અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ એક્ટિવા-જ્યૂપિટરને હંફાવી શકશે મહિન્દ્રાનું ગસ્ટો?
આ પણ વાંચોઃ- સામાન્ય કાર્સમાં વપરાયેલી રેસિંગ કાર્સની આ ટોપ 10 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- વિશ્વની લોકપ્રીય બ્રાન્ડ હાર્લી ડેવિડ્સનની જાણવા જેવી ખાસ વાતો

ટાટા નેનો
કિંમતઃ- 2.0 - 2.7 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 624 સીસી, 0.6-લિટર 37.4બીએચપી 4વી પેટ્રોલ એન્જીન, 5500+/-250આરપીએમ પર 37.4બીએચપી , 4000+/-500આરપીએમ પર 51 એનએમ
એવરેજઃ- 22.2 કિ.મી પ્રતિ લિટર / 25.4 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

મારુતિ સુઝુકી અલ્ટો 800
કિંમતઃ- 2.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 796 સીસી, 0.8 લિટર 12વી એફ8ડી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 47.3 બીએચપી અને 3500 આરપીએમ પર 69 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.74 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ ઇઓન
કિંમતઃ- 3.0 - 4.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 68.05બીએચપી 12વી કપ્પા એન્જીન, 6200આરપીએમ પર 68.05બીએચપી, 3500આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર / 20.03 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

નિસાન માઇક્રા એક્ટિવ
કિંમતઃ- 3.5થી 4.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર 12 વી લાઇન પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 67.4 બીએચપી અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.24 કિ.મી પ્રતિ લિટર /19.49 કિ.મી પ્રતિ લિટર

ડટ્સન ગો
કિંમતઃ- 3.2થી - 3.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 12વી પેટ્રોલ એન્જીન
પાવરઃ- 5000 આરપીએમ પર 67.06 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 104 એનએમ
એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.63 કેએમપીએલ

શેવરોલે સ્પાર્ક
કિંમતઃ- 3.44થી 4.88 લાખ રૂપિયા
એન્જીનઃ- 995સીસી, એસ-ટેક 4 સિલિન્ડર ઇનલાઇન એસઓએચસી પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 62 બીએચપી અને 4200 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર

મારુતિ અલ્ટો કે10
કિંમતઃ- 3.3થી 3.4 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 12વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન
પાવરઃ- 6200 આરપીએમ પર 67.1બીએચપી
ટાર્કઃ- 3500 આરપીએમ પર 90 એનએમ
એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.92 કેએમપીએલ

મારુતિ વેગનઆર 1.0
કિંમતઃ- 3.49થી 4.34 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી પેટ્રોલ એન્જીન, 6200 આરપીએમ પર 67 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.5 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ફિગો
કિંમતઃ- 4.0 - 6.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મારુતિ સુઝુકી સિલેરિયો
કિંમતઃ- 3.9થી 4.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર / 22.0 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)