For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં મારુતિ અને મહિન્દ્રા સામે હાંફી ગયા ટાટા અને ફોર્ડ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દિવાળી પહેલા જ બમ્પર વેચાણની હેલી આવી ગઇ છે. ભારતની અનેક કાર નિર્માતા કંપનીઓએ સપ્ટેમ્બર માસમાં અનેકગણો ગ્રોથ કર્યો છે, જ્યારે કેટલીક કાર નિર્માતા કંપનીઓ માટે સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો નથી. સૌથી વધુ લાભ મારુતિ સુઝુકીને થયો છે, તેણે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જેટલા વાહનો વેચ્યા હતા, તેના કરતા ચાલું વર્ષે 4.6 ટકા વધુ વાહનોનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત મહિન્દ્રા, નિસાન, હોન્ડા, હુન્ડાઇ અને ટોયોટા જેવી વાહન નિર્માતા કંપનીઓએ પણ સારો એવો વિકાસ નોંધાવ્યો છે.

બીજી તરફ ભારતની જાણીતી બ્રાન્ડ ટાટા ઉપરાંત ફોર્ડ અને જનરલ મોટર્સ(શેવરોલે)ને સપ્ટેમ્બર મહિનો ફળ્યો નથી. ગયા વર્ષે આ મહિને આ કંપનીઓ જેટલા વાહનોનું વેચાણ કર્યું હતું. તેના કરતા ઘણા ઓછા વાહન ચાલું વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેચ્યા છે. મારુતિએ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 109,742 વાહનોનું વેચાણ કર્યું છે. જે સાબિત કરે છેકે ભારતમાં આ બ્રાન્ડ કેટલી લોકપ્રિયતા ધરાવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતીય ઓટો જગતમાં કઇ કઇ વાહન નિર્માતા કંપનીએ કેટલા વાહનોનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચોઃ- માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા જોઇ લો આ વીડિયો
આ પણ વાંચોઃ- 1699 સીસીની થંડરબર્ડ એલટીને આ બાઇક્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ-ભારતની ટોપ 10 કાર્સ, કિંમત 4 લાખની અંદર

મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી

સપ્ટેમ્બર 2014:- 109,742 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 104,964 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 4.6 ટકા

ટાટા મોટર્સ

ટાટા મોટર્સ

સપ્ટેમ્બર 2014:- 46,118 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 50,387 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 8 ટકા ડાઉન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

સપ્ટેમ્બર 2014:- 44,911 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 43,289 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 4 ટકા

નિસાન ઇન્ડિયા

નિસાન ઇન્ડિયા

સપ્ટેમ્બર 2014:- 4,145 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 2,527 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 64.2 ટકા

ટોયોટા કિર્લોસ્કર મોટર

ટોયોટા કિર્લોસ્કર મોટર

સપ્ટેમ્બર 2014:- 12,552 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 12,015 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 4 ટકા

હોન્ડા ઇન્ડિયા

હોન્ડા ઇન્ડિયા

સપ્ટેમ્બર 2014:- 15,015 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 10,354 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 45 ટકા

હુન્ડાઇ

હુન્ડાઇ

સપ્ટેમ્બર 2014:- 51,471 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 51,417 યુનિટનું વેચાણ

ફોર્ડ ઇન્ડિયા

ફોર્ડ ઇન્ડિયા

સપ્ટેમ્બર 2014:- 13,742 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 14,217 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 3.34 ટકા ડાઉન

જનરલ મોટર્સ ઇન્ડિયા

જનરલ મોટર્સ ઇન્ડિયા

સપ્ટેમ્બર 2014:- 4,413 યુનિટનું વેચાણ
સપ્ટેમ્બર 2013:- 7,048 યુનિટનું વેચાણ
ગ્રોથઃ- 37.38 ટકા ડાઉન

English summary
maruti lead car sales tally in September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X