For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના આ ટોપ 10 દેશો ધરાવે છે સૌથી વધુ કાર્સ

|
Google Oneindia Gujarati News

કોઇને પણ પૂછવામાં આવે કે તેની મનપસંદ વસ્તુ શુ છે તો તેના મોઢે પોતાની મનપસંદ વસ્તુઓની યાદીમાં કાર અને બાઇકનો ઉલ્લેખ જરૂરથી હશે, વિશ્વભરમાં કાર્સનું અધિક વેચાણ થાય છે અને તેને લઇને ઓટોમોબાઇલ જગતે વૈશ્વિક અર્થજગતમાં પોતાની એક અલગ છાપ છોડી છે. ભારતમાં પણ આપણને અનેક કાર લવર્સ મળી જશે. જોકે ભારતમાં હજુ કાર બજાર પોતાની ચરમ સીમાએ પહોંચવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેની ખાસ નોંધ અનેક કાર નિર્માતા કંપનીઓએ કરી છે અને તેથી જ ભારતમાં આજે મોટાભાગની જાણીતી કાર નિર્માતા કંપનીઓ પોતાની શ્રેષ્ઠ કાર્સનું લોન્ચિંગ કરે છે.

જોકે વિશ્વના અનેક દેશો એવા છે, જ્યાંની જનતા કાર્સ પ્રત્યે અનેકગણો પ્રેમ ધરાવે છે અને ત્યાં માથાદીઠ કાર્સની સંખ્યા ઘણી જ છે. આજે અમે અહીં એ સંદર્ભે એક આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેમાં જણાવવામાં આવ્યું છેકે વિશ્વના કયા દેશમાં સૌથી વધુ કાર્સ છે અથવા તો કાર્સનો પેસેન્જર વ્હીકલ્સ તરીકે રોજ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ યાદીમાં 1000 લોકોએ કારની સંખ્યા કેટલી છે, તે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે વિશ્વના કયા ટોપ 10 દેશોમાં સૌથી વધુ કાર ધારકો રહે છે.

આ પણ વાંચોઃ- ‘હોટ' કાર વડે છોકરીને કરી શકાય ઇમ્પ્રેસ? જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ- કાવાસાકીની H2-H2R અંગે જાણવા જેવી ખાસ વાતો
આ પણ વાંચોઃ- કારના એસીને કેવી રીતે કરવું રિચાર્જ, જાણો ખાસ ટિપ્સ

સાન મેરિનો

સાન મેરિનો

1000 લોકોએ 1139 પેસેન્જર કાર્સ. આ દેશ વિશ્વનો સૌથી નાનો દેશ છે, પરંતુ કારની સંખ્યાના મામલે તે સૌથી ટોપ પર આવે છે.

લિએચ્તેન્સ્ટેઇન

લિએચ્તેન્સ્ટેઇન

1000 લોકોએ 744 પેસેન્જર કાર્સ. 61 સ્ક્વેર માઇલ્સમાં ફેલાયેલા આ વિસ્તારમાં બસ સ્ટેશન, ટ્રેન સ્ટેશન, એરપોર્ટ્સ સહિતની સુવિધાઓ હોવા છતાં આ દેશના નાગરીકો કાર ડ્રાઇવ કરવાનું વધારે પસંદ કરે છે.

મોનાકો

મોનાકો

1000 લોકોએ 729 પેસેન્જર કાર્સ. સૌથી વધુ કાર્સ ધરાવતા દેશોમાં મોનાકો ત્રીજા ક્રમે આવે છે. આ નાના અમથા રાષ્ટ્રમાં લોકો આનંદથી રહે છે અને તેમના માટે કાર એક સ્ટેટ્સ સિમ્બોલ સમાન છે.

લક્સમ્બર્ગ

લક્સમ્બર્ગ

1000 લોકોએ 667 પેસેન્જર કાર્સ. આ દેશ 998 સ્ક્વેયર માઇલ્સમાં ફેલાયેલો છે. તેની વસ્તી અડધા મિલિયનની આસપાસ છે. અહીંના લોકોને કારનો ઘણો જ શોખ છે. અહીંના રસ્તાઓ પર આપણને વૈભવી કાર્સ વધારે જોવા

મળે છે.

આઇસલેન્ડ

આઇસલેન્ડ

1000 લોકોએ 646 પેસેન્જર કાર્સ. આઇસલેન્ડ 39,770 સ્ક્વેયર માઇલ્સમાં ફેલાયેલો છે. અહીં કારનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આઇસલેન્ડનો રિંગ રોડ એ લોકો માટે સૌથી વધારે જાણીતો છે, જે પડકારોને ઝીલવા

માગે છે.

પુએર્તો રિકો

પુએર્તો રિકો

1000 લોકોએ 629 પેસેન્જર કાર્સ. પુએર્તો રિકોની સરકારે ન્યૂ ટ્રેન અર્બાનો રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ, રેગ્યુલર ફેરી સર્વિસ અને મોટી માત્રામાં બસ સર્વિસ શરૂ કરી હોવા છતાં પણ સ્થાનિક લોકો પોતાની કારમાં પ્રવાસ કરવાનું વધારે પસંદ કરે છે.

ઇટલી

ઇટલી

1000 લોકોએ 605 પેસેન્જર કાર્સ. ઇટલીને કારપ્રેમી રાષ્ટ્ર માનવામાં આવે છે. મસેરાટી, ફેરારી અને લેમ્બોર્ગિની જેવી શાનદાર કાર્સનું તેને ઘર માનવામાં આવે છે.

ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ

1000 લોકોએ 597 પેસેન્જર કાર્સ. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કાર ધારકોની સંખ્યા ઘણી જ છે. ન્યુઝીલેન્ડને વિશ્વનું સૌથી સુંદર રાષ્ટ્ર માનવામાં આવે છે અને અહીંના લોકો સુંદરતાને નિહાળવા માટે પોતાની કાર્સમાં પ્રવાસ કરવાનો વધારે પસંદ કરે છે.

માલ્તા

માલ્તા

1000 લોકોએ 595 પેસેન્જર કાર્સ. વિશ્વના સૌથી વધુ કાર ધરાવતા રાષ્ટ્રોમાં માલ્તા નવમાં ક્રમે આવે છે. અહીંના લોકો પણ કાર પ્રત્યે ઘણો જ પ્રેમ ધરાવે છે.

લિથુઆનિયા

લિથુઆનિયા

1000 લોકોએ 565 પેસેન્જર કાર્સ. આ યાદીમાં 10મુ સ્થાન ધરાવે છે. અહીંના લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મોટાભાગે કાર પર પસંદગી ઉતારે છે.

English summary
world's 10 countries with motst cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X