
ટોપ 10 બેસ્ટ એવરેજ આપતી ઇલેક્ટ્રિક કાર્સ
વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિક કાર માર્કેટ વિકસી રહ્યું છે, તેની પાછળ અનેક કારણ જવાબદાર છે, અને હવે કાર ધારકો પણ ડીઝલ અને પેટ્રોલ કારની સરખામણીએ ઇલેક્ટ્રિક કાર્સને પણ મહત્વ આપી રહ્યાં છે. જેના કારણે બીએમડબલ્યુ, નિસાન, ટેસ્લા સહિતની કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બહાર પાડવામાં આવી રહ્યાં છે. પહેલા એવું હતુ કે ઇલેક્ટ્રિક કાર્સ લાંબા અંતર સુધી ચલાવી શકાતી નહોતી પરંતુ હવે બજારમાં જે કાર્સ આવે છે તે લાંબી રેન્જ ધરાવે છે, જેથી લોકો સહેલાયથી લાંબ અંતર સુધી એ કારમાં ટ્રાવેલ કરી શકે છે.
આજે અમે અહીં એવી જ ટોપ 10 ઇલેક્ટ્રિક કાર અંગે જણાવી રહ્યાં છીએ, જે કાર સારી એવરેજ અથવા તો લાંબી રેન્જ ધરાવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કંપનીની કઇ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- ‘હોટ' કાર વડે છોકરીને કરી શકાય ઇમ્પ્રેસ? જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ- કાવાસાકીની H2-H2R અંગે જાણવા જેવી ખાસ વાતો
આ પણ વાંચોઃ- કારના એસીને કેવી રીતે કરવું રિચાર્જ, જાણો ખાસ ટિપ્સ

ટેસ્લા મોડલ એસ
ટેસ્લાની મોડલ એસ કારે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર માનવામાં આવે છે. કારની એવરેજ અંગે મળેલા અહેવાલ અનુસાર આ કાર 265 માઇલ્સની રેન્જ સુધી ડ્રાઇવ કરી શકાય છે.

બીએમડબલ્યુ આઇ3
બીએમડબલ્યુ દ્વારા નિર્માણ કરવામાં આવેલી આઇ3ને પણ શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર માનવામાં આવે છે. આ ભારતની સારી ઇલેક્ટ્રિક કાર્સમાની એક છે, જે 81 માઇલ્સની એવરેજ આપવા સક્ષમ છે.

શેવરોલે સ્પાર્ક
આ કાર યુએસએની ટોપ 10 ઇલેક્ટ્રિક કાર્સમાંની એક છે, જેને 82 માઇલ્સ સુધી ચલાવી શકાય છે.

નિસાન લીફ
આ કાર પાસેથી જાપાનીઝ કાર નિર્માતા કંપનીને ઘણી જ આશા છે. આ કારની 84 માઇલ્સની રેન્જ છે.

મર્સીડિઝ બેન્ઝ ઇ ક્લાસ ઇલેક્ટ્રિક ડ્રાઇવ
મર્સીડિઝ બેન્ઝ પોતાની શાનદાર વૈભવી કાર માટે વિશ્વભરમાં જાણીતી છે. કંપની દ્વારા ઇ ક્લાસ ઇલેક્ટ્રિક ડ્રાઇવ કારને લોન્ચ કરવામાં આવી છે, જે 85 માઇલ્સની એવરેજ આપી શકે છે.

ફિયાટ 500 ઇ
ફિયાટની આ કાર કોમ્પેક્ટ, ગુડ લુકિંગ કાર છે. આ કારને વિશ્વની શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર્સમાની એક માનવામાં આવે છે. આ કાર 85 માઇલ્સની રેન્જ ધરાવે છે.

રેવ4 ઇવી
રેવ4 ઇવી કાર એક ઇલેક્ટ્રિક કારની અપેક્ષા કરતા વધારે એવરેજ આપે છે, આ કારની રેન્જ 103 માઇલ્સની છે.

સ્માર્ટ ફોર ટૂ કૂપ
આ ઇલેક્ટ્રિક કાર 68 માઇલ્સની રેન્જ ધરાવે છે અને ભારતમાં સૌથી સફળ મોડલ સાબિત થઇ શકે છે.

મિત્સુબિશી ઇ એમઆઇઇવી
જાપાનીઝ કાર નિર્માતા કંપનીનું વધુ એક મોડલ છે. આ કાર મિત્સુબિશી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ કાર 62 માઇલ્સની રેન્જ ધરાવે છે.

ફોકસ ઇલેક્ટ્રિક
ટોપ 10 બેસ્ટ એવરેજ આપતી ઇલેક્ટ્રિક કાર્સમાં 10માં ક્રમે છે ફોકસ ઇલેક્ટ્રિક કાર. આ કાર 76 માઇલ્સની રેન્જ ધરાવે છે.