યમરાજ બની આવી કાર, કિસ્મત સામે મોતે પણ નમતુ જોખ્યું
અનેક પ્રકારની કાર રેલી અથવા તો રેસિંગનું આયોજન વિશ્વભરમાં કરવામાં આવે છે, ત્યારે તેને અત્યંત નજીકથી નિહાળવાની મજા અલગ હોય છે, પુર ઝડપે પસાર થતી કાર્સ અને તેનો અવાજ આપણને મનમોહિત કરી મુકે છે, જોકે, આ પ્રકારે ઝડપભેર પસાર થતી કાર્સને નજીકથી જોવી ઘણી જ જોખમી સાબિત થાય છે. આજે અમે અહીં એક વીડિયો દર્શાવી રહ્યાં છીએ, તેમાં એક કાર પોતાના ટ્રેક પરથી ઉતરી પડી હતી અને રેસને નજીકથી નિહાળી રહેલા લોકો તરફ આવી ગઇ હતી. જોકે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી.
વીડિયો તમે જોઇ શકશો કે કેવી રીતે એક કાર ટ્રેક પરથી ઉતરી ગયા બાદ લોકો પર પડી હતી અને કારનો કેવો ભુક્કો બોલી ગયો હતો. પળવારમાં કાર પોતાના તરફ આવી જતા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કટેલાક દર્શકોને પોતાનું સ્થાન છોડવાની તક પણ મળી નહોતી. આ વીડિયોમાં તમે નિહાળી શકશો કે કેવી રીતે કાર મહિલા દર્શકની નજીક પડી હતી, પહેલી નજરે જોવામાં આવે તો એમ જ લાગે કે આ અકસ્માતમાં કોઇ જ બચ્યું નહીં હોય પરંતુ કિસ્મત સામે મોતે પણ નમતું જોખવું પડ્યું હતું. ચાલો તસવીરો અને વીડિયો થકી આ ઘટનાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- રેનો ડસ્ટરની ‘ઉડાન'ને રોકવા આવી રહી છે સુઝુકીની વિટારા!
આ પણ વાંચોઃ- વિશ્વના આ ટોપ 10 દેશો ધરાવે છે સૌથી વધુ કાર્સ
આ પણ વાંચોઃ- ટોપ 10 બેસ્ટ એવરેજ આપતી ઇલેક્ટ્રિક કાર્સ

યમરાજ બની આવી કાર
તમે તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે કાર યમરાજ બનીને દર્શકો તરફ આવી.

પળવારમાં લોકો તરફ ધસી આવી કાર
દર્શકો કંઇ વિચારે તે પહેલા કાર તેમના તરફ ધસી આવી હતી.

લોકોએ બચવાનો પ્રયાસ કર્યો
પળવારમાં કાર પોતાના તરફ આવી જતા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થળ છોડવાની પણ તક મળી નહીં
કારની ગતિ એટલી બધી હતી કે લોકોને પોતાનું સ્થાન છોડવાની તક મળી નહોતી.

કારનું ભયાનક રૂપ
કારે એ હદે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું કે લોકોને સાક્ષાત યમરાજ દેખાઇ ગયા હતા.

કારનું ભયાનક રૂપ
કારે એ હદે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું કે લોકોને સાક્ષાત યમરાજ દેખાઇ ગયા હતા.

કારનું ભયાનક રૂપ
કારે એ હદે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું કે લોકોને સાક્ષાત યમરાજ દેખાઇ ગયા હતા.

કિસ્મત સામે મોતે પણ નમતુ જોખ્યું
જોકે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

કારની હાલત
આ તસવીરમાં તમે કારની હાલત જોઇ શકો છો. વીડિયો નિહાળવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
ભયાનક અકસ્માતનો વીડિયો
આ ભયાનક અકસ્માત અને કિસ્મતના જોરે બચી ગયેલા દર્શકોનો વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
