કાર સર્વિસિંગનું બિલ ઓછું આવે તે માટે શું કરશો?

Subscribe to Oneindia News

કારની ખરીદી કર્યા બાદ મોટાભાગના લોકો કારની સર્વિસને લઇને ચિંતામાં મુકાઇ જાય છે. કાર સર્વિસિંગ બાદ કારના માલિક આશ્ચર્યમાં મુકાઇ જતા હોય છે કે, કારનું બિલ આટલુ બધું કઇ રીતે આવી ગયું? આજે અમે તમારી આ મુંઝવણ દૂર કરવા કારની સર્વિસિંગ સંબંધિત જાણકારી આપવા જઇ રહ્યાં છીએ, જેથી કાર સર્વિસ કરાવતી વખતે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

કંપનીઓની સ્પેશિયલ સર્વિસ

કંપનીઓની સ્પેશિયલ સર્વિસ

થોડા સમય પહેલાં ફોર્ડની એક જાહેરાત આવી હતી, જેમાં દર્શાવવામાં આવ્યપં હતું કે, કાર સર્વિસ કરાવવા માટે ગયેલ યુવતી આરામથી સોફા પર બેઠી છે અને બીજી બાજુ કારની સર્વિસ થઇ રહી છે. ફોર્ડની જાહેરાતમાં એવો વાયદો કરવામાં આવ્યો હતો કે, જેટલું બિલ તમારા મોબાઇલની સ્ક્રિન પર દેખાય છે, એટલા જ પૈસા તમારી પાસે લેવામાં આવશે. તમે પણ આ જાહેરાત જોઈ જ હશે. શું ક્યારેય તમે વિચાર્યું કે, કંપનીએ આ વાયદો કરવા માટે ખાસ જાહેરાત બનાવવાની શું જરૂર પડી? હકીકતમાં, કંપની જાણે છે કે સર્વિસિંગના નામે લોકોને વધારે બિલ બનાવીને હેરાન કરવામાં આવા રહ્યાં છે. જેનાથી લોકોને ઘણી વાર કાર ખરીદવા કરતાં પણ વધારે મુશ્કેલી તેની સર્વિસનું બિલ ચૂકવવામાં પડે છે.

કાર સર્વિસિંગ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો..

કાર સર્વિસિંગ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો..

ઘણી વાર ઓર્થોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર પોતાના ગ્રાહકોનું બિલને જાણી જોઇને વધારે બનાવવાની કોશિશ કરે છે અને આ માટે તેઓ ઘણી તરકીબો અજમાવે છે. સર્વિસિંગના નામે ઘણીવાર જરૂરી કહીને એવી ચીજો ઉમેરવામાં આવે છે, જેની કોઇ જરૂર નથી હોતી. ઘણીવાર કોઇ કારણ વિના એવી ચીજોના સમારકામ અને પાર્ટ્ય બદલવા માટે પૈસા લેવામાં આવે છે. આ પાર્ટ્સ ના તો બગડ્યા હોય છે અને ના તો તેને સમારકામની જરૂર હોય છે.

ગ્રાહકોને વાતોમાં ફસાવવા

ગ્રાહકોને વાતોમાં ફસાવવા

સર્વિસ સેન્ટરવાળા હંમેશ લોકોને કહે છે કે, સર્વિસિંગ એક મોટું કામ છે, જેમાં સમય લાગે છે. આ સાંભળીને ઘણા લોકો સર્વિસ સેન્ટર પર જ પોતાની કાર મૂકી જાય છે. લોકો પાસે સમય ન હોય તો સર્વિસ સેન્ટર વાળા જાતે જ તમારી કાર લઇ જાય છે અને સર્વિસ થઇ ગયા બાદ કાર તમારા ઘરે પહોંચાડવામાં આવે છે. દરેક સર્વિસ સેન્ટરની આ સેવા પર વહેમાવાની જરૂર નથી, પરંતુ આવા કેસમાં છેતરપિંડીની શક્યતા વધુ રહેલી છે. આથી તમે જો સર્વિસ સેન્ટરવાળાને ઓળખતા ન હોવ તો આ પરિસ્થિતિ ટાળવી. આ સેવાનો લાભ લેતાં પહેલાં તમને તમારી કાર અંગેની સંપૂર્ણ જાણકારી હોય એ જરૂરી છે.

આ બાબતોની નોંધ રાખો

આ બાબતોની નોંધ રાખો

  • તમને ખબર હોવી જોઈએ કે કારની બેટરીની કઇ હાલતમાં છે, એર કન્ડીશનર કેવું કામ કરે છે, કઈ વસ્તુઓમાં ગડબડ છે અને કઇ વસ્તુને સમારકામ કે રિપ્લેસ કરવાની જરૂર છે.
  • સર્વિસ કરાવતા પહેલા સૌ પ્રથમ તમારી કાર અંગે કઇ કાળજી લેવાની જરૂર છે અને કઇ નહીં તે સમજી લેવું જોઇએ.
  • હવે ફરીવાર જ્યારે પણ કારને સર્વિસ કરવા માટે આપો, ત્યારે સૌથી પહેલાં થોડો સમય કાઢી કારનું નિરિક્ષણ કરજો.
  • કારની સુરક્ષામાં કોઇ પણ પ્રકારનું સમાધાન ન કરો, સાથે જ બિનજરૂરી સેવાઓ માટે ખોટા પૈસા પણ ન આપો. બિનજરૂરી સેવાઓ પણ ક્યારેક નુકસાનકારણ સાબિત થાય છે.

English summary
If you look after your car properly, you’ll be far less likely to be hit by hefty repair bills in the future. Find out why your car’s service manual is your best friend, how to locate a good garage and get a fair price.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.